ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mumbai ના દરિયામાં વધુ એક દુર્ઘટના, માછીમારોની બોટ અને જહાજ ટકરાવ

Mumbai નજીક દરિયાઈ દુર્ઘટના માછીમારોની બોટ અને જહાજ ટકરાવ નેવી અને કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ મુંબઈ (Mumbai) નજીકના દરિયામાં વધુ એક બોટ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં માછીમારોની બોટ માલવાહક જહાજ સાથે અથડાઈ હતી. જો કે હાલ આ અકસ્માતમાં...
03:46 PM Dec 29, 2024 IST | Dhruv Parmar
Mumbai નજીક દરિયાઈ દુર્ઘટના માછીમારોની બોટ અને જહાજ ટકરાવ નેવી અને કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ મુંબઈ (Mumbai) નજીકના દરિયામાં વધુ એક બોટ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં માછીમારોની બોટ માલવાહક જહાજ સાથે અથડાઈ હતી. જો કે હાલ આ અકસ્માતમાં...

મુંબઈ (Mumbai) નજીકના દરિયામાં વધુ એક બોટ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં માછીમારોની બોટ માલવાહક જહાજ સાથે અથડાઈ હતી. જો કે હાલ આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી. કહેવાય છે કે, શનિવારે મોડી રાત્રે માછીમારોની એક બોટ ચીનના CALL SING BTSJ FLAG CHA કાર્ગો શિપ સાથે અથડાઈ હતી. આ અકસ્માત રાત્રે 12 વાગ્યાની આસપાસ થયો હતો.

નેવી અને કોસ્ટ ગાર્ડની ટીમે બચાવ કામગીરી હાથ ધરી...

માલવાહક જહાજ સાથે અથડાયા બાદ માછીમારોની બોટ દરિયામાં ડૂબવા લાગી હતી. માછીમારોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ડૂબતી બોટને બચાવવા માટે નજીકમાં હાજર માછીમારોની બોટ આવી પહોંચી હતી. આ ઘટનાની માહિતી મળતા જ નેવી અને કોસ્ટ ગાર્ડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ રાહત અને બચાવ કાર્ય ઝડપથી શરૂ કરવામાં આવ્યું હતું. સત્તાવાર માહિતી અનુસાર, નવી અને કોસ્ટ ગાર્ડની ટીમો તેમની ડૂબતી બોટ પર માછીમારોને મદદ કરવા ગઈકાલ રાતથી કામ કરી રહી છે. હજુ સુધી આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ હોવાની માહિતી નથી.

આ પણ વાંચો : લોકસભાની ચૂંટણીમાં પ્રવાસી ભારતીયોના મતદાનમાં નોંધપાત્ર ઘટાડો, ચૂંટણી પંચના ચોંકાવનારા આંકડા

18 મી ડિસેમ્બરે એક મોટો અકસ્માત થયો હતો...

આ પહેલા 18 ડિસેમ્બરે નેવીની બોટ મુંબઈ (Mumbai)ના દરિયાકાંઠે પેસેન્જર બોટ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા હતા. નૌકાદળનું જહાજ એન્જિન પરીક્ષણ માટે જઈ રહ્યું હતું, પરંતુ સાંજે 4 વાગ્યે તેણે નિયંત્રણ ગુમાવ્યું અને કારંજા પાસે નીલકમલ નામની બોટ સાથે અથડાઈ. આ બોટ મુસાફરોને ગેટવે ઓફ ઈન્ડિયાથી લોકપ્રિય પર્યટન સ્થળ 'એલિફન્ટા' ટાપુ પર લઈ જઈ રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફેરીમાં 80 મુસાફરોની ક્ષમતા હતી અને તે ઘટનાના લગભગ 45 મિનિટ પહેલા ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા આઈલેન્ડ માટે રવાના થઈ હતી. આ અકસ્માત જવાહર ટાપુ પાસે થયો હતો.

આ પણ વાંચો : 'બંધારણ દરેક કસોટીમાં ખરું ઉતર્યુ', મન કી બાતમાં PM મોદીએ કહ્યું

Tags :
boat collisioncargo shipcargo ship boat collisionGUJARAT FIRST NEWSGujarati NewsIndiaMUMBAINationalvideo of accident
Next Article