Chhatisgrah: સુકમામાં 16 નક્સલીઓએ કર્યુ આત્મસમર્પણ, 25 લાખનું હતુ ઇનામ
- દેશભરમાં નક્સલ મુક્ત અભિયાન યથાવત
- સુકમામાં 16 નક્સલીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું
- એક મહિલા અને એક પુરુષ માઓવાદી પર 8-8 લાખ રૂપિયાનું ઇનામ પણ હતું.
- 25 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતા 6 નક્સલીઓએ પણ આત્મસમર્પણ કર્યું
Chhatisgrah : ભારત સરકાર તરફથી દેશભરમાં નક્સલ (Chhattisgarh Naxal )મુક્ત ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તેલંગણા અને ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યોમાં નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં નક્સલ દ્વારા સતત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે. જેમાં પોલીસને સફળતા પણ મળી છે. લાખો અને કરોડો રૂપિયાના ઇનામી એવા નક્સલી(Naxal)ઓને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. જેનો પ્રભાવ એ જોવા મળ્યો કે હવે છત્તીસગઢમાંથી કુલ 16 નક્સલીઓને આત્મસર્મપણ કરી દીધુ છે.
16 નક્સલીઓએ કર્યુ સરેન્ડર
સુકમાના 16 નક્સલીઓએ પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધા છે. સોમવારે પીએલજીએ બટાલિયનના 2 હાર્ડકોર નક્સલી સહિત 16 નક્સલીઓએ હથિયાર હેઠા મૂકી દીધા છે. જેમાં એક મહિલા અને પુરુષ પર તો 8-8 લાખનું ઇનામ જાહેર હતું. એટલુ જ નહી સરેન્ડર કરનારા 6 નક્સલીઓ પર 25 લાખના ઇનામની જાહેરાત કરવામાં આવી હતી. સરેન્ડર કરનારા તમામ નક્સલીઓ વિવિધ ઘટનાઓમાં સામેલ રહી ચૂક્યા છે.
In a major breakthrough, 16 Naxals with ₹25 lakh bounty collectively have surrendered in Sukma.
Security ops intensify under anti-Naxal campaign.#CRPF #Chhattisgarh #NaxalFreeBharat #TejRan pic.twitter.com/ZGXJPXmUq9— 🎀 𝑅𝒶𝒹𝒽𝒶 𝒢𝓊𝓅𝓉𝒶 🎀 (@ra3_gupta) June 2, 2025
બસ્તર નક્સલ મુક્ત
એસપી કિરણ ચૌહાણ,એએસપી ઉમેશ ગુપ્તા,સીઆરપીએફ અને પોલીસ અધિકારીઓ સામે નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું. મહત્વનું છે કે વિવિધ રાજ્યોમાં નક્સલીઓ સામે કડક પગલા ભરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બસ્તર જિલ્લાને LWE (ડાબેરી ઉગ્રવાદ) ની યાદીમાંથી દૂર કરવાનો અને તેને વારસાગત જિલ્લાઓની યાદીમાં મૂકવાનો નિર્ણય લીધો.બસ્તરના કલેક્ટર હરીશ એસ.એ આ વાતની પુષ્ટિ કરી હતી. બસ્તરના કલેક્ટર હરીશ એસ એ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આ નિર્ણય વિશે જણાવ્યું હતું કે આ સાથે બસ્તરને LWE હેઠળ આપવામાં આવતી નાણાકીય સહાય પણ બંધ થઈ ગઈ છે. ગૃહ મંત્રાલય નક્સલવાદથી પ્રભાવિત જિલ્લાઓને LWE (ડાબેરી ઉગ્રવાદ) ની શ્રેણીમાં મૂકે છે.
આ પણ વાંચો -Bihar: ચિરાગ પાસવાન લડશે વિધાનસભાની ચૂંટણી? જાણો પ્રતિક્રિયા
5લાખનો ઇનામી ઠાર મરાયો
મહુઆડાંડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરમખાડ અને દૌના વચ્ચેના જંગલમાં રવિવારે મોડી રાત્રે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું, જે સોમવાર સવાર સુધી ચાલુ રહ્યું. આ દરમિયાન પોલીસે એક નક્સલીને ઠાર માર્યો, જે સીપીઆઈ નક્સલી કમાન્ડર મનીષ યાદવ હતો. આ માટે 5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો -Maharashtra: આતંકવાદ મામલે ATSની મોટી કાર્યવાહી, થાણે સહિત અનેક સ્થળોએ દરોડા
બસવરાજુ ઠાર મરાયો
છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર થયુ હતું. જેમાં નક્સલી નવબલ્લા કેશવ રાવ ઉર્ફે બસવરાજુ પણ માર્યો ગયો. તે નક્સલવાદી સંગઠનનો મહાસચિવ હતો. ડીઆરજી સૈનિકોએ તેને મારી નાખ્યો. અત્યાર સુધીમાં 26 નક્સલીઓ માર્યા ગયા છે. આ દરમિયાન એક સૈનિક પણ વિરગતિ પામ્યો છે.બસવરાજુ છેલ્લા 35 વર્ષથી માઓવાદી સંગઠનની કેન્દ્રીય સમિતિને સભ્ય હતો. . સરકારે તેના પર લગભગ 1.5 કરોડ રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. 70 વર્ષનો બસવરાજુ શ્રીકાકુલમ જિલ્લાના જિયાનાપેટા ગામનો રહેવાસી હતો. નવેમ્બર 2018થી સીપીઆઈ માઓવાદી સંગઠનના મહાસચિવની જવાબદારી હતી. પોતાની પાસે હંમેશા એકે 47 રાઈફલ રાખતો હતો. તેમની પ્રવૃત્તિઓ છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં હતી.