ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Budget 2024: રાષ્ટ્રપતિ સાથે મુલાકાત, બજેટ-ડે પર નાણાંમંત્રીના આ છે કાર્યક્રમ

Budget : થોડાં જ કલાકોમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે રજૂ થનારું આ્ર બજેટ ઈન્ટરિમ હશે. સામાન્ય બજેટ માટે પર્યાપ્ત સમય ન હોવાને કારણે કે ચૂંટણી જલદી થવાને કારણે સરકાર વચગાળાનું બજેટ (Budget...
11:53 PM Jan 31, 2024 IST | Hiren Dave
Budget : થોડાં જ કલાકોમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે રજૂ થનારું આ્ર બજેટ ઈન્ટરિમ હશે. સામાન્ય બજેટ માટે પર્યાપ્ત સમય ન હોવાને કારણે કે ચૂંટણી જલદી થવાને કારણે સરકાર વચગાળાનું બજેટ (Budget...
Nirmala Sitharaman

Budget : થોડાં જ કલાકોમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે રજૂ થનારું આ્ર બજેટ ઈન્ટરિમ હશે. સામાન્ય બજેટ માટે પર્યાપ્ત સમય ન હોવાને કારણે કે ચૂંટણી જલદી થવાને કારણે સરકાર વચગાળાનું બજેટ (Budget )રજૂ કરે છે. આ જ કારણ છે કે આ વખતે નિર્મલા સીતારમણ સામાન્યની જગ્યાએ અંતરિમ બજેટ રજૂ કરશે.

 

1 ફેબ્રુઆરી એટલે કે બજેટ-ડે પર સવારે સૌથી પહેલા નાણાં મંત્રી નિર્મલા સીતારમણની બજેટ (Budget ) ટીમનું ફોટો સેશન કરવામાં  આવશે . આ દરમિયાન નિર્મલા સીતારણ બજેટની ખાતાવહીને મીડિયા સમક્ષ દેખાડશે. પહેલા દર વર્ષે નાણા મંત્રી બ્રીફકેસની સાથે મીડિયાની સામે આવતા હતા પરંતુ વર્ષ 2020થી આ પેટર્ન બદલાઈ છે અને તેનું નામ પણ ખાતાવહી કરી દેવાયું છે. આ એક ફાઈલ જેવું હોય છે. જો કે વર્ષ 2023માં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે લાલ પાઉચમાં એક કવર કરાયેલા ડિજિટલ ટેબલેટને હાથમાં લીધું હતું.

રાષ્ટ્રપતિ સાથે મુલાકાત
આ ફોટો સેશન બાદ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂની મુલાકાત થશે. અહીં રાષ્ટ્રપતિની મંજૂરી બાદ સરકારની કેબિનેટ બેઠક મળશે. બેઠકમાં બજેટને મંજૂરી મળશે. જે બાદ નિર્મલા સીતારમણ લોકસભા પહોંચશે. સવારે ઠીક 11 વાગ્યે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે.

4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ
બજેટ પછી નાણાં મંત્રી નિર્મલા સીતારમણ પ્રેસ કોન્ફરન્સ કરશે. આ પ્રેસ કોન્ફરન્સ સાંજે 4 વાગ્યે આયોજિત કરાશે. આ દરમિયાન નાણાં મંત્રી બજેટ અંગે વિસ્તૃતથી વાત કરશે. આ ઉપરાંત મીડિયાના સવાલોનો જવાબ આપશે.

 

મોદી સરકારનું બીજું અંતરિમ બજેટ
આ નિર્મલા સીતારમણનું પહેલું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળનું બીજું અંતરિમ બજેટ હશે. આ પહેલા પીયૂષ ગોયલે 1 ફેબ્રુઆરી, 2019નાં રોજ ઈન્ટરિમ બજેટ રજૂ કર્યું હતું. ત્યારે નાણા મંત્રી અરુણ જેટલીના ખરાબ સ્વાસ્થ્યને કારણે ગોયલને નાણા મંત્રાલયનો વધારાનો પદભાર સોંપવામાં આવ્યો હતો.

આ  પણ  વાંચો - Jharkhand : ED દ્વારા હેમંત સોરેનની ધરપકડ, ચંપઈએ સરકાર બનાવવાનો દાવો કર્યો…

 

Tags :
Budgetbudget 2024Business NewsFM Nirmala SitharamanNirmala Sitharaman
Next Article