Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BJP Election Slogan: આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યું નવું સ્લોગન

BJP Election Slogan: 2024 ની Lok Sabha Election ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન BJP એ સામાન્ય ચૂંટણી માટે સ્લોગન નક્કી કરી લીધું છે. એક અહેવાલ અનુસાર આ BJP Election Slogan 'આ વખતે 400 પાર, ત્રીજી વખત મોદી...
bjp election slogan  આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યું નવું સ્લોગન
Advertisement

BJP Election Slogan: 2024 ની Lok Sabha Election ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન BJP એ સામાન્ય ચૂંટણી માટે સ્લોગન નક્કી કરી લીધું છે. એક અહેવાલ અનુસાર આ BJP Election Slogan 'આ વખતે 400 પાર, ત્રીજી વખત મોદી સરકાર' તરીકે સામે આવ્યું છે.

BJP એ Lok Sabha અને વિધાનસભા કક્ષાએ સંયોજક અને સહ સંયોજક નક્કી કર્યા છે. ટૂંક સમયમાં PM નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સમગ્ર દેશની મુલાકાત કરશે. તેના અંતર્ગત PM મોદીનો પ્રવાસ 22 જાન્યુઆરીથી શરૂ થશે.

Advertisement

BJP Election Slogan

BJP Election Slogan

Advertisement

BJP એ આ સૂત્ર એવા સમયે જાહેર કર્યું છે. જ્યારે 2 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં BJP ના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી. આગામી લોકસભા ચૂંટણી (Lok Sabha Election) ને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં BJP નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, પાર્ટીના મહાસચિવ સુનીલ બંસલ, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, અશ્વિની વૈષ્ણવ અને મનસુખ માંડવિયા સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.

2014 ની લોકસભા ચૂંટણીમાં BJP એ 'અચ્છે દિન આવવાના છે' સૂત્ર આપ્યું હતું. BJP એ 2019 ની સામાન્ય ચૂંટણી 'મોદી સરકાર ફરી એકવાર' ના નારા પર લગાવ્યા હતાં. PM મોદીના નેતૃત્વમાં BJP એ લોકસભાની બંને ચૂંટણી જીતી હતી.

PM મોદીએ ઘણી વખત દાવો કર્યો છે કે લોકોનો ભાજપમાં વિશ્વાસ અકબંધ છે. આવી સ્થિતિમાં BJP માટે આ જીત હેટ્રિક સાબિત થઈ શકશે. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં એક તરફ BJP ના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA) છે. તો બીજી તરફ કોંગ્રેસ, TMC, DMK અને આમ આદમી પાર્ટી સહિત અનેક પક્ષોનો સમાવેશ કરીને વિપક્ષી ગઠબંધન ભારત (I.N.D.I.A.) છે.

આ પણ વાંચો: Hyderabad Crime : બિરયાની પર હંગામો, હોટલ સ્ટાફે ગ્રાહકો પર લાકડીઓ અને ખુરશીઓનો વરસાદ કર્યો, VIDEO

Tags :
Advertisement

.

×