Bus Accident: કાશ્મીરના પૂંછમાં પ્રવાસીઓની બસ ખીણમાં ખાબકી, 4 લોકોના મોત
- જમ્મુ-કાશ્મીરથી એક મોટા સમાચાર
- પૂંછમાં પ્રવાસીઓને લઈ જતી બસ ખીણમાં ખાબકી
- બસ અકસ્માતમાં 4 લોકોના મોત, 25 લોકો ઘાયલ
Bus Accident: જમ્મુ-કાશ્મીરથી (Jammu & Kashmir)એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં બસ અકસ્માત(Bus Accident)માં 4 લોકોના મોત થયા હતા અને 25 લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત પૂંછ જિલ્લાના ગની મેંધાર વિસ્તારમાં થયો હતો. ઘાયલોને સેનાના જવાનો અને પોલીસે તાત્કાલિક બચાવ કામગીરી દ્વારા બચાવ્યા હતા અને તેમને સારવાર માટે મેંઢરની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે બસ ચાલકે બસ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે મુસાફરોથી ભરેલી બસ ખાડામાં પડી ગઈ. અકસ્માત બાદ પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
સેનાના વાહનને અકસ્માત નડ્યો હતો
ચોથી મેના રોજ જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાના બેટરી ચશ્મા વિસ્તારમાં સેનાનું વાહન ઊંડી ખીણમાં ખબક્યું હતું. આ અકસ્માતમાં ત્રણ સૈનિકોના નિધન થયા હતા. મૃતકોની ઓળખ અમિત કુમાર, સુજિત કુમાર અને માન બહાદુર તરીકે થઈ હતી. સેનાનું વાહન જમ્મુથી શ્રીનગર જઈ રહેલા કાફલાનો ભાગ હતું. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 પર ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે વાહન ખીણમાં ખબક્યું હતું.
આ પણ વાંચો -Warsiren : ગભરાશો નહીં, 7 મે ના રોજ વોર સાયરન વાગશે,જાણો મોકડ્રીલ સબંધિત તમામ સવાલોના જવાબ
વાહન રસ્તા પરથી લપસીને 700 ફૂટ ઊંડી ખીણમાં પડી
ઉલ્લેખનીય કે,10મી એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના મેંધાર વિસ્તારમાં ટાટા સુમો વાહન રસ્તા પરથી લપસીને ખીણમાં ખબકતા સાત મહિલાઓ સહિત નવ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. રવિવારે રામબન જિલ્લામાં એક વાહન રસ્તા પરથી લપસી ગયું હતું. આમાં ત્રણ સેનાના જવાનોના મોત થયા હતા. વાહન રસ્તા પરથી લપસીને 700 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ સંદર્ભમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે સેનાનો ટ્રક રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 પર જમ્મુથી શ્રીનગર જઈ રહેલા કાફલાનો ભાગ હતો ત્યારે સવારે લગભગ 11.30 વાગ્યે બેટરી ચશ્મા નજીક અકસ્માત થયો હતો.