ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Chandigarh : રેપર બાદશાહના નાઈટ ક્લબ પર હુમલો! ભયનો માહોલ ફેલાયો

ચંડીગઢમાં નાઈટ ક્લબ પાસે બે વિસ્ફોટ થયા, જે ક્રૂડ બોમ્બથી કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી. આ ઘટના ડેયોરા નામની નાઈટ ક્લબ પાસે સવારે 4 વાગ્યે બની હતી, જ્યાં બે અજાણ્યા લોકો બાઇક પર આવીને બોમ્બ ફેંકીને ફરાર થઈ ગયા હતા. ઘટનાના સ્થળે ચંડીગઢ પોલીસ અને CFSL ની ટીમ પહોંચી છે અને તપાસ શરૂ કરી છે. ચંડીગઢમાં આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે, જેના કારણે શહેરના નાગરિકો ચિંતિત છે અને પોલીસ તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે.
10:45 AM Nov 26, 2024 IST | Hardik Shah
ચંડીગઢમાં નાઈટ ક્લબ પાસે બે વિસ્ફોટ થયા, જે ક્રૂડ બોમ્બથી કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી. આ ઘટના ડેયોરા નામની નાઈટ ક્લબ પાસે સવારે 4 વાગ્યે બની હતી, જ્યાં બે અજાણ્યા લોકો બાઇક પર આવીને બોમ્બ ફેંકીને ફરાર થઈ ગયા હતા. ઘટનાના સ્થળે ચંડીગઢ પોલીસ અને CFSL ની ટીમ પહોંચી છે અને તપાસ શરૂ કરી છે. ચંડીગઢમાં આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે, જેના કારણે શહેરના નાગરિકો ચિંતિત છે અને પોલીસ તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે.
Chandigarh Night Club Blast

Chandigarh Night Club Blast : ચંડીગઢમાં એકવાર ફરીથી વિસ્ફોટની ઘટના સામે આવી છે. મંગળવારની સવારે સેક્ટર-26માં આવેલા એક નાઈટ ક્લબ પાસે બે જોરદાર વિસ્ફોટ (Blast) થયા હતા. માહિતી મુજબ, આ વિસ્ફોટ ક્રૂડ બોમ્બ (Bomb) વડે કરવામાં આવ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ નાઈટ ક્લબ પંજાબના એક પ્રખ્યાત ગાયકનું હોવાનું જણાવાયું છે, જેના કારણે આ ઘટના વધુ ચર્ચામાં છે.

ક્રૂડ બોમ્બથી બ્લાસ્ટ: ઘટનાનું વર્ણન

મળતી વિગતો અનુસાર, ચંડીગઢના સેક્ટર-26માં આવેલ "ડેયોરા" નામની નાઈટ ક્લબ પર મંગળવારની સવારે લગભગ 4 વાગ્યે આ વિસ્ફોટ થયા. બે અજાણ્યા યુવકો બાઇક પર અહીં આવ્યા હતા અને દેશી બનાવટના બે બોમ્બ ફેંકીને ફરાર થઈ ગયા હતા. બોમ્બ ફેંકતાની સાથે જ બે જોરદાર બ્લાસ્ટ થયા, જેના કારણે નાઈટ ક્લબના કાચ તૂટી ગયા હતા. ઘટનાના તરત પછી ચંડીગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. CFSL ની ટીમે પણ સ્થળ પર પહોંચી આ ઘટનાની તપાસ હાથ ધરી છે. જોકે, પોલીસ દ્વારા હજુ સુધી આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

સેક્ટર-10માં હેન્ડ ગ્રેનેડ હુમલાની મેમરી

ચંડીગઢમાં આ પ્રકારની ઘટના પહેલીવાર નથી બની. સપ્ટેમ્બર 2024માં પણ આવી જ એક ઘટના બની હતી. 11 સપ્ટેમ્બરે, સેક્ટર-10માં એક ઘર પર હેન્ડ ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઘરના કાચ તૂટી ગયા હતા. પોલીસે જણાવ્યું કે, આ હુમલો ભૂલથી એક પોલીસ અધિકારીના ઘરની જગ્યાએ કરવામાં આવ્યો હતો. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં આ ઘટનાની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપવામાં આવી હતી.

પોલીસ તંત્ર પર ઉઠતા સવાલો

ચંડીગઢમાં વારંવાર આવી ઘટનાઓ થવાથી તંત્ર પર સવાલ ઉઠી રહ્યા છે. શહેરમાં આ પ્રકારની સતત ઘટનાઓથી સ્થાનિક નાગરિકો ચિંતિત છે. આ ઘટનાને લઈને ચંડીગઢ પોલીસની કામગીરી પર પણ પ્રશ્નાર્થ ઉઠી રહ્યા છે. NIA અને CFSL જેવી સંસ્થાઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે ચોક્કસ પગલાં લેવાની જરૂરિયાત છે.

આ પણ વાંચો:  Sambhal Violence : ઇન્ટરનેટ જ નહીં હવે આ તારીખ સુધી બહારના લોકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ

Tags :
Bombing in Chandigarh's Sector 26CFSL Team InvestigationChandigarh blastChandigarh Blast Aftermathchandigarh Bomb BlastChandigarh Bomb Blast IncidentChandigarh Law Enforcement QuestionsChandigarh NIA InvestigationChandigarh Nigh Club Bomb BlastChandigarh Night Club Blastchandigarh Nightclubchandigarh Nightclub blastchandigarh policeChandigarh Police InvestigationChandigarh Sector-26 ExplosionChandigarh Security ConcernsChandigarh Today NewsCrude Bomb Blast in ChandigarhDeora Night Club BlastGujarat FirstHand Grenade Attack ChandigarhHardik ShahNational Investigation AgencyPunjab Singer Night Club Attack
Next Article