Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BJP ના જ ધારાસભ્યએ સરકાર પર ઉઠાવ્યા સવાલ! કહ્યું મારા ફંડના 7 કરોડ રૂપિયા ક્યાં ગયા?

ભાજપ ધારાસભ્ય રીતિ પાઠકે પ્રદેશના ડેપ્યુટી સીએમ રાજેન્દ્ર શુક્લ પર ફંડમાં ગોટાળાની ફરિયાદ જાહેર મંચ પર કરી દીધી હતી. જેનો વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
bjp ના જ ધારાસભ્યએ સરકાર પર ઉઠાવ્યા સવાલ  કહ્યું મારા ફંડના 7 કરોડ રૂપિયા ક્યાં ગયા
Advertisement
  • ભાજપના જ MLA એ પોતાના જ મંત્રી પર ઉઠાવ્યા સવાલ
  • રીતિ પાઠકે કહ્યું 7 કરોડ રૂપિયા મંજુર થયા પણ આવ્યા નહી
  • આરોગ્ય મંત્રી તપાસ કરે કે 7 કરોડ રૂપિયા ક્યાં ગુમ થઇ ગયા

ભોપાલ : MP ની સીધીમાંથી ભાજપ ધારાસભ્ય રીતિ પાઠકે પ્રદેશના ડેપ્યુટી સીએમ રાજેન્દ્ર શુક્લ પર ફંડમાં ગોટાળાની ફરિયાદ જાહેર મંચ પર કરી દીધી હતી. જેનો વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Advertisement

પોતાની જ સરકારના ઉપમુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી પર ઉઠાવ્યા સવાલ

મધ્યપ્રદેશના સીધીથી ભાજપના ધારાસભ્ય રીતિ પાઠકે એક કાર્યક્રમ દરમિયાન પોતાની જ સરકારના ઉપમુખ્યમંત્રી અને સ્વાસ્થય મંત્રીને કંઇક એવું ચોંકાવનારુ પુછી લીધું કે, હવે કોંગ્રેસે તેની આડમાં ભાજપ પર શાબ્દિક પ્રહારો શરૂ કરી દીધા છે. રીતિ પાઠકે ઉપમુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા પર ફંડ ગાયબ કરવાની ફરિયાદ જાહેર મંચ પરથી જ કરી દીધી. જેનો વીડિયો હવે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો : શહજાદે સૈફ પર કેમ હુમલો કર્યો? મુંબઈ કેમ આવ્યો? આરોપીએ તમામ પ્રશ્નોના જવાબ આપ્યા

Advertisement

આરોગ્ય મંત્રીને જાહેર કાર્યક્રમમાં ભોંઠા પડવા જેવું થયું

ઉપમુખ્યમંત્રી અને સ્વાસ્થય મંત્રી રાજેન્દ્ર શુક્લા સીધીમાં એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સ્વરૂપે પહોંચ્યા હતા. અહીં સ્થાનિક ધારાસભ્ય રીતિ પાઠક પણ આમંત્રીત હતા. આ દરમિયાન જ્યારે રીતિ પાઠકે ભાષણ દેવાનું શરૂ કર્યું તો તેમને મંચ પર હાજર સ્વાસ્થય મંત્રી રાજેન્દ્ર શુક્લાને જાહેર મંચ પરથી જ પુછ્યું કે, "મે હોસ્પિટલના વિકાસ માટે 7 કરોડ રૂપિયાનું ફંડ માંગ્યું હતું. જેને મુખ્યમંત્રી દ્વારા સ્વીકૃતિ પણ આપી દેવામાં આવી હતી. જો કે તમારા સ્વાસ્થય વિભાગમાંથી ફંડ આવ્યું જ નહીં! 7 કરોડ રૂપિયા ક્યાં ગાયબ થઇ ગયા? cs 6-7 વખત તમને પત્ર પણ લખી ચુકી છું પરંતુ હજી સુધી કોઇ જવાબ નથી મળ્યો. તમે વિંધ્યના વિકાસ પુરૂષ છો અને મારુ નિવેદન છે કે, વિકાસ રીવા જિલ્લામાંથી બહાર નિકળીને સીધી સુધી પણ પહોંચે તેવી વ્યવસ્થા કરો. સ્વાસ્થય મંત્રી તરીકે હું તમને જવાબદારી સોંપુ છું કે, તમે 7 કરોડ રૂપિયા શોધી લાવો અને અમને જણાવો કે તે ગાયબ ક્યા થઇ ગયા? "

પાઠકે કહ્યું મે કાંઇ જ ખોટુ કર્યું નથી

રીતિ પાઠકે જણાવ્યું કે, યોગ્ય સમય હતો, સ્વાસ્થય મંત્રી હાજર હતા, જેથી મે મારી વાત રજુ કરી. હોસ્પિટલમાં ડોક્ટરો, નર્સો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કમી છે. જેથી મંત્રીજીને ટકોર કરવી જરૂરી હતી.

આ પણ વાંચો : UCCની જરૂરી નથી, કાયદા પંચના અહેવાલ પર કોંગ્રેસનો મોટો દાવો કર્યો

કોંગ્રેસ અધ્યક્ષે કર્યો વ્યંગ

ભાજપ ધારાસભ્યનો વીડિયો સામે આવ્યા બાદ મધ્યપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવારીએ સોશિયલ મીડિયા અકાઉન્ટ X પર લખ્યું કે, ધારાસભ્યનુ પણ કોઇ સાંભળતું નથી, તો સામાન્ય નાગરિકોની તો શું હેસિયત? સવાલ એ છે કે ઉપમુખ્યમંત્રી જેવા કેટલા નેતાઓ છે જે માત્ર પોતાના જિલ્લા પુરતા જ સીમિત થઇ ચુક્યા છે અને સંપુર્ણ તાકાત સાથે લોક પોલિટિક્સ એન્જોય કરી રહ્યા છે? સરકાર એ પણ જણાવે કે 7 કરોડ રૂપિયા ગયા ક્યાં? જો જિલ્લામાં આવી સ્થિતિ છે તો 55 જિલ્લાઓમાં કેવી સ્થિતિ હશે? લૂંટનું આ પરિવહન ક્યાં સુધી ચાલશે?

બીજી તરફ વિધાનસભામાં વિપક્ષના નેતા ઉમંગ સિંઘારે કહ્યું કે, પોતાની જ સરકારથી ધારાસભ્યો પીડિત છે. ભાજપના જ ધારાસભ્યોનું તેમના જ સીનિયર નેતાઓ નથી સાંભળતા. તો સામાન્ય જનતાનું તો કોણ સાભળતું હશે? ભાજપ રાજમાં સ્થિતિ એવી છે કે, કોઇનું કોઇ સાંભળી નથી રહ્યું. બધા જ રાજ્યને લૂંટવામાં લાગેલા છે.

આ પણ વાંચો : Turkey ના રિસોર્ટમાં લાગી ભીષણ આગ, 66ના મોત,અનેક ગંભીર રીતે દાઝ્યા

Tags :
Advertisement

.

×