Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

નાગપુરમાં BJPનો કેસરીયો: RSSના ગઢમાં કોંગ્રેસના સૂપડા સાફ, BMC-પુણેમાં પણ ભાજપ આગળ

મહારાષ્ટ્ર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય નિશ્ચિત જણાઈ રહ્યો છે. RSSના ગઢ નાગપુરમાં ભાજપે 151 માંથી 94 બેઠકો પર લીડ મેળવીને વિપક્ષોના સૂપડા સાફ કર્યા છે. મુંબઈ (BMC) અને પુણેમાં પણ ભાજપની લહેર જોવા મળી રહી છે, જ્યાં શિવસેના (UBT) અને પવાર પરિવારના ગઢમાં ગાબડાં પડ્યા છે
નાગપુરમાં bjpનો કેસરીયો  rssના ગઢમાં કોંગ્રેસના સૂપડા સાફ  bmc પુણેમાં પણ ભાજપ આગળ
Advertisement

. RSSના ગઢમાં BJP એકલાહાથે મહાવિજય તરફ
. ફડણવિસ અને ગડકરી બંને નાગપુરના છે વતની
. બીએમસી અને પુણે નિગમ ચૂંટણીમાં પણ BJPની બલ્લે-બલ્લે

નાગપુર : નાગપુરને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નો ગઢ માનવામાં આવે છે. આ શહેરમાં 1925માં વિજયાદશમીના દિવસે રા. સ્વ. સંઘની સ્થાપના થઈ હતી અને અહીં તેનું મુખ્યમથક પણ ગત 100 વર્ષોથી છે. માટે ભાજપ (BJP) પણ અહીં જીતની આશા રાખી રહી છે. શુક્રવારે આવેલા નિગમ ચૂંટણીના પરિણામોમાં ભાજપ (BJP) ની આ આશાને અનુકૂળ પરિણામો આવતા જોવા મળ્યા છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં કુલ 151 વોર્ડમાંથી 94 પર એકલું ભાજપ જ આગળ છે. અત્યાર સુધીમાં 129 બેઠકોના ટ્રેન્ડ સામે આવ્યા છે.

Advertisement

માટે માનવામાં આવે છે કે 151 બેઠકોના ટ્રેન્ડ આવવા સુધીમાં ભાજપ પોતાના જ દમ પર સેન્ચ્યુરી લગાવી શકે છે. ત્યારે ભાજપના સહયોગી એકનાથ શિંદેની શિવસેનાને અત્યાર સુધીમાં 2 બેઠકો પર બઢત મળી છે.

Advertisement

આ શહેર એટલા માટે પણ મહત્વનું છે, કારણ કે અહીંથી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસ આવે છે અને નીતિન ગડકરી પણ નાગપુરથી લોકસભાના સાંસદ છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં એનસીપીને માત્ર એક બેઠક પર બઢત મળી છે. તેના સિવાય કૉંગ્રેસ 31 બેઠકો પર લીડ સાથે બીજા ક્રમાંકે છે. પરંતુ સ્થિતિ એવી છે કે ભાજપના મુકાબલે કોઈપણ દૂરદૂર સુધી દેખાઈ રહ્યું નથી. ઉદ્ધવ ઠાકરેની શિવાસનેનો માત્ર એક જ બેઠક પર બઢત મળી છે. ભાજપને બીએમસીમાં પણ મોટો ફાયદો થતો દેખાય રહ્યો છે અને દશકાઓ બાદ ઠાકરે પરિવારનું વર્ચસ્વ મુંબઈની સત્તામાંથી સમાપ્ત થતું દેખાય રહ્યું છે.

પુણે-બીએમસી (BMC)માં પણ ભાજપની લહેર

બીએમસી(BMC) માં ભાજપ 65 બેઠકો પર આગળ છે, જ્યારે શિંદેની શિવસેના 18 બેઠકો પર આગળ ચાલી રહી છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના 52 બેઠકો પર આગળ છે અને કોંગ્રેસ માત્ર 11 બેઠકો પર જ લીડમાં છે.

પુણેની વાત કરીએ, તો તેની સ્થિતિ પણ નાગપુર જેવી છે. ભાજપ ગઠબંધન અત્યાર સુધીમાં 47 બેઠકો પર આગળ છે, જ્યારે શરદ પવાર અને અજીત પવારની એનસીપી સાથે મળીને પણ 15 બેઠકો પર જ આગળ છે. કોંગ્રેસને તો માત્ર 4 બેઠકો પર જ બઢત મળી છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને માત્ર 1 બેઠક પર લીડ મળી છે.

મહત્વપૂર્ણ છે કે પુણેમાં પોતાની શક્તિ વધારે હોવાનું જણાવતા અજીત પવાર ગઠબંધનથી અલગ રાહ પર ચાલ્યા હતા. હવે જે ટ્રેન્ડ છે, તે પવાર પરિવારને આંચકો આપનારા છે.

આ પણ વાંચો: 

Tags :
Advertisement

.

×