Operation Sindoor માં દાખવેલ બહાદૂરી બદલ BSF જવાન રાજપ્પા બી.ડી.નું ઈન્ડિગો ફ્લાઈટમાં સન્માન કરાયું
- ઈન્ડિગોની દિલ્હી-બેંગાલુરુ ફ્લાઈટમાં BSF જવાનનું સન્માન કરાયું
- દરેક મુસાફરે પોતાની સીટ પરથી ઊભા થઈને રાજપ્પા બી.ડી.ને સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપ્યું
- BSF દ્વારા 165 બટાલિયનના રાજપ્પા બી.ડી.ના સન્માનનો આ વીડિયો પોસ્ટ કરાયો
Operation Sindoor : 22મી એપ્રિલના પહલગામ આતંકી હુમલા બાદ ભારતે દુશ્મન દેશને Operation Sindoor થી જડબાતોડ જવાબ આપ્યો છે. Operation Sindoor માં બહાદૂરી દાખવેલ ભારતીય જવાનોનું ઠેર ઠેર સન્માન થઈ રહ્યું છે. આ શ્રેણીમાં BSF ની 165 બટાલિયનના સહાયક સબ ઈન્સ્પેક્ટર રાજપ્પા બી.ડી. (Rajappa B.D.) પણ સામેલ થયા છે. તેઓ ઈન્ડિગો ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે ફ્લાઈટ સ્ટાફ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું. ફ્લાઈટમાં તેમના નામની અને બહાદૂરીની જાહેરાત થતા જ દરેક મુસાફરે પોતાની સીટ પરથી ઊભા થઈને રાજપ્પા બી.ડી.ને સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપ્યું હતું.
સમગ્ર ઘટનાક્રમ
BSF ની 165 બટાલિયનના સહાયક સબ ઈન્સ્પેક્ટર Rajappa B.D. ઈન્ડિગો ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા. આ એ જ જવાન છે જેમણે Operation Sindoor માં 7 અને 8 મી મેના રોજ બહાદૂરી પૂર્વક દુશ્મન દેશના સૈનિકો સામે લડ્યા હતા. રાજપ્પા બી.ડી. જ્યારે ઈન્ડિગોની દિલ્હી-બેંગાલુરુ ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે ઈન્ડિગો ફ્લાઈટમાં તેમની બહાદૂરીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું કે, આ ફ્લાઇટમાં એક ખૂબ જ ખાસ મુસાફરનું સન્માન કરવું અમારા માટે ગર્વની વાત છે. 7 અને 8 મેના રોજ Operation Sindoor દરમિયાન જમ્મુ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ભારે ગોળીબાર વચ્ચે બીએસએફના સહાયક સબ ઈન્સ્પેક્ટર રાજપ્પા બીડી તેમના સાથીદારોને મદદ કરતી વખતે ગંભીર રીતે ઘાયલ થયા હતા. અમે તેમના હિંમતવાન કાર્ય માટે તેમને સલામ કરીએ છીએ.
દરેક મુસાફરોએ આપ્યું સ્ટેન્ડિંગ ઓવેશન
દિલ્હી-બેંગાલુરુની ઈન્ડિગો ફ્લાઈટમાં BSF ની 165 બટાલિયનના સહાયક સબ ઈન્સ્પેક્ટર રાજપ્પા બી.ડી.નું Operation Sindoor માં દાખવેલ બહાદૂરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન વખતે ફ્લાઈટના દરેક મુસાફરોએ પોતાની સીટ પરથી ઊભા થઈને બીએસએફ જવાનને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. આ સન્માનના જવાબમાં Rajappa B.D. એ પણ હાથ જોડીને તેનો સ્વીકાર કર્યો હતો. BSF દ્વારા આ વીડિયો પોસ્ટ કરાયો જેના કેપ્શનમાં લખ્યું છે કે, બહાદૂર સરહદ રક્ષકનું સન્માન કરવાની આ પહેલ માટે ફોર્સ ઈન્ડિગોનો આભાર માને છે.
"कुछ वीर जन्म से नहीं, कर्म से महान बनते हैं"
दिनांक 10 जून 2025, इंडिगो दिल्ली-बेंगलुरु के विमान कर्मी दल द्वारा बीएसएफ की 165 बटालियन के सहायक उप निरीक्षक राजप्पा बी.डी. द्वारा ऑपरेशन सिन्दूर में किये गए वीरोचित कार्य का पुनः स्मरण, उनकी कर्तव्यनिष्ठा और देश के लिए समर्पण का… pic.twitter.com/CBASsQLpd7
— BSF (@BSF_India) June 11, 2025
BSF દ્વારા વીડિયો શેર કરાયો
ઈન્ડિગો ફ્લાઇટમાં મુસાફરી દરમિયાન BSF ના આવા જ એક બહાદુર સૈનિકનું સન્માન કરવામાં આવ્યું છે. બીએસએફે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, 10 જૂન 2025 ના રોજ ઈન્ડિગો દિલ્હી-બેંગાલુરુના ક્રૂ સભ્યો દ્વારા BSF ની 165 બટાલિયનના સહાયક સબ ઈન્સ્પેક્ટર Rajappa B.D. નું સન્માન કરવામાં આવ્યું હતું. ઓપરેશન સિંદૂરમાં બતાવેલ બહાદુરી, સમર્પણ અને દેશ પ્રત્યેના સમર્પણને કારણે તેમને ફ્લાઈટમાં આ સન્માન મળ્યું છે. બહાદૂર સરહદ રક્ષકનું સન્માન કરવાની આ પહેલ માટે ફોર્સ ઈન્ડિગોનો આભાર માને છે.
આ પણ વાંચોઃ ટિકટોક સ્ટાર Khaby Lame અમેરિકા છોડ્યું, જાણો શું છે કારણ