Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Mumbai : મુંબઈ એરપોર્ટ પર કરોડો રુપિયાની ઝડપાઈ દાણચોરી,એવી રીતે છુપાવ્યું સોનું કે DRI પણ રહી ગઈ દંગ

Mumbai : દેશમાંથી ઘણી વખત દાણચોરી ઝડપાયાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે મુંબઈ એરપોર્ટ પર ફરી એક દાણચોરીની ઘટના બની છે. તાજેતરમાં પ્રખ્યાત વેબ સિરીઝ તસ્કરી જેવી સ્થિતિ મુંબઈ એરપોર્ટ પર સર્જાઈ છે. શુક્રવારે મુંબઈમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ આંતરરાષ્ટ્રીય કુરિયર દ્વારા સોનાની દાણચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો ત્યારે આવી જ ઘટના પ્રકાશમાં આવી છે.
mumbai   મુંબઈ એરપોર્ટ પર કરોડો રુપિયાની ઝડપાઈ દાણચોરી એવી રીતે છુપાવ્યું સોનું કે dri પણ રહી ગઈ દંગ
Advertisement
  • Mumbai : મુંબઈ એરપોર્ટ પરથી ઝડપાઈ દાણચોરી
  • સાઉદી અરેબિયાથી ભારત આવ્યું હતુ સોનું
  • DRI કોરડોના સોના સાથે 2 લોકોની કરી ધરપકડ

Mumbai : દેશમાંથી ઘણી વખત દાણચોરી ઝડપાયાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે મુંબઈ એરપોર્ટ પર ફરી એક દાણચોરીની ઘટના બની છે. તાજેતરમાં પ્રખ્યાત વેબ સિરીઝ તસ્કરી જેવી સ્થિતિ મુંબઈ એરપોર્ટ પર સર્જાઈ છે. શુક્રવારે મુંબઈમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ આંતરરાષ્ટ્રીય કુરિયર દ્વારા સોનાની દાણચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો ત્યારે આવી જ ઘટના પ્રકાશમાં આવી છે.

મળતી માહિતી અનુસાર DRI મુંબઈ ઝોનની ટીમે 1.815 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું, જેની અંદાજિત કિંમત બજારમાં આશરે ₹2.89 કરોડ છે. આ કેસના સંદર્ભમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

Mumbai : સાઉદી અરેબિયાથી ભારતમાં પહોંચ્યું હતું કન્સાઈનમેન્ટ

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોનાનો આ કન્સાઈનમેન્ટ સાઉદી અરેબિયાના રિયાધથી મુંબઈના ઇન્ટરનેશનલ કુરિયર ટર્મિનલ પર પહોંચ્યો હતો. બાતમીના આધારે, DRI એ તપાસ માટે કન્સાઈનમેન્ટને અટકાવ્યું. પ્રારંભિક તપાસમાં કુરિયર પાર્સલ શંકાસ્પદ જણાયું. ત્યારબાદ, અધિકારીઓએ પાર્સલની તપાસ કરી અને સોનું જપ્ત કર્યું.

Advertisement

સર્ચ ઓપરેશનમાં શું મળ્યું ?

તપાસ દરમિયાન, DRI ટીમને પાર્સલમાં એક ગ્રાઇન્ડીંગ મશીન મળી આવ્યું, જેનાથી અધિકારીઓમાં શંકા જાગી. જોકે, જ્યારે મશીન ખોલવામાં આવ્યું અને ગિયર તૂટેલા હતા, ત્યારે અંદરથી 32 સોનાના ટુકડા મળી આવ્યા. સોનું એવી રીતે છુપાવવામાં આવ્યું હતું કે કોઈ તેને શોધી ન શકે. ટીમે તાત્કાલિક સોનું જપ્ત કર્યું.

યુવક અને તેના સાથી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી સમગ્ર દાણચોરી નેટવર્ક અને તેમાં સામેલ અન્ય વ્યક્તિઓનો પર્દાફાશ થાય. આરોપીઓમાંથી એક કુરિયર કન્સાઇન્મેન્ટ મેળવવા પહોંચ્યો હતો, જ્યારે બીજો કન્સાઇન્મેન્ટના ક્લિયરન્સ માટે KYC દસ્તાવેજો ગોઠવવામાં સામેલ હતો.

એજન્સી એ પણ તપાસ કરી રહી છે કે શું સોનું કે અન્ય કિંમતી ધાતુઓ પહેલા સમાન કુરિયર દ્વારા ભારતમાં મોકલવામાં આવી છે. હાલમાં તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો ------ ઉત્તર ભારતમાં મોસમનો મિજાજ બદલાયો, Shimla માં Snowfall થી રસ્તા બંધ, એડવાઈઝરી જારી

Tags :
Advertisement

.

×