Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Schools Closed in India: દેશમાં 10 વર્ષમાં 93,000 શાળાઓને તાળા, લોકસભામાં સરકારે કર્યો ખુલાસો

Government Schools Closed : ભારતમાં સરકારી સ્કૂલો ઝડપથી બંધ થઈ રહી છે. બજેટ સત્રમાં એક સવાલના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું કે ગત 10 વર્ષમાં 93 હજાર સ્કૂલો બંધ થઈ ગઈ છે. સરકારી આંકડા મુજબ, વર્ષ 2014થી 2020 સુધીમાં સૌથી વધુ સ્કૂલો બંધ થઈ.
schools closed in india  દેશમાં 10 વર્ષમાં 93 000 શાળાઓને તાળા  લોકસભામાં સરકારે કર્યો ખુલાસો
Advertisement

. લોકસભામાં શિક્ષણ રાજ્ય મંત્રી જયંત ચૌધરીએ બંધ સ્કૂલોના આંકડા આપ્યા
. 10 વર્ષમાં 93,000 સરકારી સ્કૂલો બંધ થયાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
. સ્કૂલો બંધ થવાનો સિલસિલો સૌથી વધારે દશકના પ્રારંભિક વર્ષોમાં જોવા મળ્યો છે

Schools Closed in India : દેશમાં સરકારી સ્કૂલોના એક એવો આંકડો સામે આવ્યો છે, જેને સાંભળીને તમારા હોશ ઉડી જશે. આ આંકડો ખુદ સરકારે આપ્યો છે. લોકસામાં પુછવામાં આવેલા એક સવાલના જવાબમાં કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી જયંત ચૌધરીએ લોકસભામાં કહ્યુ કે ગત 10 વર્ષમાં ભારતમાં 93 હજાર સ્કૂલો બંધ થઈ ગઈ છે. આંકડાએ એ સ્પષ્ટ કરી દીધું છે કે સ્કૂલો બંધ થવાનો સિલસિલો સૌથી વધારે દશકના પ્રારંભિક વર્ષોમાં જોવા મળ્યો છે.

Advertisement

લોકસભામાં બજેટ સત્ર દરમિયાન તાજેતરમાં સકરારી સ્કૂલો બંધ થવાને લઈને મોટો સવાલ ઉઠાવવામાં આવ્યો. બિહારથી કોંગ્રેસના સાંસદ ડૉ. મોહમ્મદ જાવેદ અને રાજસ્થાનથી સાંસદ ભજનલાલ જાટવે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને સવાલ પૂછયો હતો.

Advertisement

આ પણ વાંચો : Banaskantha: દાંતાની શાળામાં ધર્મ પરિવર્તનના આરોપ, 'જેસીબી ફેરવી દેવાની' ચીમકી!

સાંસદોની વાત

બંને સાંસદોનું કહેવું હતું કે સરકારી સ્કૂલો બંધ થવાથી ગરીબ અને ગ્રામીણ વિસ્તારોના બાળકોના અભ્યાસ પર ખરાબ અસર પડી રહી છે. તેઓ ચાહતા હતા કે સરકાર આના પર સંપૂર્ણ જાણકારી આપે અને જણાવે કે આ દિશામાં ક્યાં પગલા ઉઠાવાય રહ્યા છે.

6 વર્ષમાં 70,000 સ્કૂલો બંધ

સરકારી ડેટા મુજબ, 2014-15થી 2019-20 દરમિયાન પરિસ્થિતિ સૌથી વધુ ખરાબ રહી. આ 6 વર્ષોમાં જ દેશભરમાં 70 હજારથી વધારે સ્કૂલો પર તાળા લાગ્યા. આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. તેના પછી કોરોના કાળ અને ત્યાર બાદના વર્ષોમાં એટલે કે 2020-21થી 2024-25ના સમયગાળા દરમિયાન લગભગ 18,700થી વધારે સ્કૂલો બંધ થઈ. કહેવાનો અર્થ એ છે કે સ્કૂલ બંધ થવાની ઝડપ કંઈક ઘટી જરૂર છે, પરંતુ સ્કૂલો બંધ થવાની પ્રક્રિયા થંભી નથી.

આ પણ વાંચો :  સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો,શાળાઓમાં વિદ્યાર્થિનીઓ માટે આ સુવિધા કરો ફરજિયાત, નહીં તો સ્કૂલની માન્યતા રદ!

ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે સ્કૂલો બંધ થઈ

જો રાજ્યોની વાત કરીએ તો ઉત્તરપ્રદેશ આ મામલામાં સૌથી ઉપર રહ્યું. અહીં લગભગ 24,6000 સ્કૂલો બંધ થઈ, જે દેશમાં સૌથી વધારે છે. તેના પછી મધ્યપ્રદેશનો નંબર આવે છે અને અહીં 22,400 સ્કૂલો બંધ થઈ. ઓડિશા, ઝારખંડ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ હજારો સ્કૂલો પર હંમેશા માટે તાળા લટકી ગયા. ઝારખંડમાં 5 હજારથી વધારે, ઓડિશામાં લગભગ 5400 અને રાજસ્થાનમાં અઢી હજારથી વધારે સ્કૂલો બંધ છે.

જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ ખરાબ

વર્ષ 2020-21થી 2024-25 સમયગાળા દરમિયાન સ્થિતિ પર નજર કરીએ તો મધ્યપ્રદેશ સૌથી આગળ રહ્યું. આ દરમિયાન લગભગ 6900 સ્કૂલ બંધ થઈ. જમ્મુ-કાશ્મીરમાં પણ પરિસ્થિતિ ચિંતાજનક રહી. અહીં લગભગ 4,400 સ્કૂલ બંધ થઈ ગઈ. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં આ દરમિયાન 1000થી વધારે સ્કૂલો પર અસર પડી, જ્યારે મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશમાં પણ સેંકડો સ્કૂલો બંધ થઈ ગઈ.

આ પણ વાંચો : Mahesana : પાલાવાસણા ગામમાં વાડીએથી ચાલતી શાળા, ખુલ્લામાં ભણવાની મજબૂરી

Tags :
Advertisement

.

×