Chennai Airport પર પ્લેનનું લેન્ડિંગ બાદ મુસાફર પ્લેનનું ઈમરજન્સી એક્ઝિટ ખોલી કુદ્યો, જાણો પછી શું થયું?
- લેન્ડિંગ બાદ પ્લેનનો ઈમરજન્સી દરવાજો ખોલી કૂદ્યો
- એર અરેબિયાની ફ્લાઈટમાં મુસાફરે સર્જ્યો હોબાળો
- એક કલાક સુધી એરપોર્ટનો મુખ્ય રનવે બંધ રહ્યો
- અમદાવાદ સહિત 5 ફ્લાઈટ્સના સંચાલનમાં વિલંબ
- લંડનથી આવતી ફ્લાઈટને બેંગલુરુ ડાયવર્ટ કરાઈ
Chennai Airport Emergency : દક્ષિણ ભારતના મહત્વના ગેટવે ગણાતા ચેન્નાઈ એરપોર્ટ (Chennai Airport) પર રવિવારે વહેલી સવારે સુરક્ષામાં મોટી ખામી સર્જાઈ હતી. શારજાહથી આવેલી એર અરેબિયાની ફ્લાઈટ G9-471 સવારે 3:23 કલાકે સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી. જોકે, લેન્ડિંગની ગણતરીની મિનિટોમાં જ જ્યારે પ્લેન ટેક્સીવે (Taxiway) પર હતું, ત્યારે 29 વર્ષીય મુસાફર મોહમ્મદ શરીફ મોહમ્મદ નજમુદ્દીને અચાનક વિમાનનો ઈમરજન્સી દરવાજો ખોલી નીચે કૂદવાનો પ્રયત્ન કર્યો હતો.
Tamil Nadu | An Air Arabia passenger flight from Sharjah landed in Chennai in the early hours today. After touching down and taxiing along the runway, just as it was nearing its designated parking bay, a passenger suddenly opened the emergency exit door and jumped out, fleeing…
— ANI (@ANI) May 3, 2026
રનવે બંધ કરાયો અને ફ્લાઈટ્સ ડાયવર્ટ થઈ
આ ઘટનાને પગલે એરપોર્ટ સત્તાધીશોએ તકેદારીના ભાગરૂપે સવારે 3:25 કલાકે મુખ્ય રનવે (07/25) (Main Runway) તાત્કાલિક અસરથી બંધ કરી દીધો હતો. રનવે બંધ થવાને કારણે લંડનથી આવતી બ્રિટિશ એરવેઝની ફ્લાઈટને બેંગલુરુ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદ (Ahmedabad), દોહા અને દુબઈ જતી અંદાજે પાંચ ફ્લાઈટ્સના શિડ્યુલમાં 35 થી 40 મિનિટનો વિલંબ થયો હતો.
સેકન્ડરી રનવેથી કામગીરી શરૂ કરાઈ
મુખ્ય રનવે બંધ હોવાથી એરપોર્ટ પર ટ્રાફિકનું ભારણ વધ્યું હતું, જેના કારણે ઓપરેશન્સ સેકન્ડરી રનવે (12/30) (Secondary Runway) પર શિફ્ટ કરવામાં આવ્યા હતા. બેંગકોક અને અબુ ધાબી જતી ફ્લાઈટ્સને આ વૈકલ્પિક રનવે પરથી રવાના કરવામાં આવી હતી. આખરે 4:35 વાગ્યે મુખ્ય રનવે ફરી શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપી મુસાફરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Vinesh Phogat નો વિસ્ફોટક ખુલાસો; 'બ્રિજભૂષણ સામે જાતીય સતામણીની ફરિયાદ કરનાર 6 પીડિતોમાં હું પણ સામેલ'


