Maharashtra: શોક સભા હતી..વિજય રેલી નહી, ઉદ્ધવ-રાજ ઠાકરેની વિજય રેલી પર CM ફડણવીસનો પલટવાર
- મહારાષ્ટ્રની રાજનીતિમાં એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી
- ઠાકરે પરિવારના બે પિતરાઈ એક મંચ પર જોવા મળ્યા
- 'આવાઝ મરાઠીચા' નામની મેગા રેલી યોજાઇ
- સીએમ ફડણવીસે વળતો જવાબ આપ્યો
Maharashtra: મહારાષ્ટ્રની રાજનીતિમાં શનિવારે એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી. લગભગ દશકો બાદ ઠાકરે પરિવારના બે પિતરાઈ ભાઈઓ - રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે - એક જ સ્ટેજ પર દેખાયા. વર્લીના NSCI ડોમ ખાતે આયોજિત 'આવાઝ મરાઠીચા' નામની મેગા રેલી યોજાઇ હતી. આ બંને નેતાઓએ ભાજપ અને સીએમ ફડણવીસ (Devendra Fadnavis)પર આકરા પ્રહાર કર્યા હતા. જેનો સીએમ ફડણવીસે વળતો જવાબ આપ્યો છે.
આ તો શોકસભા હતી- દેવેન્દ્ર ફડણવીસ
ફડણવીસે કહ્યું કે હું રાજ ઠાકરેને ધન્યવાદ કહેવા માગુ છું તે હંને ભાઇઓને સાથે લાવવામાં તેઓએ મને શ્રેય આપ્યો.આ મારા માટે બાલાસાહેબના આશીર્વાદ મળવા બરાબર છે. પરંતુ જે રેલી થઇ, તે વિજય રેલી નહી પરંતુ શોક સભા હતી. ભાષણોમાં મરાઠી ભાષાનું તો નામ પણ લેવામાં આવ્યુ ન હતું. માત્ર સત્તાની લાલચ અને દુઃખની વાતો હતી.
આ પણ વાંચો -VIDEO: દૂધમાં થૂંકવાનો એક કિસ્સો સામે આવ્યો,કરતૂત CCTVમાં કેદ
ફડણવીસે ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું
ફડણવીસે ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા કહ્યું કે છેલ્લા 25 વર્ષથી શિવસેના મુંબઈ મહાનગરપાલિકા પર નિયંત્રણ રાખતી હતી પરંતુ તેમણે કંઈ કર્યું નહીં. જ્યારે અમે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મુંબઈને નવો દેખાવ આપવાનું શરૂ કર્યું ત્યારે તેમણે મરાઠી લોકોને બહાર કાઢ્યા. અમે બીડીડી ચાલ, પત્રા ચાલ અને અભ્યુદય નગરના મરાઠી પરિવારોને એક જ જગ્યાએ વધુ સારા ઘર આપ્યા. આ જ વાત તેમને દુઃખ પહોંચાડી રહી છે.
આ પણ વાંચો -Gopal Khemka Case: બિહારમાં જાણીતા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની 6 સેકન્ડમાં હત્યા,સમગ્ર ઘટના CCTVમાં કેદ
મ્યુનિસિપલ ચૂંટણીઓમાં ‘હિન્દુત્વ’ વિરુદ્ધ ‘મરાઠી’?
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓની પૃષ્ઠભૂમિમાં મરાઠી અસ્મિતા વિરુદ્ધ હિન્દુત્વ પર ચર્ચા ફરી એકવાર જોર પકડી રહી છે. ફડણવીસે કહ્યું, અમે મરાઠી છીએ અને અમને મરાઠી ભાષા પર ગર્વ છે, પરંતુ અમે હિન્દુ પણ છીએ, અને અમને અમારા હિન્દુત્વ પર પણ એટલો જ ગર્વ છે. અમારું હિન્દુત્વ બધાને સાથે લઈને ચાલશે. તેમના નિવેદનને આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓમાં ભાજપની રણનીતિ સાથે જોડવામાં આવી રહ્યું છે જેમાં હિન્દુત્વ કાર્ડ ફરીથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.