BJP ના વરિષ્ઠ નેતા Lal Krishna Advani ની તબિયત નાદુરસ્ત!, Delhi ની હોસ્પિટલમાં દાખલ...
- પૂર્વ ગૃહમંત્રી Lal Krishna Advani ની તબિયત નાદુરસ્ત
- રૂટીન ચેકઅપ માટે Delhi ની એપોલો હોસ્પિટલમાં દાખલ
- બે અઠવાડિયાની નબળાઈ બાદ હોસ્પિટલમાં દાખલ
દેશના પૂર્વ ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને રૂટીન ચેકઅપ માટે દિલ્હી (Delhi)ની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા બે અઠવાડિયાથી તેમની તબિયત નાદુરસ્ત હતી. અડવાણી (Lal Krishna Advani)ને આ વર્ષે જુલાઈ મહિનામાં પણ અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની તબિયતમાં સુધારો થતાં તેમને રજા આપવામાં આવી હતી. તેના એક મહિના પહેલા 26 જૂને રાત્રે 10:30 વાગ્યે તેમને દિલ્હી (Delhi) એમ્સના યુરોલોજી વિભાગમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. બીજા દિવસે તેને રજા આપવામાં આવી.
જુલાઈ મહિનામાં પર્ણ કરાયા હતા દાખલ...
આ અગાઉ પણ અડવાણી (Lal Krishna Advani)ને તબિયત સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જુલાઈ મહિનામાં પણ તેમને તબિયત બગડતા એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સારવાર બાદ તેમની તબિયતમાં સુધારો થતાં તેમને રજા આપવામાં આવી હતી. પરંતુ તબિયત ફરી નબળી થતા, તેમની યોગ્ય સારવાર અને ચેંકઅપ માટે ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Veteran BJP leader Lal Krishna Advani admitted to Apollo Hospital in New Delhi pic.twitter.com/uiolHBHewB
— IANS (@ians_india) December 14, 2024
આ પણ વાંચો : કડકડતી ઠંડીને લઈને IMD ની આગાહી, રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં કેવું રહેશે વાતાવરણ!
યુરોલોજી વિભાગમાં દાખલ કરાયા હતા...
જુલાઈથી પણ અગાઉ, 26 જૂનના રોજ રાત્રે 10:30 વાગ્યે, અડવાણી (Lal Krishna Advani)ને દિલ્હી (Delhi) એમ્સના યુરોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે તેમને તબિયત સંબંધિત સારવાર માટે દાખલ કરવું પડ્યું હતું. પરંતુ તે વખતે પણ બીજા જ દિવસે તેમની તબિયત સ્થિર થતા તેમને રજા આપવામાં આવી હતી. અડવાણી (Lal Krishna Advani)ની તબિયતના લીધે તેમના પ્રશંસકોમાં ચિંતા છે, અને તેઓના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે.
કરાચીમાં થયો છે જન્મ...
તમને જણાવી દઈએ કે, લાલકૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર, 1927 ના રોજ કરાચી (જે હાલના પાકિસ્તાનમાં છે)માં થયો હતો. તેમણે 8 નવેમ્બરે પોતાનો 98 મો જન્મદિવસ ઉજવ્યો. PM મોદીએ તેમના માટે તેમના શુભેચ્છા સંદેશમાં લખ્યું હતું કે, 'શ્રી લાલ કૃષ્ણ અડવાણીજીને તેમના જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ. આ વર્ષ વધુ વિશેષ છે કારણ કે તેમને આપણા રાષ્ટ્ર માટે તેમની ઉત્કૃષ્ટ સેવા માટે ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો છે. તેઓ ભારતના સૌથી પ્રશંસનીય રાજકારણીઓમાંના એક છે, જેમણે પોતાને ભારતના વિકાસ માટે સમર્પિત કરી દીધા હતા. તેમની બુદ્ધિમત્તા અને સમૃદ્ધ આંતરદૃષ્ટિ માટે તેઓ હંમેશા આદર પામ્યા છે. હું ભાગ્યશાળી છું કે ઘણા વર્ષો સુધી તેમનું માર્ગદર્શન મળ્યું. હું તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું.
આ પણ વાંચો : 'રોજ બોમ્બ અને મિસાઈલનો અવાજ સંભળાતો', Syria થી પરત ફરેલા 4 ભારતીયોએ કહ્યું...