ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પરિવારના સન્માનના નામે ક્રૂરતા! ભાઈએ બહેનની રસ્તા વચ્ચે કરી કરપીણ હત્યા

તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં એક હ્રદયસ્પર્શી ઘટના બની છે, જ્યાં ઓનર કિલિંગના કારણે એક મહિલા પોલીસ કોન્સ્ટેબલની હત્યા થઈ છે. મળતી માહિતી અનુસાર, આ હત્યાનો આરોપ તેના પોતાના ભાઈ પરમેશ પર છે, જે બહેનના પ્રેમ લગ્નના નિર્ણયથી વિરોધ હતો. આ ઘટના વિશે જેણે પણ સાંભળ્યું તો ચોંકી ગયો કે સગો ભાઈ બહેન સાથે આવું કેવી રીતે કરી શકે.
05:42 PM Dec 02, 2024 IST | Hardik Shah
તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં એક હ્રદયસ્પર્શી ઘટના બની છે, જ્યાં ઓનર કિલિંગના કારણે એક મહિલા પોલીસ કોન્સ્ટેબલની હત્યા થઈ છે. મળતી માહિતી અનુસાર, આ હત્યાનો આરોપ તેના પોતાના ભાઈ પરમેશ પર છે, જે બહેનના પ્રેમ લગ્નના નિર્ણયથી વિરોધ હતો. આ ઘટના વિશે જેણે પણ સાંભળ્યું તો ચોંકી ગયો કે સગો ભાઈ બહેન સાથે આવું કેવી રીતે કરી શકે.
Telangana Woman constable Honor Killing

Telangana Woman Police Constable Murder : તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં એક હ્રદયસ્પર્શી ઘટના બની છે, જ્યાં ઓનર કિલિંગના કારણે એક મહિલા પોલીસ કોન્સ્ટેબલની હત્યા થઈ છે. મળતી માહિતી અનુસાર, આ હત્યાનો આરોપ તેના પોતાના ભાઈ પરમેશ પર છે, જે બહેનના પ્રેમ લગ્નના નિર્ણયથી વિરોધ હતો. આ ઘટના વિશે જેણે પણ સાંભળ્યું તો ચોંકી ગયો કે સગો ભાઈ બહેન સાથે આવું કેવી રીતે કરી શકે.

ઓનર કિલિંગની આશંકા

આ ઘટના રંગા રેડ્ડી જિલ્લાના ઇબ્રાહિમપટ્ટનમ વિસ્તારની છે. અહીં મહિલા પોલીસ કોન્સ્ટેબલ નાગમણીની તેના ભાઈ પરમેશ દ્વારા નિર્દયતાથી હત્યા કરી દીધી હતી. સોમવારે નાગમણી સ્કૂટી પર રાયપોલથી મન્નેગુડા જઈ રહી હતી. આ દરમિયાન તેના ભાઈ પરમેશે તેને પોતાની કારથી ટક્કર મારી હતી. નાગમણી કારની ટક્કરથી નીચે પડી ગઈ, અને પરમેશે તિક્ષ્ય હથિયાર વડે તેના પર હુમલો કરી દીધો અને તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. પોલીસે જાણકારી આપી છે કે આ ઘટના પ્રેમ લગ્નને કારણે થઈ હોય તેવું લાગી રહ્યું છે, જે પરિવારની મરજી વિરુદ્ધ થોડા જ મહિના પહેલા થયા હતા.

ઘટનાસ્થળે જ મોત

તિક્ષ્ણ હથિયારના ઘા વાગવાના કારણે નાગમણીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ હિંસક ઘટનાના પગલે પોલીસે કેસની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, નાગમણીના ભાઈ પરમેશ તેમની બહેનના લગ્નના સખત વિરોધમાં હતા. તેના નિર્ણયને કારણે ભાઈ ખુબ નારાજ હતો અને આ તેના કારણે આ હિંસક પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આરોપી ફરાર અને પોલીસની તપાસ

મહિલા પોલીસ કોન્સ્ટેબલની હત્યા પછી પરમેશ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. પોલીસે પરમેશને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને દોષીને કાયદાના આડે લાવવા પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટના માત્ર વ્યક્તિગત નહીં પરંતુ સમાજ માટે પણ ચિંતાનો વિષય છે. પરિવારના સન્માનના નામે કોઈના જીવન સાથે રમત કરવાનો કોઈ હક્ક નથી. આ પ્રકારની ઘટનાઓ પ્રેમ અને સંબંધો સામેની નકારાત્મક માનસિકતાને બહાર લાવે છે, જે સમાજ માટે ચિંતાજનક છે.

આ પણ વાંચો:  બાંગ્લાદેશમાં ઇસ્કોન ધર્મગુરુઓની ધરપકડ બાદ મમતા બેનર્જીની PM મોદીને અપીલ!

Tags :
Brother Kills SisterBrother's Anger on Love MarriageDomestic Violence and Honor KillingFamily Honor KillingFamily Opposition to Inter-Caste MarriageFugitive Brother in Murder CaseGujarat FirstHardik ShahHonor Killing in IndiaIbrahimpatnam Honor KillingLove Marriage Leads to MurderLove Marriage OppositionMurderMurder Over Family HonorNagamani Murder CasePolice Constable Murdered by BrotherPolice Search Operation in Ranga ReddyRanga Reddy District IncidentSibling Dispute Over MarriageTelanganaTelangana Crime InvestigationTelangana Honor KillingTelangana Shocking CrimeWoman Police Constable Murder
Next Article