CBI : પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક સામે CBIની સખ્ત કાર્યવાહી, ભ્રષ્ટાચાર મામલે ચાર્જશીટ દાખલ કરી
- સત્યપાલ સામે CBI એ ભ્રષ્ટાચાર મામલે ચાર્જશીટ કરી દાખલ
- સત્યપાલ મલિક સહિત 6 લોકો સામે ચાર્જશીટ દાખલ
- કિરુ હાઇડ્રો પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર કેસમાં ચાર્જશીટ દાખલ
Satya Pal Malik : જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક ( JK Governor Satyapal Malik )સહિત 6 લોકો સામે CBI એ સખ્ત કાર્યવાહી કરી છે. 2200 કરોડ રૂપિયાના કિરુ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટના સિવિલ વર્ક્સ કોન્ટ્રાક્ટમાં કથિત ભ્રષ્ટાચાર (corruption case)સાથે સંબંધિત છે. જેમાં સત્યપાલ મલિક સહિત 6 લોકો સામે CBIએ ચાર્જશીટ દાખલ કરી છે સીબીઆઈએ કિરુ હાઇડ્રો પ્રોજેક્ટ સંબંધિત કથિત ભ્રષ્ટાચાર કેસમાં કેસ નોંધ્યો હતો. આ કેસમાં સીબીઆઈએ અગાઉ સત્યપાલ મલિકના અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ પ્રોજેક્ટ સિવિલ વર્ક્સ કોન્ટ્રાક્ટમાં કથિત ભ્રષ્ટાચાર સાથે જોડાયેલો છે.
શું હતો મામલો ?
વાસ્તવમાં જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડામાં કિરુ હાઈડ્રોઈલેક્ટ્રિક પાવ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે અને પ્રોજેક્ટની જવાબદારી ચેનાબ વૈલી પાવર પ્રોજેક્ટ્સ લિમિટેડ (CVPPPL)ના હાથમાં છે. આ પ્રોજેક્ટ કુલ 2200 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે. સીબીઆઈએ પ્રોજેક્ટના સિવિલ વર્ક્સ માટેની ટેન્ડર પ્રક્રિયાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેમાં અનેક ગડબડ ગોટાળા થયા હોવાનું સામે આવ્યું છે. CVPPPL દ્વારા 47મી બેઠક યોજી ઈ-ટેન્ડરિંગ અને રિવર્સ ઓક્શન દ્વારા ટેન્ડર પ્રક્રિયા ફરી યોજવાનો નિર્ણય લેવાયો હતો, જોકે નિર્ણય લેવાયો પણ લાગુ ન કરાયો અને સીધું જ પટેલ એન્જિનિયરિંગ લિમિટેડને ટેન્ડર આપી દેવાયું હતું.
મને 300 કરોડની લાંચની ઓફર કરાઈ : સત્યપાલ મલિકનો દાવો
23 ઓગસ્ટ-2018થી 30 ઓક્ટોબર-2019 સુધી જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ રહેલા સત્યપાલ મલિકે દાવો કર્યો છે કે, ‘જ્યારે હું રાજ્યપાલ હતો, ત્યારે પ્રોજેક્ટ સંબંધીત બે ફાઈલોને મંજૂરી આપવા માટે મને 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી.’
CBI files charge sheet against former Jammu and Kashmir governor Satya Pal Malik and five others in Kiru hydropower corruption case: officials. pic.twitter.com/rEfnU6e800
— Press Trust of India (@PTI_News) May 22, 2025
આ પણ વાંચો -J-K :કિશ્તવાડમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ,એક જવાન શહીદ,બે આતંકી ઠાર
સત્યપાલ મલિકની તબિયત લથડી
સીબીઆઈની કાર્યવાહી વચ્ચે સત્યપાલ મલિકની તબિયત લથડી ગઈ છે. સીબીઆઈએ આજે (22 મે) મલિક સહિત છ લોકો વિરુદ્ધ સત્તાવાર ચાર્જશીટ દાખલ કરી છે, તો બીજીતરફ મલિકે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી છે કે, તેઓ હોસ્પિટલમાં દાખલ છે અને તેમની હાલત ખૂબ ખરાબ છે.
આ પણ વાંચો -PM Modi Bikaner Visit : પાકિસ્તાન ભૂલી ગયું કે મોદીની નસોમાં લોહી નહીં પણ ગરમ સિંદૂર વહે છે'
300 કરોડ રૂપિયાની લાંચની ઓફર
જણાવી દઈએ કે, 23 ઓગસ્ટ, 2018 થી 30 ઓક્ટોબર, 2019 દરમિયાન જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ રહેલા સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે જ્યારે તેઓ રાજ્યપાલ હતા એ સમયે તેમને આ પ્રોજેક્ટ સંબંધિત બે ફાઇલોને મંજૂરી આપવા માટે 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી.
ભ્રષ્ટાચાર મામલે સીબીઆઈની લાલ આંખ
ફાઈલ પાસ કરાવવા લાંચ સબંધિત કેસમાં ભ્રષ્ટાચાર મામલે સીબીઆઈએ જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક અને છ અન્ય લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસ 2200 કરોડ રૂપિયાના કિરુ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટના સિવિલ વર્ક્સ કોન્ટ્રાક્ટમાં કથિત ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે. સીબીઆઈએ તેની તપાસમાં શોધી કાઢ્યું કે કિરુ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટમાં અનિયમિતતાઓ હતી.