Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સંગમમાં ડૂબકી લગાવી સુનીલ શેટ્ટી થયા ભાવ વિભોર! ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે કરી Exclusive વાત

જાણીતા બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટી મહાકુંભમાં આસ્થા ડૂબકી લગાવવા માટે પ્રયાગરાજ પહોંચ્યા છે, જ્યાં તેમણે ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી હતી.
સંગમમાં ડૂબકી લગાવી સુનીલ શેટ્ટી થયા ભાવ વિભોર  ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે કરી exclusive વાત
Advertisement
  • અભિનેતા સુનીલ શેટ્ટી પહોંચ્યા પ્રયાગરાજ
  • મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકી
  • અરેલ VIP ઘાટ થી પહોંચ્યા ત્રિવેણી સંગમ
  • કુંભ મેળાના અદ્ભુત આયોજનથી થયા પ્રભાવિત
  • ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે કરી એક્ષ્ક્લુઝીવ વાત
  • સંગમમાં ડૂબકી લગાવી અભિનેતા થયા ભાવ વિભોર
  • સરકાર દ્વારા કરેલી વ્યવસ્થાના કર્યા ભરપૂર વખાણ

Mahakumbh 2025 : જાણીતા બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટી મહાકુંભમાં આસ્થા ડૂબકી લગાવવા માટે પ્રયાગરાજ પહોંચ્યા છે, જ્યાં તેમણે ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. તેઓ અરેલ VIP ઘાટ મારફતે સંગમ તટે પહોંચ્યા અને આ વિશાળ આધ્યાત્મિક મેળાના ભવ્ય આયોજનથી ખૂબ પ્રભાવિત થયા હતા. મહાકુંભમાં પવિત્રતાનો અનુભવ કરી તેમણે સરકાર દ્વારા કરાયેલા વ્યવસ્થાઓની પ્રશંસા કરી. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં, તેમણે કુંભના દિવ્ય માહોલ અને પવિત્રતાને લઈને પોતાના મંતવ્ય રજૂ કર્યા. પવિત્ર સંગમમાં ડૂબકી લગાવ્યા બાદ તેઓ ભાવવિભોર થયા અને આ પવિત્ર ક્ષણોને જીવનભર યાદગાર ગણાવી.

Advertisement

સુનીલ શેટ્ટી પહોંચ્યા પ્રયાગરાજ

આસ્થાના સૌથી અતુલ્ય કુંભ સમો મહાકુંભ તીર્થનગરી પ્રયાગમાં ચાલી રહ્યો છે. તેવામાં આજે માઘ પૂર્ણિમાએ બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટી પ્રયાગરાજ પહોંચ્યા છે. અરેલ VIP ઘાટથી ત્રિવેણી સંગમ પહોંચ્યા બાદ સુનીલ શેટ્ટીએ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી. સુનીલ શેટ્ટી કુંભ મેળાના અદ્ભુત આયોજનથી પ્રભાવિત થયા. ગુજરાત ફર્સ્ટની ટીમ સાથે તેમણે EXCLUSIVE વાતચીત કરી અને UP સરકાર દ્વારા કરેલી વ્યવસ્થાના કર્યા ભરપૂર વખાણ.

Advertisement

અનિલ કુંબલે તેમની પત્ની સાથે પહોંચ્યા મહાકુંભ

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર ​​અનિલ કુંબલે પણ તેમની પત્ની ચેતના રામતીર્થ સાથે પ્રયાગરાજમાં મહાકુંભ (મહાકુંભ 2025) માં પહોંચ્યા છે. ભારત સહિત દુનિયાભરમાંથી ઘણા ભક્તો મહાકુંભમાં પહોંચી રહ્યા છે, જેમાં હવે અનિલ કુંબલે પણ જોડાયા છે. કુંબલે પહેલા ટીમ ઈન્ડિયાના તમામ ક્રિકેટરો મહાકુંભમાં પહોંચી ચૂક્યા છે. કુંબલે પહેલા ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ બેટ્સમેન સુરેશ રૈના અને વર્તમાન બેટ્સમેન મયંક અગ્રવાલ મહાકુંભમાં પહોંચ્યા હતા. ઘણી મોટી હસ્તીઓએ સંગમમાં ડૂબકી લગાવી છે.

Advertisement

સુરેશ રૈના પણ તેમની પત્ની સાથે પહોંચ્યા

ટીમ ઈન્ડિયાના કોચ અનિલ કુંબલેએ તેમની પત્ની સાથે સંગમમાં ડૂબકી લગાવી. સુરેશ રૈના પણ તેમની પત્ની સાથે પહોંચ્યા છે. જણાવી દઈએ કે અનિલ કુંબલેએ સોશિયલ મીડિયા દ્વારા મહાકુંભમાં પહોંચવાની તસવીરો શેર કરી હતી. આ દરમિયાન તે સંગમમાં ડૂબકી લગાવતા જોવા મળ્યા હતા. તસવીરોના કેપ્શનમાં, અનુભવી કુંબલેએ લખ્યું, "નસીબદાર."

આ પણ વાંચો :  મહામંડલેશ્વર પદ માટે મમતા કુલકર્ણી પાસેથી આટલા લાખ રૂપિયા માંગવામાં આવ્યા હતા

Tags :
Advertisement

.

×