ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Boat Accident: શ્રીનગરના દાલ સરોવરમાં બોટ પલટી ગઈ, જીવ બચાવવા પ્રવાસીઓના મરણિયાં પ્રયાસો

આજે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં દાલ સરોવર (Dal Lake) માં એક બોટ પલટી ગઈ છે. સરોવરમાં પડેલા પ્રવાસીઓ જીવ બચાવવા માટે મરણિયાં પ્રયાસો કરતા હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
06:29 PM May 02, 2025 IST | Hardik Prajapati
આજે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં દાલ સરોવર (Dal Lake) માં એક બોટ પલટી ગઈ છે. સરોવરમાં પડેલા પ્રવાસીઓ જીવ બચાવવા માટે મરણિયાં પ્રયાસો કરતા હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
Dal Lake boat accident Gujarat First

Boat Accident: જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં Dal Lake ખાતે એક મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં એક બોટ દાલ સરોવરમાં પલટી ગઈ છે. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્રવાસીઓ જીવ બચાવવા માટે મરણિયાં પ્રયાસો કરતા જોવા મળી રહ્યા છે. સ્થાનિકોને ખબર પડતાં જ તેઓ પ્રવાસીઓના જીવ બચાવવા માટે Dal Lakeમાં કુદી પડ્યા છે.

સ્થાનિક પોલીસ ઘટના સ્થળે

શ્રીનગરના Dal Lake માં એક બોટ પલટી જતા કેટલાક પ્રવાસીઓ સરોવરમાં ડૂબી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો સરોવરમાં કુદી પડ્યા અને પ્રવાસીઓની મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ સત્વરે દોડી આવી છે અને Rescue Operation શરુ કરી દીધું છે. હજુ સુધી એ જાણી શકાયું નથી કે બોટમાં કેટલા પ્રવાસીઓ સવાર હતા અને કેટલા ડૂબી ગયા ?

આ પણ વાંચોઃ  Delhi Rains 2025 : ભારે વરસાદ અને વાવાઝોડાથી વિનાશ વેરાયો, ઠેર ઠેર જળબંબાકાર

અગાઉ થયેલ ભયાનક દુર્ઘટના

Dal Lake માં ગત મહિને એપ્રિલમાં પણ બોટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. જેમાં નાવિક સહિત 4 પર્યટકો સરોવરના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જો કે સમયસર રેસ્ક્યૂ કરાતા આ પાંચેયના જીવ બચી ગયા હતા. નવેમ્બર 2023 માં દાલ સરોવરમાં થયેલ Boat Accident માં 3 બાંગ્લાદેશી પ્રવાસીઓના મૃત્યુ થયા હતા. જો કે આ પ્રવાસીઓના મોત દાલ સરોવરમાં ઊભેલા હાઉસબોટ પર આગ લાગવાને કારણે થયા હતા.

આ પણ વાંચોઃ  National Herald Case : રાહુલ-સોનિયા ગાંધીને કોર્ટની નોટિસ,જાણી શું છે મામલો

Tags :
Boat capsizes in SrinagarDal Lake boat accidentDal Lake tragedyGujarat FirstGUJARAT FIRST NEWSJammu and KashmirPolice rescuerescue-operationSrinagar boat mishapTourists drowning in Dal LakeTourists saved Dal Lakeviral video
Next Article