ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Cancer - Diabetes Drugs : કેન્સર અને ડાયાબિટીસની દવા થશે મોંઘી?

મોંઘવારીનો વધુ એક માર હવે દર્દીઓ પર પડવાનો છે. કેન્દ્ર સરકાર ભાવ વધારવાની તૈયારીમાં દવાઓના ભાવમાં 1.7 ટકાનો વધારો થઈ શકે છે Cancer -Diabetes Drugs : મોંઘવારીનો વધુ એક માર હવે દર્દીઓ પર પડવાનો છે. સરકાર કેન્સર, ડાયાબિટીસ, હૃદય...
11:21 PM Mar 26, 2025 IST | Hiren Dave
મોંઘવારીનો વધુ એક માર હવે દર્દીઓ પર પડવાનો છે. કેન્દ્ર સરકાર ભાવ વધારવાની તૈયારીમાં દવાઓના ભાવમાં 1.7 ટકાનો વધારો થઈ શકે છે Cancer -Diabetes Drugs : મોંઘવારીનો વધુ એક માર હવે દર્દીઓ પર પડવાનો છે. સરકાર કેન્સર, ડાયાબિટીસ, હૃદય...
government controlled medicines

Cancer -Diabetes Drugs : મોંઘવારીનો વધુ એક માર હવે દર્દીઓ પર પડવાનો છે. સરકાર કેન્સર, ડાયાબિટીસ, હૃદય રોગ અને એન્ટિબાયોટિક્સ જેવી આવશ્યક(Cancer-Diabetes Drugs)દવાઓના ભાવમાં વધારો કરી શકે છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર હવે દવાઓના ભાવમાં 1.7 ટકાનો વધારો થઈ શકે છે.

કેમ વધી રહ્યા છે દવાઓના ભાવ?

બિઝનેસ ટુડે સાથે વાતચીત દરમિયાન ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ્સ (AIOCD)ના જનરલ સેક્રેટરી રાજીવ સિંઘલે જણાવ્યું કે, ફાર્મા ઈન્ડસ્ટ્રીને રાહત મળશે. ફાર્મા ઈન્ડસ્ટ્રીમાં કાચા માલ અને અન્ય ખર્ચાઓની કિંમત વધી રહી છે.

બજારમાં નવા ભાવની અસર ક્યારે જોવા મળશે?

સરકાર દ્વારા દવાઓના ભાવ વધાર્યા બાદ તેની અસર બે-ત્રણ મહિના બાદ જોવા મળશે. કારણ કે 90 દિવસનો સ્ટોક પહેલાથી જ રહેતો હોય છે.

આ પણ  વાંચો -Dhirendra Shastri આવું કેમ બોલ્યા, 'હું પરણ્યો નથી તે ભગવાનની કૃપા..!

ફાર્મા કંપનીઓ પર નિયમોના ઉલ્લંઘનનો આરોપ

ફાર્મા ઈન્ડસ્ટ્રીની કંપનીઓ પર વારંવાર ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવે છે. સંસદીય સ્થાયી સમિતિના એક રિપોર્ટ અનુસાર ફાર્મા કંપનીઓ અનુમતિપાત્ર ભાવ વધારાની મર્યાદાનું વારંવાર ઉલ્લંઘન કરે છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA)એ 307 મામલામાં ફાર્મા કંપનીઓ નિયમોનો ભંગ કરતી જોવા મળી હતી.

આ પણ  વાંચો -RANCHI : રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા

સરકારી નિયમો શું કહે છે?

NPPA 2013ના ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર હેઠળ દવાઓની કિંમતો નક્કી કરે છે. તમામ ફાર્મા કંપનીઓને કિંમતો નિર્ધારિત મર્યાદામાં રાખવા સૂચના આપવામાં આવી છે. જો દવાઓના ભાવમાં ઘટાડો થાય તો તેનો સીધો ફાયદો દર્દીઓને થાય છે. નેશનલ એસેન્શિયલ મેડિસિન્સ લિસ્ટ 2022 હેઠળ ભાવ નિયંત્રણને કારણે દર્દીઓને વાર્ષિક 3788 કરોડ રૂપિયાની બચત કરવામાં આવી હતી.

Tags :
All India Organisation of Chemists and DruggistsAntibioticsantibiotics pricescancer drugs costliercancer medicinegovernment controlled medicinesmedicine newsRajiv Singhal
Next Article