Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Punjab Bomb Threat : CM ઓફિસ અને BJP હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Chandigarh High alert : દેશમાં અનેક વખત સરકારી કચેરીઓને અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતી હોય છે. ત્યારે પંજાબમાં પણ મુખ્યમંત્રી ભગવંત માનની ઓફિસ અને ભાજપનું હેડક્વાર્ટર ઉડાવી દેવાની ધમકી આપી છે. જેના પગલે સુરક્ષા વ્યવસ્થા (Security Measures) વધુ કડક કરવામાં આવી છે.
punjab bomb threat   cm ઓફિસ અને bjp હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Advertisement
  • Punjab Bomb Threat : CM ઓફિસ અને ભાજપ મુખ્યાલયને ઉડાવી દેવાની ધમકી!
  • ચંદીગઢ અને દિલ્હીમાં સુરક્ષા એજન્સીઓ હાઈ-એલર્ટ પર
  • મુખ્યમંત્રી ભગવંત માનના કાર્યાલયને મળ્યો ધમકીભર્યો ઈમેલ
  • ભાજપ પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખડને પણ અપાઈ ચેતવણી
  • શાળાઓ બાદ હવે રાજકીય કાર્યાલયો નિશાના પર આવતા ફફડાટ
  • પોલીસ અને સાયબર ક્રાઈમ દ્વારા ઈમેલના સ્ત્રોતની તપાસ શરૂ

Punjab Bomb Threat : દેશમાં અનેક વખત સરકારી કચેરીઓને અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતી હોય છે. ત્યારે પંજાબમાં પણ મુખ્યમંત્રી ભગવંત માનની ઓફિસ અને ભાજપનું હેડક્વાર્ટર ઉડાવી દેવાની ધમકી આપી છે. જેના પગલે સુરક્ષા વ્યવસ્થા (Security Measures) વધુ કડક કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભગવંત માનના કાર્યાલય (Chief Minister's Office) ને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો છે, જેમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ચેતવણી આપવામાં આવી છે. આ ધમકી માત્ર મુખ્યમંત્રી સુધી સીમિત નથી, પરંતુ પંજાબ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખડ (Sunil Jakhar) અને પાર્ટીના મુખ્ય મથકોને પણ નિશાન બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Advertisement

Punjab Bomb Threat : ધમકી ભર્યો ઈમેલ મળતા ખળભળાટ

ઉલ્લેખનીય છે કે ઈમેલમાં ચંદીગઢ સ્થિત પંજાબ ભાજપ મુખ્યાલય (BJP Headquarters) અને દિલ્હીના કાર્યલયોનો પણ ઉલ્લેખ કરાયો છે. આ ગંભીર ઈનપુટ મળતા જ સુરક્ષા એજન્સીઓ (Security Agencies) દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને ઈમેલના મૂળ સ્ત્રોત (IP Address) ને શોધવા માટે સાયબર સેલની મદદ લેવામાં આવી રહી છે.

Advertisement

શાળાઓ પણ નિશાના પર

નોંધનીય છે કે પંજાબમાં છેલ્લા કેટલાક સમયથી આવી ધમકીઓ મળવાનો સિલસિલો વધ્યો છે. તાજેતરમાં જ 7 મેના રોજ જલંધરની એપીજે સ્કૂલ (Apeejay School) ને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગભરાટ ફેલાયો હતો. તકેદારીના ભાગરૂપે તે સમયે શાળા ખાલી કરાવીને સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો : NEET Breaking News : NEET-UG વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, NTA ને હટાવવાની માગ

Tags :
Advertisement

.

×