Car on Railway Track : તેલંગાણામાં એક યુવતીએ રેલવે ટ્રેક પર 7 કિમી સુધી કાર ચલાવી, 15 ટ્રેનો ડાયવર્ટ કરવી પડી
- એક યુવતીએ રેલવે ટ્રેક પર 7 કિમી સુધી કાર ચલાવી હતી
- આ ઘટનાથી 2 કલાક માટે રેલવે વ્યવહાર ખોરવાયો હતો
- 15 ટ્રેનના ડાયવર્ટ કરવી પડી હતી
Car on Railway Track : અનેક લોકો રીલ વાયરલ થાય તે માટે ઘણી વાર કંઈક એવું કરી બેસતા હોય છે કે જેનાથી મોટું નુકસાન થતું હોય છે. આવા રીલના ચક્કરમાં અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાની ઘટના પણ ઘટી છે. રીલ વાયરલ થાય તે માટે તેલંગાણા (Telangana) રાજ્યમાં એક યુવતીએ આવું જ કંઈક કર્યુ છે. આ યુવતીએ રેલવે ટ્રેક પર 7 કિમી સુધી એક કાર ચલાવી હતી. જેના પરિણામે રેલવે વ્યવહાર ખોરવાયો હતો. પોલીસે આ યુવતીની ધરપકડ કરી લીધી છે અને તેના પર કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.
સમગ્ર ઘટનાક્રમ
તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં એક યુવતીએ રેલવે ટ્રેક પર 7 કિમી સુધી કાર ચલાવી હતી. જેના પરિણામે આ રુટ પરનો રેલવે વ્યવહાર ખોરવાયો હતો. આ યુવતીએ ટ્રેક પર 7 કિમી સુધી કાર ચલાવતા 2 કલાક સુધી રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો હતો. યુવતીને રેલવે ટ્રેક પર કાર ચલાવતી જોઈને સ્થાનિકોએ સત્વરે પોલીસને જાણ કરી હતી. ખબર મળતાં જ શંકરપલ્લી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મહામુસિબતે આ યુવતીને કસ્ટડીમાં લીધી હતી. પોલીસે યુવતીને પકડી ત્યારે તેણીએ પોલીસ સાથે બોલાચાલી કરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસે કારમાંથી ડ્રાયવિંગ લાયસન્સ અને પાનકાર્ડ જપ્ત કર્યા છે. પોલીસને માલૂમ પડ્યું છે કે આ યુવતી સોફ્ટવેર એન્જિનિયર છે અને બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરે છે.
આ પણ વાંચોઃ હવે ટુ-વ્હીલર ચાલકોએ પણ આપવો પડશે ટોલ ટેક્સ, જાણો વધુ વિગત
રેલવે વ્યવહાર ખોરવાયો
તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં એક યુવતીએ 7 કિમી સુધી રેલવે ટ્રેક પર કાર ચલાવી હતી. જેના પરિણામે રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો હતો. 2 કલાકની ભારે મથામણ બાદ રેલવે વ્યવહાર પૂર્વવત બન્યો હતો. રેલવે તંત્ર દ્વારા 2 ગૂડ્ઝ અને 2 પેસેન્જર ટ્રેનને અસર થઈ હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત 15 જેટલી ટ્રેનને ડાયવર્ટ કરવી પડી હતી.
આ પણ વાંચોઃ JAMMU: ભારે વરસાદમાં ભૂસ્ખલન, માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા પરંપરાગત માર્ગનો સહારો