Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Budget 2025 : મહિલાઓ, SC/ST અને પછાત વર્ગ માટે નિર્મલા સીતારમણે શું કરી જાહેરાત?

નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં SC/ST (આદિવાસી અને અનુસૂચિત જાતિ) તેમજ પછાત વર્ગ, મહિલાઓ અને પ્રથમ વખત ઉદ્યોગસાહસિકતામાં પગ મૂકનારાઓ માટે 2 કરોડ રૂપિયા સુધીની ટર્મ લોનની જાહેરાત કરવામાં આવી છે.
budget 2025   મહિલાઓ  sc st અને પછાત વર્ગ માટે નિર્મલા સીતારમણે શું કરી જાહેરાત
Advertisement
  • મહિલાઓ, SC/ST અને પછાત વર્ગો માટે મોટી જાહેરાત
  • તમને 2 કરોડ રૂપિયા સુધીની ટર્મ લોન મળશે
  • 5 લાખ ઉદ્યોગસાહસિકોને લાભ મળશે

Budget 2025 : નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં SC/ST (આદિવાસી અને અનુસૂચિત જાતિ) તેમજ પછાત વર્ગ, મહિલાઓ અને પ્રથમ વખત ઉદ્યોગસાહસિકતામાં પગ મૂકનારાઓ માટે 2 કરોડ રૂપિયા સુધીની ટર્મ લોનની જાહેરાત કરવામાં આવી છે. સૂત્રોની માનીએ તો આ નિર્ણયનો હેતુ આ જૂથોને આર્થિક સક્ષમ બનાવવાનો અને તેમને ઉદ્યોગ ક્ષેત્રે પગલાં ભરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

5 લાખ ઉદ્યોગસાહસિકોને લાભ મળશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે 2025-26ના કેન્દ્રીય બજેટમાં મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જેમાં તેમણે પહેલી વાર વ્યવસાય શરૂ કરતી 5 લાખ મહિલાઓ, અનુસૂચિત જાતિ અને જનજાતિના ઉદ્યોગસાહસિકો માટે 2 કરોડ રૂપિયાની લોનની શરૂઆતની વાત કરી છે. ઉપરાંત, નાણામંત્રીએ SME અને મોટા ઉદ્યોગો માટે એક વિશિષ્ટ ઉત્પાદન મિશન સ્થાપિત કરવાની વાત પર જોર આપ્યું છે, જે આ ક્ષેત્રના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું કહેવામાં આવી રહ્યું છે.

Advertisement

Advertisement

ક્રેડિટ ગેરંટી 'કવર' બમણું થયું

આ બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે શ્રમ-સઘન ક્ષેત્રોની ઉત્પાદકતા વધારવા માટે સુવિધાજનક પગલાં લેવાની જાહેરાત કરી. તેમના જણાવ્યા મુજબ, લોન ગેરંટી 'કવર' બમણું કરી 20 કરોડ રૂપિયા કરવામાં આવશે અને ગેરંટી ફી ઘટાડીને 1 ટકા સુધી કરવામાં આવશે. આ સિવાય, મંત્રીએ બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી, ઉદ્યોગસાહસિકતા અને વ્યવસ્થાપન સંસ્થાની સ્થાપના કરવાની યોજનાની પણ જાહેર કરી, જે આ ક્ષેત્રમાં નવી તક અને નવીનતા લાવશે.

સીનિયર સિટીજનને રાહત

આ બજેટમાં ITR અને TDS ની મર્યાદા વધારવામાં આવી છે. TDS મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવી છે. કર કપાતમાં વૃદ્ધો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. તમે 4 વર્ષ માટે રિટર્ન ફાઇલ કરી શકો છો. વરિષ્ઠ નાગરિકો માટે કર મુક્તિ બમણી કરવામાં આવી છે. મુક્તિ 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.

આ પણ વાંચો :  Budget 2025 : મેડિકલ વિદ્યાર્થીઓને નિર્મલા સીતારમણે આપ્યા Good News, જાણો શું કરી જાહેરાત

Tags :
Advertisement

.

×