Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

BJP vs AAP: અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત 23 લોકો નિર્દોષ જાહેર, BJP-AAP વચ્ચે ' War' શરૂ!

દિલ્હીના કથિત (દારૂ નીતિ કૌભાંડ (Excise Policy Case)માં આમ આદમી પાર્ટી (AAP) ના નેતાઓને રાહત મળી છે. દિલ્હીની Rouse Avenue Court એ પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયા અને અન્ય 23 આરોપીઓને તમામ આરોપોમાંથી નિર્દોષ ( Acquitted) કર્યા છે. ત્યારે ભાજપે પ્રતિક્રિયા આપી છે. ભાજપ નેતાઓની પ્રતિક્રિયા નીચે વાંચો..
bjp vs aap  અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત 23 લોકો નિર્દોષ જાહેર  bjp aap વચ્ચે   war  શરૂ
Advertisement
  • BJP vs AAP: રાઉઝ એવન્યુ કોર્ટે તમામ 23 આરોપીઓને ક્લીનચીટ આપી
  • આ કેસમાં Higher Courts માં અપીલ થવાની પૂરેપૂરી શક્યતા છે
  • સત્યની જીત થઈ હોવાનો દાવો અને એજન્સીઓના દુરુપયોગનો વિરોધ
  • લાંચ, કમિશનમાં વધારો અને પુરાવાનો નાશ કરવા જેવા ગંભીર આક્ષેપો હજુ પણ ચર્ચામાં

BJP vs AAP: આ Landmark Judgment બાદ આમ આદમી પાર્ટીમાં ઉજવણીનો માહોલ છે, જ્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી (BJP) એ આ મામલે આક્રમક વલણ અપનાવ્યું છે. દિલ્હીના કથિત (દારૂ નીતિ કૌભાંડ (Excise Policy Case)માં આમ આદમી પાર્ટી (AAP) ના નેતાઓને રાહત મળી છે. દિલ્હીની Rouse Avenue Court એ પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Former Chief Minister Arvind Kejriwal), પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયા અને અન્ય 23 આરોપીઓને તમામ આરોપોમાંથી નિર્દોષ ( Acquitted) કર્યા છે. ત્યારે ભાજપે પ્રતિક્રિયા આપી છે.

BJP vs AAP: કાનૂની લડાઈ હજુ બાકી છેઃ ભાજપ નેતા

કોર્ટના આ નિર્ણય બાદ ભાજપના નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે આ મામલે હજુ કાયદાકીય કાર્યવાહી (Legal Process) પૂર્ણ થઈ નથી. ભાજપના સાંસદ અને પ્રવક્તા સુંધાશુ ત્રિવેદી (Sudhanshu Trivedi) એ જણાવ્યું હતું કે, પુરાવાના અભાવે કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા છે, જે એક ટેક્નિકલ સમસ્યા (Technical Issue) છે. આ કેસમાં CBI ચોક્કસપણે આગળની કાર્યવાહી કરશે. અમે ચુકાદાનો વિગતવાર અભ્યાસ કર્યા પછી સત્તાવાર માહિતી (Response) આપીશું.

Advertisement

Advertisement

BJP vs AAP: મનોજ તિવારીના પ્રહાર

તો ભાજપ નેતા મનોજ તિવારીએ પણ કેજરીવાલ સામે આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે, કેસ હજુ પૂર્ણ થયો નથી. કાયદાકીય કાર્યવાહી હજું બાકી છે.

BJP vs AAP: અમિત માલવિયાએ ઉઠાવ્યા ગંભીર પ્રશ્નો

ભાજપના IT સેલના નેશનલ ઇન-ચાર્જ Amit Malviya એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કેજરીવાલની Honesty પર સવાલ ઉઠાવતા કહ્યું કે, જો આ પોલિસીમાં કોઈ ભૂલ નહોતી, તો ગેરરીતિઓ સામે આવ્યા બાદ તેમણે અરજી પાછી કેમ ખેંચવી પડી? માલવિયાએ સવાલ કર્યા કે, દારૂના વિક્રેતાઓનું કમિશન 6% થી વધારીને 12% કેમ કરવામાં આવ્યું?, તપાસ દરમિયાન આટલા બધા Phones અને SIM Cards કેમ નાશ પામ્યા?, માલવિયાએ ઉમેર્યું કે આ નિર્ણય માત્ર નીચલી અદાલતનો છે અને High Court કે Supreme Court માં આ નિર્ણય ટકશે કે નહીં તે જોવાનું બાકી છે.

BJP vs AAP: એજન્સીઓના દુરુપયોગનો આક્ષેપ

આ ચુકાદા બાદ વિપક્ષી નેતાઓએ કેન્દ્ર સરકાર પર કેન્દ્રીય તપાસ એજન્સીઓ (Central Agencies) (CBI, ED) ના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે. RJD નેતા તેજસ્વી યાદવે (Tejashwi Yadav) એ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, "આ કહેવાતા કૌભાંડમાં નિર્દોષ છૂટવા સાથે ભાજપની યુક્તિઓનો પર્દાફાશ થયો છે. માત્ર કેજરીવાલ જ નહીં, પણ રાહુલ ગાંધી, લાલુ યાદવ અને અમારો પરિવાર પણ વર્ષોથી રાજકીય બદલાની ભાવના (Political Vendetta) નો ભોગ બન્યા છે."

આ પણ વાંચો---- Holi Festival: હોળી પહેલા કર્મચારીઓને આનંદો, પગાર સમયસર ચૂકવવા CM યોગીનો કડક આદેશ

 

આ પણ વાંચો---- Arvind Kejriwal: દારૂ કૌભાંડમાં નિર્દોષ જાહેર થયા બાદ રડી પડ્યા અરવિંદ કેજરીવાલ, કહ્યું "હું ભ્રષ્ટ નથી..."

Tags :
Advertisement

.

×