રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર ટિપ્પણી કરવા બદલ સોનિયા ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ
- દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ ભાજપના સાંસદો તરફથી સોનિયા ગાંધીને વિશેષાધિકાર ભંગની નોટિસ
- ભાજપના સાંસદોએ સોમવારે રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ રજૂ કર્યો
- ભાજપના સાંસદોએ કહ્યું, સોનિયા ગાંધીની ટિપ્પણી રાષ્ટ્રપતિના કાર્યાલયની પ્રતિષ્ઠા અને ગરિમાને ઓછી કરે છે
Sonia Gandhi served with a breach of privilege notice : રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીને 31 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોમાં સંયુક્ત સંબોધન પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ ભાજપના સાંસદો તરફથી વિશેષાધિકાર ભંગની નોટિસનો સામનો કરવો પડ્યો. ભાજપના સાંસદોએ સોમવારે રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ રજૂ કર્યો.
નોંધનીય છે કે, સોનિયા ગાંધીએ કેમેરા સામે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ મુર્મુ તેમના લગભગ એક કલાક લાંબા ભાષણના અંતમાં ખૂબ થાકી ગયા હતા. તેઓને બોલવામાં મુશ્કેલી થતી હતી, બીચારા
નોટિસમાં, ભાજપના સાંસદોએ કહ્યું કે સોનિયા ગાંધીની ટિપ્પણી દેશના સર્વોચ્ચ બંધારણીય સત્તાવાળા રાષ્ટ્રપતિના કાર્યાલયની પ્રતિષ્ઠા અને ગરિમાને ઓછી કરે છે.
આવી ટીપ્પણીઓ પદની ગરિમાને તો ઓછી કરે જ છે પરંતુ સંસદીય પ્રક્રિયાઓ અને પરંપરાઓની પવિત્રતાનું પણ ઉલ્લંઘન કરે છે.
બીજેપી સાંસદોએ કહ્યું કે, સંસદીય નીતિશાસ્ત્ર અને આચારસંહિતા મુજબ કોઈ પણ સભ્યએ અન્ય વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલવા જોઈએ નહીં. તેમણે આરોપ લગાવ્યો કે આવી ટિપ્પણીઓ સોનિયા ગાંધીની ભદ્ર અને આદિવાસી વિરોધી માનસિકતાની સ્પષ્ટ અભિવ્યક્તિ છે.
આ પણ વાંચો : દિલ્હીમાં પ્રચાર પડઘમ શાંત, 5મી ફેબ્રુઆરીએ મતદાન, ECએ એક્ઝિટ પોલ પર આ માર્ગદર્શિકા જારી કરી