"બંગાળમાં મંત્રીમંડળ પહેલા જેહાદીઓનું લિસ્ટ બનાવો" : પૂર્વ RAW એજન્ટની BJP ને સલાહ
. પ. બંગાળ વિધાનસભા ચૂંટણી 2026માં ભાજપે 206 બેઠકો જીતી મમતા બેનર્જીની ટીએમસી (80 બેઠકો) ને સત્તા પરથી હટાવી છે
. પૂર્વ RAW એજન્ટે સરકારને અનુરોધ કર્યો છે કે જે લોકોએ અત્યાચાર કર્યા છે, તેમને શોધીને સજા આપવી પ્રાથમિકતા હોવી જોઈએ
. બંગાળમાં નવી સરકાર 9મી મેના રોજ શપથ લેશે, તે પહેલા મંત્રીમંડળ અને કાયદો-વ્યવસ્થાને લઈને ચર્ચાઓ તેજ થઈ છે
BJP West Bengal Victory Lucky Bisht RAW Agent Advice: પશ્ચિમ બંગાળ (West Bengal) માં ભાજપ (BJP) ની સરકાર 9મી મેએ શપથગ્રહણ કરવા જઈ રહી છે. પાર્ટીના કાર્યકર્તાઓથી લઈન જનતા સુધી લોકોમાં ભાજપ પાસે જુદીજુદી અપેક્ષા છે. આ દરમિયાન ભારતની ગુપ્તચર એજન્સી રૉ (RAW) ના પૂર્વ એજન્ટ લકી બિષ્ટે (Lucky Bisht) પણ સરકાર બનાવવા જઈ રહેલી ભાજપ સમક્ષ અલગ માગણી મૂકી છે.
આ પણ વાંચો : ભારતમાં મુસ્લિમ તુષ્ટિકરણવાદી સેક્યુલર વોટબેંક પોલિટિક્સનો મૃત્યુઘંટ, રાજ્યોમાં ચાલ્યું નહીં Muslim Card
પૂર્વ RAW એજન્ટની સલાહ
લકી બિષ્ટે ભાજપનું નામ લીધા વગર કહ્યુ છે કે તેમણે (ભાજપે) બંગાળમાં મંત્રીમંડળની યાદી બનાવતા પહેલા જેહાદીઓ (JIhadists) નું લિસ્ટ તૈયાર કરવું જોઈએ, જેથી બંગાળને 14 વર્ષ સુધી સળગાવનારા લોકોને સજા આપી શકાય.
પૂર્વ રૉ એજન્ટ લકી બિષ્ટે વીડિયોમાં કહ્યુ છે કે બંગાળની અંદ જલ્દીથી એક નવી સરકાર બનવા જઈ રહી છે. લોકોએ તમને ખૂબ પ્રેમ આપ્યો, પૂર્ણ બહુમતી આપી તમને જીતાડયા. ઘણી જલ્દી તમારા મંત્રીમંડળનું લિસ્ટ બનશે, પરંતુ મારું એક નિવેદન છે કે મંત્રીમંડળની યાદી બનાવતા પહેલા એ જેહાદીઓનું લિસ્ટ જરૂર બનાવી લેજો, જેમણે 14 વર્ષ 349 દિવસ સુધી આખા બંગાળને સળગાવ્યું. કેવી રીતે આ લોકોએ માસૂમ લોકોને ઘરોમાંથી કાઢીને ગોળી મારી. મહિલાઓ સાથે રેપ કર્યા. તો આ નવી સરકારને એક નિવેદન કે એ લોકો એ જેહાદીઓને તેમની યોગ્ય જગ્યાએ જરૂર પહોંચાડે.
આ પણ વાંચો : Saffron Politics in India: આખું ભારત કેસરી રંગે રંગાવાનું છે, પણ હિંદુઓએ રહેવું પડશે સાવધાન
ભાજપ (BJP) એ બહુમતીનો આકંડો પાર કર્યો
મહત્ત્વપૂર્ણ છે કે 294 બેઠકોવાળા પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી 2026માં ભાજપ બહુમતીના જાદૂઈ આંકડાથી ઘણી આગળ પહોંચી ચુકી છે. ભાજપને બંગાળમાં 206 બેઠકો મળી છે, જે બહુમતીના મેજિક ફિગર 148થી ઘણી વધારે છે. ગત 15 વર્ષો સુધી બંગાળની સત્તામાંરહેલી મમતા બેનર્જીના નેતૃત્વવાળી ટીએમસી આ વખતે 80 બેઠકોમાં સમેટાઈ ગઈ. કોંગ્રેસની સ્થિતિ તો આ રાજ્યમાં વધુ ખરાબ છે. કોંગ્રેસને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં માત્ર 2 બેઠકો મળી છે.
આ પણ વાંચો : Operation Sindoor ની વરસી પર ભારતનો ધડાકો: અગ્નિ-IV મિસાઈલના ટેસ્ટની તૈયારી!


