ઔરંગઝેબની કબર હટાવાને મામલે CM ફડણવીસનું મોટું એલાન
- ઔરંગઝેબનો મકબરો એક સંરક્ષિત સ્મારક છે: ફડણવીસ
- ઔરંગઝેબના વખાણ કરવાની મંજૂરી નથી: ફડણવીસ
- સોનિયા ગાંધીની શિક્ષણ નીતિની ટીકા નકારી કાઢવામાં આવી: ફડણવીસ
Maharashtra : મુઘલ બાદશાહ ઔરંગઝેબની કબર હટાવાનો (aurangzebcontroversy)મામલો ચગ્યો છે.બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદની માગ છે કે સંભાજી નગરમાં આવેલી ઔરંગઝેબની કબર તોડી પાડવી જોઈએ અથવા હટાવવી જોઈએ ત્યારે હવે મહારાષ્ટ્ર(Maharashtra)ના સીએમ દેવેન્દ્ર ફડણવીસે (CM devendra fadnavis)કબર હટાવાને લઈને એક મોટું એલાન કર્યું છે.
શું બોલ્યાં દેવેન્દ્ર ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ઔરંગઝેબની કબર ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા રક્ષિત સ્મારક છે તેથી તેને તોડી ન શકાય પરંતુ તેઓ કબરનો મહિમામંડળ કદી પણ નહીં થવા દેય. તેમણે કહ્યું કે આપણને ઔરંગઝેબ ગમતો હોય કે ન ગમતો હોય પરંતુ તે રક્ષિત સ્મારક છે તેથી તેને હટાવી ન શકાય પરંતુ તેનો મહિમામંડળ ન થઈ શકે.
આ પણ વાંચો -IFS Nidhi Tewari : 2014 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી PMના પર્સનલ સેક્રેટરી
કબર હટાવાની માગ કોણે કરી
બજરંગ દળ, વિશ્વ હિંદુ પરિષદ તથા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે સહિતના બીજા લોકોએ સંભાજી નગરમાં આવેલી ઔરંગઝેબની કબર હટાવાની બુલંદ માગ કરી છે. જોકે હવે સીએમ ન હટાવાનું જાહેર કરીને મામલો શાંત પાડ્યો છે.
આ પણ વાંચો -સોનિયા ગાંધીએ શિક્ષણ નીતિ પર સરકારને ઘેરી, કહ્યું - 89 હજાર શાળાઓ થઇ બંધ અને..!
ક્યાં આવેલી છે ઔરંગઝેબની કબર
મુઘલ બાદશાહ ઔરંગઝેબની કબર મહારાષ્ટ્રના સંભાજી નગરમાં આવેલી છે. બાદશાહ તરીકેના અંતિમ વર્ષોમાં ઔરંગઝેબે મરાઠા સામે લડવા અહમદનગરમાં પડાવ નાખ્યો હતો તે દરમિયાન તેનું અવસાન અહીં થયું હતું અને તેને ખુલ્દાબાદ (નવું નામ સંભાજી નગર)માં દફનાવાયો હતો.