Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BJP ની જીત લગભગ નિશ્ચિત, જાણો કોણ બની શકે છે મુખ્યમંત્રી

Delhi New CM : દિલ્હીમાં મતદાન બાદ આવેલા એક્ઝિટ પોલમાં ભાજપ સરકાર બનાવતી જોવા મળી રહી છે. જો કે પ્રાથમિક રીતે હાલનાં વલણો જોતા એક્ઝિટ પોલના પરિણામો ચૂંટણી પરિણામો સાથે મેળ ખાઇ રહ્યા છે
bjp ની જીત લગભગ નિશ્ચિત  જાણો કોણ બની શકે છે મુખ્યમંત્રી
Advertisement
  • એક્ઝિટ પોલમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી રહી છે
  • જો ભાજપની જીત થાય છે તો મુખ્યમંત્રી કોણ હશે તે પ્રશ્ન
  • ભાજપમાં હાલ 3 મહિલા નેતાઓના નામ સૌથી મોખરે

Delhi New CM : દિલ્હીમાં મતદાન બાદ આવેલા એક્ઝિટ પોલમાં ભાજપ સરકાર બનાવતી જોવા મળી રહી છે. જો કે પ્રાથમિક રીતે હાલનાં વલણો જોતા એક્ઝિટ પોલના પરિણામો ચૂંટણી પરિણામો સાથે મેળ ખાઇ રહ્યા છે, તો પ્રશ્ન એ ઊભો થાય છે કે દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ હશે. ભાજપ કયા ચહેરાને દિલ્હીની કમાન સોંપશે? ભાજપ માટે મુખ્યમંત્રી પદનો ચહેરો પસંદ કરવો એ એક મુશ્કેલ કાર્ય છે કારણ કે આ રેસમાં ઘણા મોટા ચહેરાઓ આગળ ચાલી રહ્યા છે.

એક્ઝિટ પોલના પરિણામો પછી હવે મતગણતરી ચાલી રહી છે. જેમાં ભાજપ અન્ય તમામ પક્ષો કરતા ઘણુ આગળ ચાલી રહ્યું છે. જો કે ચૂંટણી પ્રચાર સમયે જ ઘણા એવા નેતાઓ હતા જેમના ભાષણો જોઈને એવું લાગતું હતું કે, તેઓ પોતાને CM પદની રેસમાં જુએ છે. જોકે, ભાજપમાં એક મોટી ખાસિયત છે કે, પાર્ટીમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સિવાય, બીજા કોઈને ખબર નથી કે કોઈ રાજ્યના મુખ્યમંત્રી કોણ બનશે. આ રેસમાં આગળ રહેલા મોટા નામોમાં, સૌથી મહત્વપૂર્ણ નામ પ્રવેશ સાહિબ સિંહ વર્માનું છે. આ ઉપરાંત, ઉત્તર-પૂર્વ દિલ્હીથી ત્રીજી વખત સાંસદ મનોજ તિવારી, નવી દિલ્હીથી સાંસદ બાંસુરી સ્વરાજ, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને મીનાક્ષી લેખીના નામ પણ મુખ્યમંત્રી પદની રેસમાં છે.

Advertisement

ભાજપની રણનીતિ શું છે?

ભાજપ કોઈપણ રાજ્યમાં મુખ્યમંત્રી કેવી રીતે બનાવે છે અને તેની રણનીતિ શું છે તે આજ સુધી કોઈ સમજી શક્યું નથી. પછી તે યુપી હોય, એમપી હોય, રાજસ્થાન હોય કે છત્તીસગઢ હોય. જ્યાં યુપીમાં યોગી આદિત્યનાથને અચાનક સાંસદમાંથી મુખ્ય મંત્રી બનાવી દેવાયા. મધ્યપ્રદેશના લોકપ્રિય નેતા શિવરાજ સિંહ ચૌહાણને હટાવીને તેમના સ્થાને મોહન યાદવને રાજ્યની કમાન સોંપવામાં આવી અને બાદમાં શિવરાજને કેન્દ્રીય મંત્રી તરીકે દિલ્હી લાવવામાં આવ્યા. તેવી જ રીતે, રાજસ્થાનમાં, વસુંધરા રાજેનું વર્ચસ્વ સમાપ્ત થયું અને તેમના સ્થાને ભજનલાલ શર્માને લાવવામાં આવ્યા. છત્તીસગઢમાં પણ રમણ સિંહને હટાવીને આદિવાસી ચહેરો વિષ્ણુ દેવ સાંઈને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.

Advertisement

મુખ્યમંત્રી પદ માટે આ નામ સૌથી આગળ છે

દિલ્હીના મુખ્યમંત્રી પદની રેસમાં પ્રવેશ વર્માનું નામ સૌથી આગળ છે કારણ કે ભાજપે તેમને નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલ સામે મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત, તેઓ મહેરૌલીથી બે વખત સાંસદ અને ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમના પિતા સાહિબ સિંહ વર્મા પણ દિલ્હીના મુખ્યમંત્રી હતા. આ પછી, મનોજ તિવારી પણ દિલ્હીના રાજકારણમાં એક મોટું નામ છે. તેઓ દિલ્હી ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે અને સતત ત્રીજી વખત ઉત્તર પૂર્વ દિલ્હીથી સાંસદ તરીકે ચૂંટાયા છે. આ વખતે, ભાજપે દિલ્હીની સાતમાંથી છ લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવારો બદલ્યા હતા, પરંતુ મનોજ તિવારીની ટિકિટ રદ કરવામાં આવી ન હતી.  આ ઉપરાંત આ વિધાનસભામાં આપ અને ભાજપ બંન્ને તરફથી સૌથી વધારે ચર્ચાસ્પદ રહેલું નામ રમેશ બિધુડી પણ આ રેસમાં હોઇ શકે છે.

ભાજપ મહિલાને પણ મુખ્યમંત્રી બનાવી શકે છે

જો ભાજપ દિલ્હીમાં મહિલા મતદારોને જાળવી રાખવા માંગે છે, તો તે દિલ્હીને મહિલા મુખ્યમંત્રી પણ આપી શકે છે, અગાઉ ભાજપે સુષ્મા સ્વરાજના રૂપમાં મહિલા મુખ્યમંત્રી આપ્યા હતા. આ વખતે મહિલા મુખ્યમંત્રી પદ માટે ત્રણ મુખ્ય દાવેદાર છે. જેમાં સ્મૃતિ ઈરાની, મીનાક્ષી લેખી અને બાંસુરી સ્વરાજનો સમાવેશ થાય છે. સ્મૃતિ ઈરાની અને મીનાક્ષી લેખી કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે, જ્યારે બાંસુરી પહેલી વાર સાંસદ બન્યા છે અને સુષ્મા સ્વરાજની પુત્રી છે.

ભાજપ તેમને દિલ્હીમાં ડેપ્યુટી સીએમ બનાવી શકે છે

જોકે, દિલ્હીના મુખ્યમંત્રી પદની રેસમાં જે નામો પર વિચાર થઈ રહ્યો છે તેમાંથી કોઈપણ નામને મુખ્યમંત્રી પદ મળે તે જરૂરી નથી. એવું પણ શક્ય છે કે સંગઠનમાંથી કોઈ નેતાને લાવીને દિલ્હીની કમાન સોંપવામાં આવે અને આમાંથી કોઈપણ બે મોટા ચહેરાઓને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે. જો આપણે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં તાજેતરની ચૂંટણીઓ પર નજર કરીએ તો એવું લાગે છે કે દિલ્હીના મુખ્યમંત્રી જે પણ બનશે, જાતિ અને પ્રાદેશિક સમીકરણોને સંતુલિત કરવા માટે બે મોટા નેતાઓને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે.

Tags :
Advertisement

.

×