Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

હુમાયૂં કબીરે જ્યાં બાબરી મસ્જિદ નિર્માણનું કર્યું હતું એલાન, ત્યાં TMC નું શું થયું?

Murshidabad Assembly Election Results 2026 : પશ્ચિમ બંગાળની મુર્શિદાબાદ બેઠક પર ભાજપના ગૌરીશંકર ઘોષ મોટી જીત તરફ આગળ વધી રહ્યા છે. ટીએમસીના શાઓની સિંહ રૉય ઘણા પાછળ છે. હુમાયૂં કબીરના મસ્જિદ નિર્માણના વિવાદાસ્પદ નિવેદન અને 2025ની કોમી હિંસા બાદ બદલાયેલા સમીકરણો વચ્ચે ભાજપ અહીં મજબૂત બન્યું છે. સમગ્ર રાજ્યમાં ભાજપ 2/3 બહુમતી સાથે પ્રથમવાર સત્તાના પંથે છે
હુમાયૂં કબીરે જ્યાં બાબરી મસ્જિદ નિર્માણનું કર્યું હતું એલાન  ત્યાં tmc નું શું થયું
Advertisement

. મુર્શિદાબાદમાં 18મા રાઉન્ડના અંતે ગૌરીશંકર ઘોષ 39,299 મતોથી આગળ, 2021ની સરખામણીએ લીડમાં મોટો વધારો
. મસ્જિદ નિર્માણના એલાન બાદ વિવાદમાં આવેલા પૂર્વ ટીએમસી નેતાના પક્ષની હાર અને ટીએમસીના ગ્રાફમાં ઘટાડો
. પશ્ચિમ બંગાળમાં ભાજપ 45% વોટ શેર અને બે તૃતિયાંશ બહુમતી સાથે પ્રથમ વખત સરકાર બનાવવા જઈ રહ્યું છે

Murshidabad election result: પશ્ચિમ બંગાળ (West Bengal) ની ઘણી સંવેદનશીલ ગણાતી મુર્શિદાબાદ (Murshidabad) વિધાનસભા બેઠક પર ભાજપ (BJP) ના ઉમેદવાર ગૌરીશંકર ઘોષ (Gaurishankar Ghosh) ઘણી મોટી જીત તરફ આગળ વધી રહ્યા છે. તેમનો મુકાબલો આ બેઠક પર ટીએમસી (TMC) તરફથી ચૂંટણી લડી રહેલા શાઓની સિંહ રૉય સાથે છે. ટીએમસીના ઉમેદવાર શાઓની સિંહ રૉય (Shaoni Singh Roy) ઘણાંજ પાછળ છે અને બેઠક પર ઘણાં રાઉન્ડનું કાઉન્ટિંગ પૂર્ણ થઈ ચુક્યું છે.

Advertisement

ટીએમસીના નેતા હુમાયૂં કબીરે (Humayun Kabir) મુર્શિદાબાદ જિલ્લામાં જ બાબરી મસ્જિદ (Babri Mosque) નિર્માણની તૈયારી કરી હતી. આના પર વિવાદને કારણે તેમને ટીએમસીએ બરખાસ્ત કર્યા હતા. બાદમાં હુમાયૂં કબીરે આમ જનતા ઉન્નયન પાર્ટીના નામથી પોતાનો એક પક્ષ બનાવ્યો અને ચૂંટણીમાં પણ ઉતર્યા.

Advertisement

મુર્શિદાબાદમાં BJP ને સરસાઈ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મતગણતરીમાં મુર્શિદાબાદ બેઠક પર ભાજપના ગૌરીશંકર ઘોષ 18મા રાઉન્ડની મતગણતરી બાદ 39, 299 વોટોથી આગળ ચાલી રહ્યા છે

તેમના નિકટતમ પ્રતિસ્પર્ધી ટીએમસીના શાઓની સિંહ રૉય ઘણાં પાછળ ચાલી રહ્યા છે. 2021માં ઓછા અંતરથી થઈ હતી ભાજપની જીત

2021ની પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં પણ મુર્શિદાબાદ બેઠક પર ભાજપના ગૌરીશંકર ઘોષને જીત મળી હતી.

2021માં ગૌરીશંકર ઘોષે ટીએમસીના શાઓની સિંહ રોયને માત્ર 2491 વોટથી હરાવ્યા હતા.

પરંતુ 2026માં ભાજપે પોતાની સરસાઈનું અંતર ઘણું વધાર્યું છે.

આ પણ વાંચો : ભારતમાં મુસ્લિમ તુષ્ટિકરણવાદી સેક્યુલર વોટબેંક પોલિટિક્સનો મૃત્યુઘંટ, રાજ્યોમાં ચાલ્યું નહીં Muslim Card

મુર્શિદાબાદમાં થઈ હતી કોમવાદી હિંસા (Communal Violence)

2025ના એપ્રિલમાં મુર્શિદાબાદમાં ઘણી ભયાનક કોમી હિંસા થઈ હતી.

હિંસા ભડકાવવાનો આરોપ ટીએમસીના કેટલાક નેતાઓ અને સમર્થકો પર લાગ્યો હતો.

કોલકત્તા હાઈકોર્ટની એક તપાસ સમિતિના રિપોર્ટમાં આ તથ્ય સામે આવ્યું હતું, જેમાં હિસામાં ટીએમસીના નેતાઓ સામેલ હોવાનું જણાવવામાં આવ્યું હતું.

સૌથી જઘન્ય ઘટનામાં એક હિંદુ પરિવારના પિતા અને પુત્રને તેમના મુસ્લિમ પાડોશીઓએ નિર્મમતાથી ઘરમાંથી ખેંચીને મારી નાખ્યા હતા.

ઘટના બાદ ઘણી વધારે હિંસા ભડકી હતી.

આ પણ વાંચો : "સનાતને મિટાવવા નીકળેલા સ્ટાલિન (M. K. Stalin) ને તમિલનાડુએ નષ્ટ કર્યા"

મુર્શિદાબાદ જિલ્લામાં હિંદુ-મુસ્લિમ (Hindu - Muslim) વસ્તી

2011ની વસ્તીગણતરી મુજબ, મુર્શિદાાદમાં 66 ટકાથી વધારે મુસ્લિમ અને 33 ટકાથી વધારે હિંદુ વસ્તી હતી. પરંતુ દોઢ દશકમાં ત્યાં ધાર્મિક વસ્તીસંતુલનમાં વધારે ફેરફારના આસાર છે.

આ પણ વાંચો : "બધાં હિંદુ PM મોદીના પક્ષમાં એકજૂટ": Bengal ના ટ્રેન્ડ્સ પર સુવેંદુ અધિકારીની પ્રતિક્રિયા

પશ્ચિમ બંગાળમાં ભાજપને 2/3 બહુમતીના ટ્રેન્ડ્સ

પશ્ચિમ બંગાળમાં ટીએમસી સત્તામાંથી દૂર થઈ અને ભાજપને સત્તા પ્રાપ્ત થઈ છે. રાજ્યમાં ભાજપ બે તૃતિયાંશ બહુમતી તરફ આગળ વધી રહી છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ પહેલીવાર સત્તામાં આવી રહ્યું છે. તેને 45 ટકાથી વધારે વોટ મળતા દેખાઈ રહ્યા છે. ત્યારે ટીએમસીનો ગ્રાફ 42 ટકાની આસપાસ છે.

આ પણ વાંચો : Saffron Politics in India: આખું ભારત કેસરી રંગે રંગાવાનું છે, પણ હિંદુઓએ રહેવું પડશે સાવધાન

Tags :
Advertisement

.

×