Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Chamba Accident News : હિમાચલ પ્રદેશના ચંબા પંથકમાં કાર ખીણમાં ખાબકી, 8 લોકોના મોત

Chamba Accident News : હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના બની હતી. ચુરાહ સબડિવિઝન હેઠળના અત્યંત દુર્ગમ ગણાતા બૈરગઢ-સચ પાસ-કિલર રોડ પર એક કાર ખીણમાં ખાબકી હતી. પ્રાપ્તથતી માહિતી અનુસાર કાર 500 મીટર ખીણમાં ખાબકતા તેમાં સવાર તમામ 8 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યાં છે.
chamba accident news   હિમાચલ પ્રદેશના ચંબા પંથકમાં કાર ખીણમાં ખાબકી  8 લોકોના મોત
Advertisement

Chamba Accident News : હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના બની હતી. ચુરાહ સબડિવિઝન હેઠળના અત્યંત દુર્ગમ ગણાતા બૈરગઢ-સચ પાસ-કિલર રોડ પર એક કાર ખીણમાં ખાબકી હતી. પ્રાપ્તથતી માહિતી અનુસાર કાર 500 મીટર ખીણમાં ખાબકતા તેમાં સવાર તમામ 8 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યાં છે.

500 મીટર ખીણમાં ખાબકી કાર

ઉલ્લેખનીય છે કે પ્રાથમિક તપાસ મુજબ આ વાહન બરફથી ઢંકાયેલા સચ પાસ (Sach Pass) તરફ જઈ રહ્યું હતું. ત્યારે રાત્રિના સમયે ભારે બરફવર્ષા અને રસ્તા પરની લપસણી સ્થિતિના કારણે વાહન પરથી ચાલકનો કાબૂ છૂટી ગયો હતો, પરિણામે આ અકસ્માત સર્જાયો હતો. આ વિસ્તાર તેના સાંકડા રસ્તાઓ અને જોખમી વળાંકો માટે કુખ્યાત છે.

Advertisement

ગ્રામજનોએ વાહનના અવશેષો જોયા બાદ વહીવટીતંત્રને જાણ કરી

મહત્વનું છે કે શનિવારે બપોરે ત્યાંથી પસાર થતા ગ્રામજનોએ વાહનના અવશેષો જોયા બાદ વહીવટીતંત્રને જાણ કરી હતી. પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી (Rescue Operation) શરૂ કરી છે. જોકે, ખીણની ઊંડાઈ અને બરફના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.

Advertisement

મોબાઇલ નેટવર્કની સમસ્યાના કારણે તંત્ર સંકલનમાં ભારે જહેમત

આ વિસ્તારમાં મોબાઇલ નેટવર્કની સમસ્યા (Mobile Network Connectivity Issue) હોવાને કારણે પણ તંત્રને સંકલન સાધવામાં ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. સ્થાનિક ધારાસભ્યએ જણાવ્યું છે કે હાલમાં હવામાનની સ્થિતિ જોતા રવિવારે સવારે ફરીથી બચાવ કામગીરી વેગવંતી કરવામાં આવશે.

આ પણ વાંચો : BrahMos Missile Export: સંરક્ષણ ક્ષેત્રે દેશની મોટી સિદ્ધિ, વિયેતનામ ખરીદશે ભારતની બ્રહ્મોસ મિસાઇલ!

Tags :
Advertisement

.

×