ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અનિલ શર્માનું નિધન: દિલ્હીની હોસ્પિટલમાં કેન્સર સામે લડતાં લીધા અંતિમ શ્વાસ
BJP MLA Anil Sharma: બુલંદશહેરના શિકારપુરથી ભાજપના વર્તમાન ધારાસભ્ય અને યોગી સરકારના પૂર્વ વન રાજ્યમંત્રી અનિલ શર્માનું કેન્સરની સારવાર દરમિયાન દિલ્હીની હોસ્પિટલમાં નિધન થયું છે. 4 વખત ધારાસભ્ય રહી ચૂકેલા અનિલ શર્માના નિધન પર CM યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે. તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર પૈતૃક ગામ સુરજાવલીમાં કરાશે.
Advertisement
BJP MLA Anil Sharma: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના રાજકારણ અને ભારતીય જનતા પાર્ટી (BJP)માંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બુલંદશહેર જિલ્લાની શિકારપુર બેઠકના વર્તમાન ભાજપ ધારાસભ્ય અને યોગી સરકારના પૂર્વ રાજ્યમંત્રી અનિલ શર્મા (BJP MLA Anil Sharma)નું 63 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સર (Cancer) જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં સઘન સારવાર હેઠળ રહેલા વરિષ્ઠ નેતાએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અકાળ અવસાનના સમાચાર મળતાં જ સમગ્ર વિસ્તાર સહિત ભાજપ સંગઠનમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

