Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Nijjar Murder Case : કેનેડા સરકારનો વિચિત્ર નિર્ણય, ભારતીયો પર પ્રાથમિક સુનાવણી વિના જ ચાલશે કેસ...!

Nijjar Murder Case મામલે કેનેડા સરકારનું મોટું પગલું ટ્રાયલ વગર જ સીધો કેસ ચલાવવાની આપી મંજૂરી Nijjar Murder Case માં ચાર ભારતીયોની કરી હતી ધરપકડ ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જર (Nijjar Murder Case)ની હત્યા મામલે કેનેડા સરકારે મોટું...
nijjar murder case   કેનેડા સરકારનો વિચિત્ર નિર્ણય  ભારતીયો પર પ્રાથમિક સુનાવણી વિના જ ચાલશે કેસ
Advertisement
  1. Nijjar Murder Case મામલે કેનેડા સરકારનું મોટું પગલું
  2. ટ્રાયલ વગર જ સીધો કેસ ચલાવવાની આપી મંજૂરી
  3. Nijjar Murder Case માં ચાર ભારતીયોની કરી હતી ધરપકડ

ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જર (Nijjar Murder Case)ની હત્યા મામલે કેનેડા સરકારે મોટું પગલું ભર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકારે આ કેસમાં આરોપી ચાર ભારતીય નાગરિકો સામે સીધો આરોપ મૂકવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે, સીધો આરોપનો અર્થ એ છે કે આરોપીઓ પર કોઈ પણ જાતની ટ્રાયલ વગર સીધો કેસ ચલાવવામાં આવશે.

આમાં, બચાવ પક્ષના વકીલને વાસ્તવિક ટ્રાયલ શરૂ થાય તે પહેલાં ફરિયાદ પક્ષના સાક્ષીઓની ઊલટતપાસ કરવાની અને તેમના અસીલ સામેનો કેસ જાણવાની તક મળતી નથી. જો કે તે આરોપીને દોષિત ઠેરવતો નથી, પરંતુ જ્યાં સુધી કોર્ટ દ્વારા દોષિત સાબિત ન થાય ત્યાં સુધી આરોપી નિર્દોષ રહે છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો : NASAએ Sunita Williams માટે 'રેસ્ક્યૂ મિશન' શરૂ કર્યું, રશિયાનું કાર્ગો સ્પેસક્રાફ્ટ રવાના

11 ફેબ્રુઆરી 2025 ના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે...

મળતી માહિતી મુજબ કેનેડિયન પોલીસે નિજ્જર હત્યા કેસ (Nijjar Murder Case)માં કરણ બ્રાર, અમનદીપ સિંહ, કમલપ્રીત સિંહ અને કરણપ્રીત સિંહની ધરપકડ કરી હતી. તમને જણાવી દઈએ કે, ચારેયને 21 નવેમ્બરે સ્થાનિક કોર્ટમાં હાજર થવાનું હતું, પરંતુ તે રદ કરવામાં આવ્યું છે. હવે તેને 11 ફેબ્રુઆરી 2025 ના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો : PM MODI એ ઇટાલિના પીએમને આપી ખાસ ભેટ, જ્યોર્જિયા મેલોની થઇ ગયા ખુશખુશાલ

ટ્રાયલ ક્યારે શરૂ થશે તેની તારીખ નક્કી કરવામાં આવી નથી...

કેનેડિયન અધિકારીઓએ એક મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે ચારેય આરોપીઓની સુનાવણી ક્યારે શરૂ થશે તેની કોઈ તારીખ કે સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે, નિજ્જર (Nijjar Murder Case)ની 18 જૂન, 2023 ના રોજ બ્રિટિશ કોલંબિયાના ગુરુદ્વારા સંકુલમાં હત્યા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : London airpor: લંડનના ગેટવિક એરપોર્ટ પર હડકંપ, આખું એરપોર્ટ કરાયું ખાલી

Tags :
Advertisement

.

×