Chamoli Rain : કુદરતી આફતનો પ્રકોપ ! તમક નાળું ઓવરફ્લો થતાં નવો પુલ તણાયો, જુઓ રૂંવાડા ઉભા કરી દેતો Video
Chamoli Rain : દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદી આફત જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વરસાદે તાંડવ સર્જયો છે. ઉત્તરાખંડની ચમોલી જિલ્લામાં ચોમાસાની સક્રિય ગતિવિધિઓ વચ્ચે સોમવારે બપોરે અચાનક ભારે વરસાદ પડવાને કારણે તમક નાળું ઓવરફ્લો થઈ ગયું હતું.
Advertisement
Chamoli Rain : દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદી આફત જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વરસાદે તાંડવ સર્જયો છે. ઉત્તરાખંડની ચમોલી જિલ્લામાં ચોમાસાની સક્રિય ગતિવિધિઓ વચ્ચે સોમવારે બપોરે અચાનક ભારે વરસાદ પડવાને કારણે તમક નાળું ઓવરફ્લો થઈ ગયું હતું. નાળામાં પાણીનો પ્રવાહ એટલો શક્તિશાળી હતો કે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા તાજેતરમાં જ બનાવવામાં આવેલો લોખંડનો નવો પુલ સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો. આ કુદરતી આપત્તિના કારણે આ વિસ્તારમાં સ્થાનિક પરિવહનને મોટી અસર થઈ છે.

