Bollywood અભિનેતા રણવીર સિંહને ધમકીવાળો મેસેજ, કરોડોની ખંડણી માંગી
. અભિનેતા Ranveer Singh ને વ્હોટ્સએપ પર એક વૉઈસ નોટ દ્વારા કરોડો રૂપિયાની ખંડણી માંગતો ધમકીભર્યો મેસેજ મળ્યો
. આ ઘટના ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના જૂહુ સ્થિત નિવાસસ્થાન પર થયેલા ગોળીબારના થોડા જ સમય બાદ બની છે
. મુંબઈ પોલીસે રણવીર સિંહની સુરક્ષામાં વધારો કર્યો છે અને ધમકી આપનાર શખ્સની ભાળ મેળવવા તપાસ તેજ કરી છે
Ranveer Singh extortion threat : મુંબઈથી હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે. રોહિત શેટ્ટી (Rohit Shety)ના ઘર પર ફાયરિંગ બાદ હવે બૉલીવુડ અભિનેતા રણવીરસિંહ (Ranveer Singh) પાસે કરોડોની ખંડણી માંગવામાં આવી છે. જણાવવામાં આવે છે કે રણવીરસિંહના વ્હોટ્સએપ પર એક વૉઈસ નોટ મળી છે, જેમાં તેમની પાસેથી કરોડો રૂપિયાની ખંડણીની માગણી કરવામાં આવી છે.
ધમકીવાળો મેસેજ આવ્યા બાદ અભિનેતા રણવીરસિંહે મુંબઈ પોલીસને આની જાણકારી આપી છે. ધમકીવાળો મેસેજ મળતા જ પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે અને અભિનેતાના ઘરની બહાર સુરક્ષામાં વધારો કર્યો છે. હાલ પોલીસ એ ભાળ મેળવવામાં લાગી છે કે ધમકીવાળો મેસેજ કોણે મોકલ્યો છે.
આ પણ વાંચો: 'Bollywood ના 90% લગ્નો નકલી'!: પ્રતીક સ્મિતા પાટિલ અને પ્રિયા બેનર્જીનો દાવો
ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના ઘર બહાર થયો હતો ગોળીબાર
મહત્વપૂર્ણ છે કે ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના આવાસની બહાર તાજેતરમાં થયેલા ગોળીબારની ઘટના બોલીવુડની કોઈ હસ્તી દ્વારા સુરક્ષા ખતરાાનો સામનો કરવાનો આ પહેલો મામલો નથી. રવિવારે સવારે મુંબઈના જૂહુ વિસ્તારમાં આવેલા રોહિત શેટ્ટીના ઘરની બહાર ફાયરિંગ થયું, તેની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. પુણે પોલીસે આ માલામાં પાંચ લોકોને કસ્ટડીમાં લીધા છે.
પ્રારંભિક તપાસમાં પોલીસે પુષ્ટિ કરી છે કે કસ્ટડીમાં લેવાયેલા લોકો કથિતપણે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા છે. પોલીસ મુજબ, હુમલાખોરોએ મુંબઈના જૂહુ વિસ્તારમાં આવેલી નવ માળની ઈમારતના પહેલા માળ પર રાત્રે લગભગ 12.45 કલાકે ગોળીબાર કર્યો. ઓછામાં ઓછી પાંચ ગોળીઓ ચલાવવામાં આવી, જેમાંથી એક ગોળી ઈમારતની અંદર આવેલા જિમના કાંચની સામેના ભાગમાં વાગી.
ઘટના બાદ ગેંગ દ્વારા સોશયલ મીડિયા પોસ્ટના માધ્યમથી હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી હતી. તેના પછી કથિતપણે અર્જૂ બિશ્નોઈ નામના ગેંગસ્ટરે એક ઓડિયો સંદેશ જાહેર કર્યો, જેમાં તેણે ગોળીબારની જવાબદારી લીધી હતી.
આ પણ વાંચો: Mumbai : રોહિત શેટ્ટીના ઘરની બહાર 4 રાઉન્ડ ફાયરિંગ, પોલીસ અને ફોરેન્સિક ટીમે હાથ ધરી તપાસ


