Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

બંગાળમાં BJP ની જીત જનતાના દબાયેલા ગુસ્સાનો વિસ્ફોટ: બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીન

BJP West Bengal Victory Taslima Nasreen : બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને બંગાળમાં ભાજપની જીતને જનતાના વર્ષોથી દબાયેલા આક્રોશનો વિસ્ફોટ ગણાવ્યો છે. તેમના મતે, આ માત્ર સત્તા પરિવર્તન નથી પરંતુ તૃણમૂલ કૉંગ્રેસના ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણ અને અહંકાર વિરુદ્ધનો જનાદેશ છે. તેમણે બંગાળની સાંસ્કૃતિક વિરાસત અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના પતન અંગે પણ આ લેખમાં ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
બંગાળમાં bjp ની જીત જનતાના દબાયેલા ગુસ્સાનો વિસ્ફોટ  બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીન
Advertisement

. તૃણમૂલ સરકાર પર ભ્રષ્ટાચાર, મુસ્લિમ તુષ્ટિકરણ અને સત્તાના અહંકારના ગંભીર આરોપો લગાવ્યા
. શિક્ષિત મધ્યમ વર્ગ અને સરકારી કર્મચારીઓની નારાજગી ભાજપની જીતનું મુખ્ય પરિબળ બની
. લેખિકાએ બૌદ્ધિક વર્ગના સત્તા સામે ઝુકાવ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા નબળી પડવા પર પ્રહાર કર્યા

BJP West Bengal Victory Taslima Nasreen : બાંગ્લાદેશી લેખિકા (Bangladeshi author) તસ્લીમા નસરીન (Taslima Nasreen) એ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પરિણામો (West Bengal Assembly Election Results) પર લાંબો આર્ટિકલ લખતા આને માત્ર સત્તા પરિવર્તન નહીં, પણ જનતાની અંદર વર્ષોથી એકઠા થયેલા ગુસ્સા, નિરાશા અને અસંતોષનો વિસ્ફોટ હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યુ છે કે લોકોએ માત્ર ભાજપને સત્તામાં લાવવા માટે વોટ કર્યા નથી, પરંતુ તેનાથી પણ વધુ તૃણમૂલ કૉંગ્રેસને હરારવા માટે મતદાન કર્યું છે.

Advertisement

ક્યારેક પરિવર્તનનું પ્રતીક હતી TMC : તસ્લીમા નસરીન (Taslima Nasreen)

તસ્લીમા નસરીને પોતાના આર્ટિકલમાં આરોપ લગાવ્યો છે કે જે પાર્ટી ક્યારેક પરિવર્તનનું પ્રતીક હતી, તે સમયની સાથે ભ્રષ્ટાચાર, સત્તાના અહંકાર અને પક્ષપાતપૂર્ણ રાજનીતિની ઓળખ બની ગઈ છે. તેમણે લેખમાં કહ્યું છે કે તૃણમૂલ કૉંગ્રેસની સરકાર પર લાંબા સમયથી મુસ્લિમ તુષ્ટિકરણ (Muslim appeasement) , પ્રશાસન અને પોલીસના રાજકીય ઉપયોગ, શિક્ષક ભરતી ગોટાળો, કટ મની (cut money) સંસ્કૃતિ અને સ્થાનિક નેતાઓની અચાનક વધેલી સંપત્તિ જેવા આરોપ લાગતા રહ્યા છે.

Advertisement

તેમણે કહ્યુ છે કે રાજ્યમાં કલ્યાણકારી યોજનાઓ છતાં વિપક્ષ જનતાની વચ્ચે એ ધારણા બનાવવામાં સફળ રહ્યું છે કે વિકાસના સ્થાને ભથ્થાં દ્વારા વોટ ખરીદાય રહ્યા છે. સરકારી કર્મચારીઓમાં ડીએ (DA) આંદોલન, નોકરીને લઈને નારાજગી અને પ્રશાસનથી વધતા અંતરે પણ શિક્ષિત મધ્યમ વર્ગને તૃણમૂલ કૉંગ્રેસથી દૂર કર્યો.

આ પણ વાંચો: 5 રાજ્યોમાં 2026માં ઘટયા Muslim MLA, બંગાળમાં 15 વર્ષમાં 59માંથી 40 થયા

મમતા રાજમાં મળ્યો નથી ન્યાય

બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને ચૂંટણી હિંસા, બૂથ કેપ્ચરિંગ, વિપક્ષી કાર્યકર્તાઓ પર હુમલા અને મહિલાઓની સુરક્ષાને પણ મોટો મુદ્દો જણાવ્યો છે. તેમના પ્રમાણે ઘણાં મામલાઓમાં ન્યાય મળ્યો નથી અને સત્તા પક્ષની અસંવેદનશીલ ટીપ્પણીઓએ સામાન્ય લોકોમાં ઊંડી નારાજગી પેદા કરી છે.

મમતા બેનર્જી (Mamata Benerjee) ને લઈને લેખિકા તસ્લીમા નસરીને લખ્યું છે કે લાંબા સમય સુધી સત્તામાં રહેવાના કારણે તેમની આસપાસ વ્યક્તિપૂજા, અત્યાધુનિક કેન્દ્રીકરણ અને સત્તાના અહંકારનો માહોલ બની ગયો. વિપક્ષ જનતાની વચ્ચે એ સંદેશ સ્થાપિત કરવામાં સફળ રહ્યું છે કે બંગાળ હવે તમને ચાહતું નથી.

પોતાના લેખમાં તસ્લીમા નસરીને બંગાળની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યુ છે કે બંગાળ માત્ર એક ભૂભાગ નથી, પરંતુ પુનર્જાગરણ, સ્વતંત્ર ચિંતન અને માનવતાવાદની ધરતી રહ્યું છે. તેમણે રાજા રામમોહન રૉય, સ્વામી વિવેકાનંદ, રવિન્દ્રનાથ ટૈગોર, સુભાષચંદ્ર બોઝ અને કાજી નજરુલ ઈસ્લામ જેવા વિચારકોનો ઉલ્લેખ કરીને કહ્યુ છે કે આ બંગાળ ક્યારેક સ્વતંત્ર વિચાર અને વિરોધનો અવાજ રહ્યું છે.

આ પણ વાંચો: જનાદેશનો અનાદર કરનારા મમતા બેનર્જીને West Bengal ના CMO માંથી તાત્કાલિક તગેડો

કમજોર પડી અભિવ્યક્તિની સ્વતંત્રતા

તેમણે આરોપ લગાવ્યો છે કે આજે બંગાળનો મોટો સાંસ્કૃતિક અને બૌદ્ધિક વર્ગ સત્તાની નજીક દેખાઈ છે. લેખિકા પ્રમાણે, કલાકાર, લેખક અને બુદ્ધિજીવી હવે સ્વતંત્ર અવાજના સ્થાને સત્તા સમર્થક છબીમાં દેખાય છે. તેમણે કહ્યું છે કે જ્યારે કલા અને સાહિત્ય સત્તા તથા સુવિધાઓની આગળ ઝુકી જાય છે, ત્યારે અભિવ્યક્તિની સ્વતંત્રતા નબળી પડી જાય છે.

તસ્લીમા નસરીને પોતાના અંગત અનુભવોનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે પહેલા કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સિસ્ટ) (CPM) સરકારે તેમના પુસ્તક પર પ્રતિબંધ લગાવ્યો અને બાદમાં તૃણમૂલ કૉંગ્રેસની સરકારે પણ તેમને બંગાલ પાછા ફરવાની મંજૂરી આપી. તેમણે આ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો ગણાવ્યો. તેમણે કહ્યુ છે કે માત્ર સરકાર બદલવાથી સમાજ નહીં બદલાય. સમાજ ત્યારે બદલાય છે, જ્યારે લેખક, પત્રકાર, શિક્ષક અને કલાકાર સત્તાથી ડરવાનું છોડી દે અને સાચું બોલવાનું સાહસ જાણવી રાખે. તેમના પ્રમાણે, બંગાળની સામે સૌથી મોટો સવાલ એ છે કે શું તે પોતાની ઉદાર, માનવતાવાદી અને તાર્કિક પરંપરાઓની તરફ પાછા ફરશે અથવા માત્ર નફરત અને ધ્રુવીકરણની રાજનીતિમાં વધુ આગળ વધશે.

આ પણ વાંચો: Operation Sindoor: US ડિફેન્સ એક્સપર્ટે જણાવ્યું-72 કલાકમાં ભારતે પાકિસ્તાનને કેવી રીતે ચટાડી ધૂળ?

Tags :
Advertisement

.

×