BJP ના ધારાસભ્ય અને મંત્રી Vijay Shah તળિયે ઉતર્યાં!
- મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહની 'ગંદી જબાન'!
- ભાજપના ધારાસભ્ય અને મંત્રી વિજય શાહ તળિયે ઉતર્યાં!
- ઓપરેશન સિંદૂર વિશે સંબોધન કરવા જતાં ભૂલ્યાં ભાન
- જિન્હોને હમારી બહેનો કે સિંદૂર ઉજાડે...!: વિજય શાહ
- હમને ઉન્હી કી બહેન ભેજકર ઐસી તૈસી કર દી: વિજય શાહ
- કર્નલ સોફિયા કુરેશી વિશે આપત્તિજનક ભાષણ
MP Vijay Shah Controversial statement :મધ્યપ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી વિજય શાહ એક વિવાદાસ્પદ નિવેદનને કારણે ઘેરાયેલા છે. તેમણે ભારતીય સેનાની સિંહણ અને ઓપરેશન સિંદૂરમાં સેનાનો ચહેરો ગણાતા કર્નલ સોફિયા કુરેશી વિશે વાંધાજનક ટિપ્પણીઓ કરી છે, જેના કારણે હવે રાજકીય હોબાળો મચી ગયો છે. મંત્રીના આ નિવેદનની સામાન્ય લોકો અને સોશિયલ મીડિયા પર પણ ભારે ટીકા થઈ રહી છે. જોકે, મામલો વધુ વકરી રહ્યો જોઈને મંત્રીએ માફી માંગી હતી.
પાર્ટી નેતૃત્વએ મંત્રીના નિવેદન પર ગંભીર અસંતોષ વ્યક્ત કર્યો
અને નિવેદનના થોડા કલાકો પછી, મંત્રી વિજય શાહને ભોપાલ બોલાવવામાં આવ્યા છે. સંગઠન મહાસચિવ હિતાનંદ શર્મા તેમને ભાજપ કાર્યાલયમાં બંધ રૂમમાં મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી નેતૃત્વએ મંત્રીના નિવેદન પર ગંભીર અસંતોષ વ્યક્ત કર્યો છે અને તેમની પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો, મુખ્યમંત્રી મોહન યાદવે પણ મંત્રીના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે અને કડક ચેતવણી આપી છે.
મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહની 'ગંદી જબાન'!
ભાજપના ધારાસભ્ય અને મંત્રી વિજય શાહ તળિયે ઉતર્યાં!
ઓપરેશન સિંદૂર વિશે સંબોધન કરવા જતાં ભૂલ્યાં ભાન
જિન્હોને હમારી બહેનો કે સિંદૂર ઉજાડે...!: વિજય શાહ
હમને ઉન્હી કી બહેન ભેજકર ઐસી તૈસી કર દી: વિજય શાહ@KrVijayShah #India #Madhyapradesh… pic.twitter.com/AuuLyPZQFY— Gujarat First (@GujaratFirst) May 13, 2025
આ પણ વાંચો -ભારતે પાકના વધુ એક અધિકારીને ‘persona non grata’કર્યા જાહેર, 24 કલાકમાં દેશ છોડવા આદેશ
‘કર્નલ સોફિયા મારી બહેન જેવી છે’
વિવાદ વધુ ઘેરો બન્યા પછી અને પક્ષની નારાજગી પછી, વિજય શાહે જાહેરમાં માફી માંગી અને કહ્યું, જો મારા નિવેદનથી કોઈ સમાજ કે કર્નલ સોફિયા કુરેશીને દુઃખ થયું હોય, તો હું 10 વાર માફી માંગુ છું. કર્નલ સોફિયા મારી બહેન જેવી છે. મારો પોતાનો પરિવાર પણ લશ્કરી પૃષ્ઠભૂમિમાંથી છે અને અમે પણ દેશ માટે બલિદાન આપ્યું છે.
આ પણ વાંચો -TB Elimination Campaign: TB નાબૂદ અભિયાનની PM મોદીએ કરી સમીક્ષા
કોંગ્રેસે રાજીનામાની માંગ કરી
આ નિવેદન પર વિપક્ષ કોંગ્રેસે ભાજપ અને મુખ્યમંત્રી મોહન યાદવ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જીતુ પટવારીએ કહ્યું, શું ભાજપ અને સરકાર મંત્રી વિજય શાહના નિવેદન સાથે સહમત છે? જો નહીં, તો તેમને તાત્કાલિક બરતરફ કરવા જોઈએ. હું આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા અને મુખ્યમંત્રીને પત્ર લખીશ.વિપક્ષના નેતા ઉમંગ સિંઘરે પણ આ નિવેદનને “શરમજનક” ગણાવ્યું અને દેશ પાસેથી માફી માંગવાની માંગ કરી. તેમણે કહ્યું, સેના અને તેના અધિકારીઓનો કોઈ ધર્મ નથી હોતો. તેમને હિન્દુ કે મુસ્લિમ તરીકે ન જોવું જોઈએ. સેનાનો એકમાત્ર ધર્મ દેશ છે. ભાજપની ભાષા તેની વિચારસરણીને પ્રગટ કરે છે.