LoC Drone Sighting : જમ્મુ અને કાશ્મીરમાં LoC નજીક 72 કલાકમાં બીજી વખત જોવા મળ્યા શંકાસ્પદ ડ્રોન, સુરક્ષામાં કરાયો વધારો
- LoC Drone Sighting : આંતરરાષ્ટ્રીય સરહદ પર ફરી જોવા મળ્યા શંકાસ્પદ ડ્રોન
- 72 કલાકમાં બીજી વખત ડ્રોન જોવા મળતા સુરક્ષામાં વધારો
- આ અગાઉ પણ અનેક જગ્યાએ જોવા મળ્યા હતા શંકાસ્પદ ડ્રોન
LoC Drone Sighting : જમ્મુ અને કાશ્મીરના સરહદી વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વારંવાર ડ્રોન ગતિવિધિઓ જોવા મળી રહી છે. 26મી જાન્યુઆરી પહેલા શંકાસ્પદ ડ્રોન જોવા મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. સાંબા પછી, રાજૌરી જિલ્લાના કેરી સેક્ટરના ડુંગા ગાલા વિસ્તારમાં LoC રેખા નજીક એક પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યાની જાણ થતા જ ભારતીય આર્મી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. જેના પગલે ડ્રોન પાછુ ફર્યું હતું. જો કે સમગ્ર વિસ્તારમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ડ્રોનની જોવા મળ્યા બાદ સમગ્ર વિસ્તારમાં આર્મી સેના દ્વારા એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સેના અને સુરક્ષા એજન્સીઓ સમગ્ર ઘટના પર નજર રાખી રહી છે. સુરક્ષા ક્રમીઓ સમગ્ર સેકટરમાં દેખરેખ વધારી દેવામાં આવી છે.
તાજેતરના દિવસોમાં પાકિસ્તાની ડ્રોન ઘણી વખત જોવા મળ્યા છે. અગાઉ, સાંબામાં એક સાથે પાંચ ડ્રોન જોવા મળ્યા હતા. છેલ્લા ત્રણ દિવસમાં જમ્મુ અને કાશ્મીરમાં આ બીજી વખત ડ્રોન જોવા મળ્યું છે. આવી ઘટનાઓ સતત બનતા રહ્યા બાદ, LoC પર સુરક્ષા વધારવામાં આવી છે.
Some drones were sighted along the LoC in J&K. Indian Army executed counter-UAS (Unmanned Aircraft System) measures: Sources pic.twitter.com/YXYyzBvA8b
— ANI (@ANI) January 13, 2026
LoC Drone Sighting : રવિવારે અનેક સ્થળોએ એકસાથે ડ્રોન જોવા મળ્યા
રવિવારે પણ વિવિધ વિસ્તારોમાં પાંચ ડ્રોન જોવા મળ્યા હતા. આ બધા ડ્રોન પાકિસ્તાનથી ભારતીય સરહદમાં પ્રવેશ્યા હતા. પૂંછના નૌશેરા સેક્ટર, ધર્મશાલ સેક્ટર, રિયાસી, સાંબા અને માનકોટ સેક્ટરમાં એકસાથે કુલ પાંચ ડ્રોન જોવા મળ્યા હતા. જોકે, આ ડ્રોન થોડા સમય પછી પાછા ફર્યા. અત્યાર સુધી કોઈ નુકસાન થયાના કોઈ અહેવાલ નથી.
ભારતીય સેનાને જપ્ત કર્યું હતું એક કન્સાઈનમેન્ટ
ડ્રોનની હિલચાલના જવાબમાં સેનાએ સરહદ પર સુરક્ષા વધારી દીધી છે. નોંધપાત્ર વાત એ છે કે, આ ડ્રોન હિલચાલ પ્રજાસત્તાક દિવસ પહેલા જ જોવા મળી રહી છે. અગાઉ, 9 જાન્યુઆરીએ, સાંબામાં IB નજીક ઘગવાલના પાલુરા ગામમાં હથિયારોનો કન્સાઇનમેન્ટ મળી આવ્યો હતો, જેને પાકિસ્તાન તરફથી ડ્રોન દ્વારા છોડવામાં આવ્યો હતો. તેમાં બે પિસ્તોલ, ત્રણ મેગેઝિન, 16 રાઉન્ડ અને એક ગ્રેનેડનો સમાવેશ થતો હતો.
આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટની ચેતવણી: શ્વાન કરડશે તો સરકારે આપવું પડશે લાખોનું વળતર


