મણિપુરમાં શાંતિ માટે CM બીરેન સિંહની પહેલ, નાગા સમુદાયના ધાર્મિક નેતાઓને કરી અપીલ
મણિપુર: મુખ્યમંત્રી બીરેન સિંહે રાજ્યના સંકટના સમાધાનમાં નાગા સમુદાયના નેતાઓને સક્રિય ભૂમિકા નિભાવવા માટેની અપીલ કરી. સેનાપતિ જિલ્લાના મરામમાં 42 માં એમકેએસ મહાસમ્મલેનમાં સાંપ્રદાયિક શાંતિ અને એક થવાની જરૂરિયાતો પર ભાર આપ્યો હતો. બીરેન સિંહે પણ તમામ સમસ્યાઓના સંવૈધાનિક સમાધાનની વાત કહી અને અપીલ કરી કે સમુદાય આંતરિક સહયોગથી શાંતિ સ્થાપિત કરે.
મણિપુર અસ્થિરતા સામે ઝઝુમી રહ્યું છે
મણિપુરમાં હાલના સમયે અસ્થિરતા અને સંકટ સતત વધતું જઇ રહ્યો છે સ્થિતિને જોતા મુખ્યમંતરી એન બીરેનસિંહે નાગા સમુદાયના નેતાઓને શાંતિ સ્થાપિત કરવા માટે મહત્વની ભૂમિકા નિભાવવા માટેની અપીલ કરી છે. સેનાપતિ જિલ્લાના મરામ વિસ્તારમાં આયોજિત 42 માં મરાલુઇ કરલીમઇ સ્વિજોઇકંગ મહાસમ્મેલનમાં બોલતા મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે હાલની સમસ્યાઓનો સમાધાન અને શાંતિની બહાલી માટે એક ત્રીજા પક્ષની જરૂર છે. ચર્ચ અને સામુદાયિક જવાબદારી ઉઠાવવી પડસે જેથી રાજ્યમાં સ્થાપિત કરવામાં આવી શકે.
આ પણ વાંચો : મને મારી પત્નીને જોયા કરવાનું ખુબ જ પસંદ છે, કામ કલાકના આધારે નહીં આઉટપુટના આધારે ચાલે છે
સરકાર સંવિધાન અંતર્ગત સમસ્યાનો ઉકેલ લાવવા પ્રતિબદ્ધ
બિરેન સિંહે આગળ કહ્યું કે, મણિપુર સરકાર સંવિધાન અને નિયમો અંતર્ગત સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સંપુર્ણ પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, જે કાંઇ પણ થયું તે જુની વાત છે. હવે સમય છે કે જુની ભુલોને ભુલીને શાંતિના માર્ગ પર પરત ફરીએ. રાજ્યના તમામ નિવાસીઓ એક થઇને સામુહિક પ્રયાસોની જરૂર છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, તેઓ સરકાર તરફથી શાંતિ સ્થાપિત કરવા માટે દરેક જરૂરિ પગલા ઉઠાવવા તૈયાર છે અને તેમને વિવિધ સમુદાયોના સમર્થનની જરૂર છે.
મુખ્યમંત્રીએ 90 ના દશકનું ઉદાહરણ આપ્યું
મુખ્યમંત્રીએ 90 ના દશકના કુકી અને નાગા સંઘર્ષોનું ઉદાહરણ આપતા કહ્યું કે, તે સમયે પણ સમાધાન કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે એકવાર ફરીથી તેઓ નાગા નેતાઓ અને સમુદાયના સમર્થનની અપેક્ષા રાખે છે. બીરેન સિંહે સમુદાયને અપીલ કરી કે શાંતિનો પ્રયાસોથી જ કોઇ પરિણામ સુધી પહોંચી શકાય છે.
આ પણ વાંચો : IND vs ENG T20 સિરીઝ: ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, અક્ષર પટેલને મળી મોટી જવાબદારી
સરકાર પણ કોઇ સમુદાયની વિરુદ્ધ નહીં
મુખ્યમંત્રીએ કેટલાક વિધાનસભા વિસ્તારોમાં થઇ રહેલી અસામાન્ય વૃદ્ધીનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે, તેના પર ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. તેમણે તેમ પણ જણાવ્યું કે કોઇ સમુદાયની વિરુદ્ધ નથી અને તમા પગલા રાજ્યના યુવાનો અને સ્થાનિક સમુદાયના સુરક્ષા માટે ઉઠાવાઇ રહ્યા છે. બિનકાયદેસર પ્રવાસીઓની ઓળખના માધ્યમથી સરકાનો સ્થાનિક સમુદાયની સંખ્યા જાળવી રાખવાનો છે. બીરેન સિંહે સમુદાયને અપીલ કરી કે તેમની મંશાને ખોટી સમજવામાં આવી રહી છે. આંતરિક સહયોગથી શાંતિ બહાલ કરવામાં આવે.
આ પણ વાંચો : Jamnagar: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસ જામનગરની મુલાકાતે, એરપોર્ટ પર કરાયું ઉષ્માભેર સ્વાગત