Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Budget 2026 : ધરતીપુત્રોને મળી ભેટ, કાજૂ, નારિયેળ ઉત્પાદનને વધારવા માટે સરકારે કરી મોટી જાહેરાત

Budget 2026 : નાણામંત્રી નિર્મલા સીતારમણ 9મી વખત બજેટ રજૂ કર્યું છે. જેમાં ખેડૂતોને ધ્યાનમાં રાખીને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. ઉચ્ચ મૂલ્ય ધરાવતા પાકોની ખેતીને પ્રોત્સાહન આપવામાં આવીશે. ડેરી અને પોલ્ટ્રી માટે સેન્ટર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત પશુધન ઉદ્યમોનું આધુનિકરણ કરવામાં આવશે.
budget 2026   ધરતીપુત્રોને મળી ભેટ  કાજૂ  નારિયેળ ઉત્પાદનને વધારવા માટે સરકારે કરી મોટી જાહેરાત
Advertisement
  • Budget 2026 : ખેડૂતો માટે સરકારની જાહેરાત
  • ઉચ્ચ મૂલ્ય ધરાવતા પાકોની ખેતીને અપાશે પ્રોત્સાહન
  • ડેરી અને પોલ્ટ્રી માટે સેન્ટર બનાવવાની જાહેરાત
  • પશુધન ઉદ્યમોનું આધુનિકરણ કરવામાં આવશે
  • કાજૂ, નારિયેળ, ચંદન ઉત્પાદનને પ્રોત્સાહન અપાશે

Budget 2026 : નાણામંત્રી નિર્મલા સીતારમણ 9મી વખત બજેટ રજૂ કર્યું છે. જેમાં ખેડૂતોને ધ્યાનમાં રાખીને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. ઉચ્ચ મૂલ્ય ધરાવતા પાકોની ખેતીને પ્રોત્સાહન આપવામાં આવીશે. ડેરી અને પોલ્ટ્રી માટે સેન્ટર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત પશુધન ઉદ્યમોનું આધુનિકરણ કરવામાં આવશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેર કરેલા બજેટ અનુસાર કાજૂ, નારિયેળ, ચંદન ઉત્પાદનને પ્રોત્સાહન અપાશે. નારિયેળ ઉત્પાદનમાં વધારવા સંવર્ધ યોજનાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. 2030 સુધીમાં કાજુ, કોકોને ગ્લોબલ બ્રાન્ડમાં બદલાશે. ઉત્પાદન અને પ્રોસેસિંગમાં આત્મનિર્ભરતા પર જોર આપવામાં આવ્યું છે.

Advertisement

Budget 2026 : ડેરી અને પોલ્ટ્રી માટે સેન્ટર બનાવવાની કરી  જાહેરાત

તેમણે દેશના ખેડૂતો માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમના બજેટ ભાષણમાં, તેમણે જણાવ્યું હતું કે નાના અને સીમાંત ખેડૂતો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. નાણામંત્રીએ ઉત્પાદકતા વધારવા માટે નારિયેળ ઉત્પાદન યોજનાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે 10 મિલિયન ખેડૂતો તેમની આજીવિકા માટે નારિયેળ પર આધાર રાખે છે.

Advertisement

કાજૂ, નારિયેળ અને ચંદન ઉત્પાદનને પ્રોત્સાહન

કૃષિ ક્ષેત્રમાં આર્થિક વિકાસ માટે ખાસ કરીને કાજૂ, નારિયેળ અને ચંદન જેવા ઉત્પાદનોને પ્રોત્સાહન આપવામાં આવશે. આમાં નવજીવન પ્રોજેક્ટ અને માર્કેટ લિંકેજીંગ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે. 2030 સુધીમાં, કાજુ અને નારિયેળને વૈશ્વિક બ્રાન્ડ તરીકે વિકસાવવાનો માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે. આ ઊદ્યોગોનો વિકાસ અન્ય નવા રોજગારની તકો અને આર્થિક વૃદ્ધિ માટે ઊત્સાહક રહેશે.

કન્ટેન્ટ ક્રિએટિવ લેબ બનાવવાની કરવામાં આવી જાહેરાત

નાણામંત્રીએ જણાવ્યું હતું કે, એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ (AVGC) ક્ષેત્રમાં તેજીને ધ્યાનમાં રાખીને, 15,000 માધ્યમિક શાળાઓ અને 500 કોલેજોમાં AVGC કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ સ્થાપિત કરવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેક્નોલોજીસને સહાયનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. બજેટમાં 15,000 માધ્યમિક શાળાઓમાં કન્ટેન્ટ લેબ્સ સ્થાપિત કરવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેક્નોલોજીસ, મુંબઈને સહાય પૂરી પાડવાનો પણ પ્રસ્તાવ છે. નાણામંત્રીએ રમતગમત ક્ષેત્રને પરિવર્તિત કરવા માટે ખેલો ઇન્ડિયા મિશન શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો.

આ પણ વાંચો : Budget 2026 : નાણામંત્રી નિર્મલા સીતારમણનો સાડી લુક કેમ ખાસ છે?

Tags :
Advertisement

.

×