Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Punjab : હોશિયારપુરમાં બસ અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત

Punjab : પંજાબના હોશિયારપુરમાં વધુ એક વખત ભયંકર અકસ્માત સર્જાયો છે. હોશિયારપુરમાં રોડવેઝ બસ સાથે કાર અથડાઈ હતી જેમાં 4 લોકોના મોત અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. અકસ્માત સર્જાતા રોડ પર ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ હતી. ઘટનાની જાણથતા તાત્કાલિક ધોરણે સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
punjab   હોશિયારપુરમાં બસ અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત  4 લોકોના મોત
Advertisement
  • Punjab: હોશિયારપુરમાં બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત
  • અકસ્માતમાં 4 લોકોના મોત, એક ઈજાગ્રસ્ત
  • ગાઢ ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ

Punjab : પંજાબના હોશિયારપુરમાં વધુ એક વખત ભયંકર અકસ્માત સર્જાયો છે. હોશિયારપુરમાં રોડવેઝ બસ સાથે કાર અથડાઈ હતી જેમાં 4 લોકોના મોત અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. અકસ્માત સર્જાતા રોડ પર ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ હતી. ઘટનાની જાણથતા તાત્કાલિક ધોરણે સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

Advertisement

Advertisement

ગાઢ ધુમ્મસને કારણે સર્જાયો હતો અકસ્માત

પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પોંહચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યું અનુસાર શનિવારે સવારે હોશિયારપુર-દસુહા રોડ પર પંજાબ રોડવેઝ બસ સાથે કાર અથડાઈ, જેમાં ચાર લોકોના મોત અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. ગાઢ ધુમ્મસને કારણે આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે.

Punjab : અકસ્માતમાં 4 લોકોના મોત

જો કે પોલીસ દ્વારા મૃતકોની ઓળખ કરવામાં આવી છે. મૃતકોમાં સુખવિંદર, સુશીલ કુમાર, બ્રિજ કુમાર અને અરુણ કુમાર તરીકે થઈ છે. બધા હિમાચલ પ્રદેશના ચાલીત ગામના રહેવાસી હતા. ઘાયલોની ઓળખ તે જ ગામના અમિત કુમાર તરીકે થઈ છે, તેમને સારવાર માટે હોશિયારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હરિયાણા પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર કિરણ સિંહે જણાવ્યું કે પાંચેય લોકો અમૃતસર એરપોર્ટ જઈ રહ્યા હતા. જેમ જેમ કાર દોસરકા પાસે પહોંચી, તેમ તેમ ગાઢ ધુમ્મસને કારણે ડ્રાઇવર બસ જોઈ શક્યો નહીં, જેના કારણે ટક્કર થઈ. સ્થાનિક લોકોએ અહેવાલ આપ્યો કે એક કાર અને રોડવેઝ બસ વચ્ચે ટક્કર થઈ હતી. ટક્કરથી બસના મુસાફરો ચીસો પાડી રહ્યા હતા, જ્યારે કારનો કચ્ચરઘાણ નીકળ્યો હતો.

આ પણ વાંચો : ઇરાનમાં ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે આયાતુલ્લાહ ખામેનીનું રાષ્ટ્ર સંબોધન ,જાણો શું કહ્યું...

Tags :
Advertisement

.

×