Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Chandigarh BJP Office Blast: ચંદીગઢ ભાજપ ઓફિસ બહાર આતંકીએ પિન કાઢીને ફેંક્યો ગ્રેનેડ, જુઓ વીડિયો

ચંદીગઢના સુરક્ષિત ગણાતા વિસ્તારમાં ભાજપ કાર્યાલયને નિશાન બનાવીને કરવામાં આવેલો ગ્રેનેડ હુમલો અનેક સવાલો ઉભા કરી રહ્યો છે. સીસીટીવીમાં કેદ થયેલા હુમલાખોરોની કરતૂત અને ખાલિસ્તાની આતંકી દ્વારા લેવામાં આવેલી જવાબદારી પાછળ કયા મોટા ષડયંત્રના સંકેત છે? ગન પાવડરથી બનેલા આ બોમ્બનો અસલી ટાર્ગેટ કોણ હતું અને પંજાબની શાંતિ ડહોળવા પાછળ કોનો હાથ છે, તે જાણવું અત્યંત જરૂરી છે.
chandigarh bjp office blast  ચંદીગઢ ભાજપ ઓફિસ બહાર આતંકીએ પિન કાઢીને ફેંક્યો ગ્રેનેડ  જુઓ વીડિયો
Advertisement
  • સીસીટીવીમાં હુમલાખોર ગ્રેનેડની પિન કાઢી ફેંકતો નજરે પડ્યો (Chandigarh BJP Office Blast)
  • ખાલિસ્તાની આતંકી સુખજિંદર સિંહ બબ્બરે લીધી હુમલાની જવાબદારી
  • ગન પાવડરથી બનેલો બોમ્બ સ્કૂટર પાસે ફાટતા મચી અફરાતફરી
  • બાઇક પર આવેલા બે શંકાસ્પદ હુમલાખોરોની શોધમાં પોલીસ તૈનાત

પંજાબ અને હરિયાણાની રાજધાની ચંદીગઢમાં (Chandigarh) સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. ચંદીગઢ સ્થિત ભારતીય જનતા પાર્ટીના (BJP) પ્રદેશ કાર્યાલયની બહાર થયેલા જોરદાર વિસ્ફોટનો (Blast) સીસીટીવી (CCTV) વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં શંકાસ્પદ હુમલાખોરો ગ્રેનેડ ફેંકતા સ્પષ્ટ નજરે પડે છે. પોલીસે આ મામલે તપાસ તેજ કરી છે અને શહેરભરમાં નાકાબંધી કરી દેવામાં આવી છે.

Chandigarh BJP Office Blast : કેવી રીતે અપાયો અંજામ?

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બે હુમલાખોરો બાઇક (Bike) પર આવ્યા હતા. તેઓએ ભાજપ કાર્યાલયની બહાર બાઇક પાર્ક કરી અને પગપાળા મુખ્ય ગેટ પાસે પહોંચ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં એક હુમલાખોર પોતાના ખિસ્સામાંથી ગ્રેનેડ (Grenade) કાઢતો, તેની પિન ખેંચતો અને પછી તેને કાર્યાલય તરફ ફેંકતો દેખાય છે. આ ગ્રેનેડ કાર્યાલયની બહાર પાર્ક કરેલા એક સ્કૂટર (Scooter) પાસે ફૂટ્યો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે સ્કૂટરના કાચ તૂટી ગયા હતા અને આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. હુમલો કર્યા બાદ બંને હુમલાખોરો બાઇક પર સવાર થઈ ફરાર થઈ ગયા હતા.

Advertisement

Advertisement

ખાલિસ્તાની આતંકીએ લીધી જવાબદારી

આ વિસ્ફોટ બાદ ખાલિસ્તાની આતંકી સંગઠન સાથે જોડાયેલા સુખજિંદર સિંહ બબ્બરે (Sukhjinder Singh Babbar) સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. તેણે ધમકીભર્યા લહેજામાં લખ્યું છે કે, "પંજાબ ખાલસાની ભૂમિ છે અને અહીં ખાલિસ્તાન સ્થાપિત થઈને જ રહેશે." આ દાવા બાદ ગુપ્તચર એજન્સીઓ પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે.

ગન પાવડરનો થયો ઉપયોગ

પ્રારંભિક ફોરેન્સિક તપાસ (Forensic Investigation) મુજબ, આ બોમ્બ બનાવવા માટે ગન પાવડરનો (Gun Powder) ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે હુમલાખોરોના ચહેરા સીસીટીવીમાં કેદ થયા છે અને ટૂંક સમયમાં જ તેમની ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચો:  Kanpur : કિડની કાઢી લેવાના કાંડનો કાળો કારોબાર, MBAના વિદ્યાર્થીઓને પણ ફસાવ્યા હોવાનો ઘટસ્ફોટ

Tags :
Advertisement

.

×