Jammu kashmir માં બ્લેક આઉટ, થયો બ્લાસ્ટ, લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ
Jammu kashmir : જમ્મુમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો છે આ પછી હવામાં સાયરન વગાડવામાં આવ્યા અને આખા જમ્મુમાં અંધારપટ છવાઈ ગયો. લોકોને પોતાના ઘરોમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. પાકિસ્તાનથી જમ્મુમાં અનેક ડ્રોન મોકલવામાં આવ્યા હતા, ત્યારબાદ બ્લેકઆઉટ લાદવામાં આવ્યું હતું અને અખનૂરમાં સાયરનનો અવાજ સંભળાયો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલા આ ડ્રોનને તોડી પાડ્યા.
ભારતના S-400 એ 8 પાકિસ્તાની મિસાઇલો તોડી પડ્યું
ભારત અને પાકિસ્તાન હવે યુદ્ધની અણી પર ઉભા છે, ગુરુવારે રાત્રે લગભગ 8-30 વાગ્યે જમ્મુ શહેરમાં ગોળીબાર અને તોપમારાનો અવાજ સંભળાયો. ગોળીબાર વચ્ચે-વચ્ચે ચાલુ છે. જેના કારણે લોકો ડરી ગયા છે. આ દરમિયાન, જમ્મુ એરપોર્ટ, આર અસપુરા અને સાંબા પર બ્લેકઆઉટ લાદવામાં આવ્યું છે. સાયરન પણ વાગી ગયા છે. મોબાઈલ નેટવર્ક પણ કામ કરી રહ્યા નથી. સતવારી કેમ્પ પર હુમલાના સમાચાર છે. બીજી તરફ, કુપવાડામાં પણ ભારે ગોળીબાર થયો છે. પરંતુ ભારતના S-400 એ 8 પાકિસ્તાની મિસાઇલો તોડી પાડી છે.
ડ્રોન અને મિસાઇલ હુમલાની શક્યતા
વિસ્ફોટના અવાજ બાદ જમ્મુમાં વાયુ સંરક્ષણ પ્રણાલી સક્રિય કરવામાં આવી છે. જમ્મુમાં 5-6 વિસ્ફોટોના અવાજ સંભળાયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ડ્રોન અને મિસાઇલ હુમલાની શક્યતા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગની આશંકા છે. જાણકારી પ્રમાણે જમ્મુ એરસ્ટ્રિપ પર રોકેટ હુમલો થયો છે. સાંબામાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબારી કરવામાં આવી રહી છે. તેને જોતા આરએસપુરા વિસ્તારમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે, અહીં સાયરન વાગી રહ્યું છે. જમ્મુ શહેરમાં મોબાઈલ નેટવર્ક કામ કરી રહ્યાં નથી.
જમ્મુમાં એલર્ટ જારી કરવામાં આવ્યું
આકાશમાં ડ્રોન દેખાતા જમ્મુમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઘણી જગ્યાએ ડ્રોન હુમલા થયા છે. જમ્મુ બાદ કાશ્મીરના કુપવાડામાં પણ ગોળીબારના સમાચાર છે. ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલીએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું. ભારતે પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો. આરએસપોરામાં પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યા. ભારતે પાકિસ્તાનની 8 મિસાઇલો તોડી પાડી.