Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Budget session 2026: બજેટ સત્ર આ તારીખથી શરૂ થશે, મંત્રી કિરેન રિજિજુએ સત્તાવાર કરી જાહેરાત

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ વર્ષ 2026ના બજેટ સત્રની તારીખો જાહેર કરી છે, જે 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી બે તબક્કામાં યોજાશે. જોકે, 1 ફેબ્રુઆરીએ રવિવાર હોવાથી બજેટ રજૂ કરવાની તારીખ પર સસ્પેન્સ યથાવત છે. સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિના સંબોધન બાદ આર્થિક સર્વેક્ષણ રજૂ થશે. બીજા તબક્કામાં મંત્રાલયોની ગ્રાન્ટ અને નાણાં બિલ પર વિગતવાર ચર્ચા કરીને તેને પસાર કરવામાં આવશે.
budget session 2026   બજેટ સત્ર આ તારીખથી શરૂ થશે  મંત્રી કિરેન રિજિજુએ સત્તાવાર કરી જાહેરાત
Advertisement
  • સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી થશે શરૂ (Budget session 2026 )
  • આ બજેટ સત્રનો પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરી સુધી ચાલશે
  • બજેટ સત્ર 2 એપ્રિલના રોજ સમાપ્ત થશે

સંસદના બજેટ સત્ર (Budget Session 2026) ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર મહત્વની જાણકારી શેર કરી હતી.  સરકાર દ્વારા મંજૂર કરાયેલા પ્રસ્તાવ મુજબ આગામી બજેટ સત્ર 28 જાન્યુઆરીથી શરૂ થશે અને 2 એપ્રિલ, 2026 સુધી ચાલશે. આ સત્ર કુલ બે તબક્કામાં યોજવામાં આવશે, જેમાં દેશના આર્થિક ભવિષ્ય અને વિકાસના રોડમેપ પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવશે.

 Budget session 2026: આ દિવસે શરૂ થશે બજેટ સત્ર

બજેટ સત્રના શિડ્યુલ મુજબ, સત્રનો પહેલો તબક્કો 28 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ તબક્કાના અંતે સંસદમાં વિરામ રહેશે. ત્યારબાદ સત્રનો બીજો અને અંતિમ તબક્કો 9 માર્ચથી શરૂ થશે અને 2 એપ્રિલના રોજ પૂર્ણ થશે. કિરેન રિજિજુએ સ્પષ્ટ કર્યું છે કે સંસદીય પ્રણાલીને અનુસરીને આ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, જોકે નાણાકીય બાબતોને લઈને હજુ પણ એક મોટું સસ્પેન્સ યથાવત છે.

Advertisement

Advertisement

Budget session 2026 :  આ વખતે 1 ફેબ્રુઆરી બજેટ રજૂ થશે કે કેમ?

સૌથી મોટી ચર્ચા એ વાતને લઈને છે કે કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થશે કે નહીં? સામાન્ય રીતે દેશનું બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવાની પરંપરા છે, પરંતુ આ વર્ષે 1 ફેબ્રુઆરીએ રવિવાર હોવાથી ટેકનિકલ મુશ્કેલી સર્જાઈ શકે છે. સરકારે હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે બજેટ રવિવારે રજૂ કરવામાં આવશે કે પછી તે આગામી કાર્યકારી દિવસે એટલે કે સોમવારે રજૂ થશે. કિરેન રિજિજુની પોસ્ટમાં પણ આ તારીખ વિશે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, જેના કારણે અર્થશાસ્ત્રીઓ અને જનતામાં કુતૂહલ જોવા મળી રહ્યું છે.

સંસદીય પેટર્ન પર નજર કરીએ તો, બજેટ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરે છે. ત્યારબાદ તરત જ સરકાર દ્વારા આર્થિક સર્વેક્ષણ (Economic Survey) રજૂ કરવામાં આવે છે, જે દેશની આર્થિક સ્થિતિનો ચિતાર આપે છે. પરંપરા મુજબ તેના બીજા દિવસે બજેટ રજૂ કરાય છે. સત્રના બીજા તબક્કામાં વિવિધ મંત્રાલયોની ગ્રાન્ટ પર ચર્ચા થાય છે અને છેલ્લે નાણાં બિલ પસાર કરીને સત્રની પૂર્ણાહુતિ કરવામાં આવે છે.

આ પણ વાંચો : અમેરિકી મંત્રી હોવર્ડ લુટનિકના દાવાને ભારતે ફગાવ્યો, PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વાર કરી વાત

Tags :
Advertisement

.

×