Kolkata: સુવેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની ગોળી મારી હત્યા, મમતા બેનર્જી પર આકરા પ્રહાર
- Kolkata: સુવેન્દુ અધિકારીના પીએની ગોળી મારી હત્યા!
- મધ્યમગ્રામ પાસે મોટરસાઇકલ સવાર હુમલાખોરોનું ફાયરિંગ
- સુવેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથનું કરૂણ મોત
- ભવાનીપુરમાં મમતાની હારનો બદલો હોવાનો સુવેન્દુનો દાવો
- બે દાયકાથી પૂર્વ એરફોર્સ અધિકારી ભાજપ સાથે જોડાયેલા હતા
- હુમલામાં કાર ચાલકની હાલત ગંભીર, હોસ્પિટલમાં સારવાર હેઠળ
Kolkata: પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા (Political Violence) અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં ભાજપના દિગ્ગજ નેતા સુવેન્દુ અધિકારી (Suvendu Adhikari) ના અંગત સહાયક (PA) ચંદ્રનાથ રથ (Chandranath Rath) ની નિર્મમ હત્યાથી સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. સુવેન્દુ અધિકારીએ આ હત્યા માટે સીધો આક્ષેપ તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર લગાવ્યો છે.
સુનિયોજિત કાવતરું
બુધવારે રાત્રે આશરે 10:30 વાગ્યે મધ્યમગ્રામના ડોલતલા પાસે મોટરસાઇકલ પર આવેલા હુમલાખોરોએ ચંદ્રનાથ રથની કારને આંતરી હતી અને તેમના પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, તેમના શરીર પર ચાર ગોળીઓના નિશાન મળ્યા છે, જે દર્શાવે છે કે આ એક સુનિયોજિત હત્યા હતી. સુવેન્દુ અધિકારીએ ભાવુક થઈને જણાવ્યું કે, "ચંદ્રનાથની હત્યા એટલા માટે કરવામાં આવી કારણ કે તેઓ મારા સાથી હતા અને મેં ભવાનીપુર (Bhawanipur) માં મમતા બેનર્જીને હરાવ્યા હતા."
Suvendu Adhikari's PA Chandranath Rath is who coordinated with the Bhawanipore BJP Team to defeat Mamata Banerjee. I too have met him. This is one of the most heinous & despicable act TMC did last night. They have shot him dead solely to take their revenge against that defeat pic.twitter.com/fhmSHUatDC
— Sudhanidhi Bandyopadhyay (@SudhanidhiB) May 7, 2026
બે દાયકા જૂનો સાથ
ચંદ્રનાથ રથ માત્ર એક સહાયક નહોતા, પરંતુ સુવેન્દુ અધિકારીના સૌથી વિશ્વાસુ સાથી હતા. ભારતીય વાયુસેના (Indian Air Force) માં સેવા આપ્યા બાદ તેઓ છેલ્લા બે દાયકાથી સુવેન્દુ સાથે જોડાયેલા હતા. 41 વર્ષીય ચંદ્રનાથ મૂળ પૂર્વ મેદિનીપુરના રહેવાસી હતા. આ હુમલામાં સુવેન્દુ અધિકારીના કાર ચાલક બુદ્ધદેવ બેરા પણ ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ભાજપે આ મામલે ત્વરિત ધરપકડ અને કડક સજાની માંગ કરી છે.
આ પણ વાંચો: Amazon Great Summer Sale : ₹15,000 થી પણ ઓછી કિંમતે મળશે પાવરફુલ 5G સ્માર્ટફોન, જાણો બેસ્ટ ડીલ્સ


