Bihar elections પહેલા CM એક્શન મોડમાં! નીતિશ કુમાર દિલ્હીના પ્રવાસે
- NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની દિલ્હીમાં મોટી બેઠક
- PM મોદી આ બેઠકની અધ્યક્ષતા કરવાના છે
- બિહારના CM નીતિશ કુમાર બે દિવસની દિલ્હીની મુલાકાતે
NDA Meeting: આ વર્ષે બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. 2025ની બિહાર વિધાનસભાની ચૂંટણી માટે કોઈના કોઈ બહાને તૈયારીઓ ચાલી રહી છે. ક્યાંક કોઈ યાત્રા કાઢી રહ્યું છે તો ક્યાંક સભાઓ થઈ રહી છે. આ બધા વચ્ચે, બિહારના CM નીતિશ કુમાર બે દિવસની દિલ્હીની મુલાકાતે જઈ રહ્યા છે.
મળતી માહિતી મુજબ દિલ્હીમાં NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની એક મોટી બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકની અધ્યક્ષતા PM મોદી કરવાના છે. આ બેઠકમાં NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓના કાર્યની સમીક્ષા કરવામાં આવશે.
મુખ્યમંત્રીઓ પાસેથી ફીડબેક લેવામાં આવશે
કેન્દ્રમાં NDA સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અંગે મુખ્યમંત્રીઓ પાસેથી ફીડબેક લેવામાં આવશે. 25 મેના રોજ યોજાનારી આ બેઠક માટે CM નીતિશ કુમાર આવતીકાલે (શનિવાર, 24 મે, 2025) દિલ્હી જશે. આ પહેલા, CM નીતિશ 16 ફેબ્રુઆરીએ બે દિવસની દિલ્હીની મુલાકાતે ગયા હતા. ફેબ્રુઆરીમાં CMની મુલાકાતને લઈને ઘણી ચર્ચા હતી કે નીતિશ કુમાર 17 ફેબ્રુઆરીએ PM મોદીને મળશે, પરંતુ એવું બન્યું નહીં. આ પછી, ચર્ચાઓ તેજ થઈ ગઈ કે PM મોદીએ બેઠક માટે સમય આપ્યો નથી.
આ પણ વાંચો : Moscow એરપોર્ટ પર ડ્રોન હુમલો; માંડ માંડ બચ્યુ કનિમોઝીની આગેવાની હેઠળનું ડેલિગેશન
બંને નેતાઓ વચ્ચે રાજકીય ચર્ચા થઈ શકે
જો કે, JDU નેતાઓએ કહ્યું હતું કે CM પાસે PMને મળવાનો કોઈ કાર્યક્રમ નથી. હવે જ્યારે CM નીતિશ કુમાર ફરીથી દિલ્હી જઈ રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો આ મુલાકાત પર નજર રાખશે. એક તરફ વિપક્ષ નીતીશ કુમારના સ્વાસ્થ્યને લઈને સતત સવાલો ઉઠાવી રહ્યુ છે, તો બીજી તરફ PMની અધ્યક્ષતામાં યોજાનારી આ સમીક્ષા બેઠકમાં નીતિશ કુમારની ભાગીદારી આવી ચર્ચાઓ પર બ્રેક લગાવશે. માનવામાં આવી રહ્યું છે કે બંને નેતાઓ વચ્ચે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ચર્ચા પણ થઈ શકે છે.
આ પણ વાંચો : Punjab: ભ્રષ્ટાચાર વિરુદ્ધ CM માનની મોટી કાર્યવાહી, પોતાના જ MLA પર લીધું મોટું એક્શન