Budget 2025 : મેડિકલ વિદ્યાર્થીઓને નિર્મલા સીતારમણે આપ્યા Good News, જાણો શું કરી જાહેરાત
- મેડિકલ વિદ્યાર્થીઓ માટે બજેટમાં મોટી જાહેરાત
- મેડિકલ કોલેજમાં સીટ વધારવામાં આવશેઃ નાણામંત્રી
- આગામી વર્ષથી 10 હજાર મેડિકલ સીટ વધારાશે
- કેન્દ્રીય બજેટમાં નિર્મલા સીતારમણે કરી જાહેરાત
Budget 2025 : કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આજે સંસદમાં સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું પૂર્ણ બજેટ અને 8મું બજેટ રજૂ કરી રહ્યા છે. તેમણે ડોક્ટર બનવાનું સ્વપ્ન જોતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આપતાં MBBS બેઠકો વધારવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકો વધારાની સાથે વધુ વિદ્યાર્થીઓને ડોક્ટર બનવાની તક મળશે, જે આરોગ્ય ક્ષેત્ર માટે મોટા પગલાંનો ભાગ સાબિત થશે.
બજેટમાં MBBS બેઠકો વધારવાની જાહેરાત
આ વર્ષેના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે તબીબી શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં દેશમાં MBBS બેઠકોની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, આગામી 5 વર્ષમાં મેડિકલ કોલેજોમાં 10,000 નવી MBBS બેઠકો ઉમેરવામાં આવશે, જેના પરિણામે ડોક્ટર બનવાનું સ્વપ્ન જોતાં યુવાનોને વધુ તકો મળશે. આ સુધારો MBBSમાં પ્રવેશ મેળવવાના માર્ગને સરળ બનાવશે અને આરોગ્ય ક્ષેત્ર માટે શ્રેષ્ઠ પેઢી તૈયાર કરવાની દિશાનો માર્ગ મોકળો કરશે.
#WATCH via ANI Multimedia | Union Budget 2025 LIVE: FM Nirmala Sitharaman speech | PM Modi | Union Budget 2025-26 I Budget sessionhttps://t.co/aMDuWdhnXm
— ANI (@ANI) February 1, 2025
ભારતમાં MBBS બેઠકોની વર્તમાન સ્થિતિ
હાલમાં, દેશની મેડિકલ કોલેજોમાં કુલ 1,12,112 MBBS બેઠકો ઉપલબ્ધ છે, જેના માટે દર વર્ષે પ્રવેશ માટે સ્પર્ધા થાય છે. આ બેઠકો પર પ્રવેશ NEET પરીક્ષા દ્વારા આપવામાં આવે છે. વર્ષ 2014 સુધીમાં, દેશમાં MBBS ની કુલ બેઠકો 51,348 હતી જ્યારે તે સમયે દેશમાં માત્ર 387 મેડિકલ કોલેજો હતી. જુલાઈ 2024 સુધીના ડેટા અનુસાર, હવે દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા વધીને 731 થઈ ગઈ છે.
આ પણ વાંચો : Union Budget 2025 Live : કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન મર્યાદા વધારાઈ