Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Bjp એ રાજ્યસભાના ઉમેદાવારનો નામ કર્યા જાહેર, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સહિતના દિગ્ગજોને મેદાને ઉતાર્યા

દેશની સર્વોચ્ચ સંસ્થાના ગણિતને બદલવા માટે સત્તાધારી પક્ષે પોતાની સૌથી મજબૂત ચાલ ચાલી દીધી છે. દસ રાજ્યોની ખાલી પડેલી બેઠકો પર કબજો જમાવવા માટે એવા નામો પર મહોર મારવામાં આવી છે, જેઓ દાયકાઓથી સંગઠનના પાયામાં જોડાયેલા છે. વહીવટી કુશળતા અને જમીની પકડ ધરાવતા આ ચહેરાઓની પસંદગી પાછળ આગામી દિવસોનું કયું મોટું રાજકીય લક્ષ્ય છુપાયેલું છે? નામોની આ યાદી ઘણું બધું કહી જાય છે.
bjp એ રાજ્યસભાના ઉમેદાવારનો નામ કર્યા જાહેર  રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સહિતના દિગ્ગજોને મેદાને ઉતાર્યા
Advertisement
  • Bjp Rajyasabha candidate 2026 : 9 દિગ્ગજ ઉમેદવારોના નામ જાહેર!
  • 6 રાજ્યોની બેઠકો માટે ભાજપે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
  • બિહારથી નીતિન નવીન અને હરિયાણાથી સંજય ભાટિયાને સોંપાઈ જવાબદારી
  • પશ્ચિમ બંગાળથી રાહુલ સિંહા અને છત્તીસગઢથી લક્ષ્મી વર્મા લડશે ચૂંટણી
  • ઓડિશા અને આસામના દિગ્ગજ નેતાઓને પણ રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય

Bjp Rajyasabha candidate 2026 : ભારતીય જનતા પાર્ટીએ [BJP] આગામી રાજ્યસભા ચૂંટણીઓ [Rajya Sabha Elections] માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરીને રાજકીય ગરમાવો વધારી દીધો છે. પાર્ટીએ બિહાર, આસામ, છત્તીસગઢ, હરિયાણા, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિતના છ રાજ્યોમાંથી કુલ 9 ઉમેદવારોના નામ નક્કી કર્યા છે. આ યાદીમાં ભાજપે વરિષ્ઠતા અને સંગઠન પર મજબૂત પકડ ધરાવતા નેતાઓને પ્રાધાન્ય આપ્યું છે.

Bjp Rajyasabha candidate 2026 : બિહાર અને બંગાળના મોટા ચહેરા

બિહારની 5 રાજ્યસભા બેઠકો માટે ભાજપે પૂર્વ મંત્રી અને પટનાના બાંકીપુરથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા નીતિન નવીન [Nitin Nabin] પર વિશ્વાસ મૂક્યો છે. નીતિન નવીન બિહાર રાજકારણનો જાણીતો ચહેરો છે. તેમની સાથે યુવા નેતા શિવેશ કુમાર ને પણ બિહારથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળમાં પાર્ટીએ પોતાના કદાવર નેતા રાહુલ સિંહા ને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય લીધો છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

Advertisement

Bjp Rajyasabha candidate 2026 :હરિયાણા અને છત્તીસગઢની રણનીતિ

હરિયાણાની ખાલી પડતી બે બેઠકો માટે ભાજપે સંજય ભાટિયા [Sanjay Bhatia] ને ટિકિટ આપી છે. સંજય ભાટિયા વહીવટી પૃષ્ઠભૂમિ ધરાવે છે અને સંગઠનમાં તેમની ભૂમિકા મહત્વની રહી છે. છત્તીસગઢથી લક્ષ્મી વર્મા ને મેદાને ઉતારવામાં આવ્યા છે, જેઓ ભાજપ મહિલા મોરચામાં સક્રિય હોવાની સાથે સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર છે.

ઓડિશા અને આસામમાં સત્તાનો ફાયદો

ઓડિશામાં ભાજપની સરકાર હોવાથી ત્યાં પાર્ટી મજબૂત સ્થિતિમાં છે. ઓડિશાથી મનમોહન સામલ અને સુજીત કુમાર ને રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરાયા છે. આસામની ત્રણ બેઠકોમાંથી ભાજપે તેરાશ ગોવાલા અને જોગેન મોહન ના નામ ફાઈનલ કર્યા છે, જેઓ રાજ્યના રાજકારણમાં પાયાના કાર્યકરો ગણાય છે.

ચૂંટણીનું સંપૂર્ણ શિડ્યુલ

દેશના 10 રાજ્યોની કુલ 37 રાજ્યસભા બેઠકો માટે 16 માર્ચ ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા આ માટેની જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. ઉમેદવારો માટે ફોર્મ ભરવાની એટલે કે નામાંકન કરવાની છેલ્લી તારીખ 5 માર્ચ નક્કી કરવામાં આવી છે. ભાજપે પોતાની યાદીમાં જ્ઞાતિ સમીકરણો અને આગામી રાજકીય ગણિતને સચોટ રીતે ધ્યાનમાં લીધું છે.

આ પણ વાંચો : India Canada Relations: PM મોદી અને કેનેડાના PM કાર્ની વચ્ચે બેઠક

Tags :
Advertisement

.

×