Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ram Mandir પ્રાણ-પ્રતિષ્ઠામાં CM યોગી હશે મુખ્ય મહેમાન, કેટલી મૂર્તિઓ થશે સ્થાપિત?

અયોધ્યા ફરી એક ભક્તિ  રંગમાં રંગાશે 3થી 5 જૂન સુધી  પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે રામ દરબાર અને 14 અન્ય મંદિરોની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા 2 જૂને કળશ યાત્રાની સાથે આ સમારોહની શરૂઆત થશે   Ayodhya Ram Mandir : ભગવાન રામની...
ram mandir પ્રાણ પ્રતિષ્ઠામાં cm યોગી હશે મુખ્ય મહેમાન  કેટલી મૂર્તિઓ થશે સ્થાપિત
Advertisement
  • અયોધ્યા ફરી એક ભક્તિ  રંગમાં રંગાશે
  • 3થી 5 જૂન સુધી  પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે
  • રામ દરબાર અને 14 અન્ય મંદિરોની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા
  • 2 જૂને કળશ યાત્રાની સાથે આ સમારોહની શરૂઆત થશે

Ayodhya Ram Mandir : ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા (Ayodhya)ફરી એક વખત ભક્તિ અને આધ્યાત્મિક ઉત્સાહના રંગમાં રંગાશે. 3થી 5 જૂન 2025 સુધી શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામ દરબાર અને 14 અન્ય મંદિરોની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા (Ram Mandi Pran Pratishth) નો ભવ્ય સમારોહ યોજાવવા જઈ રહ્યો છે. આ આયોજન ગંગા દશેરાના પાવન અવસર પર થઈ રહ્યો છે, જે ગંગાાના અવતરણનું પ્રતિક છે.

Advertisement

Advertisement

2 જૂનથી શરૂ થયો સમારોહ

2 જૂન 2025એ મંગળ કળશ યાત્રાની સાથે આ સમારોહની શરૂઆત થઈ ચૂકી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયના કહેવા અનુસાર ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને મુખ્ય મહેમાન તરીકે આ આયોજનમાં સામેલ કરાશે અને યોગાનું યોગ તે દિવસે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો જન્મદિવસ પણ છે. તમને જણાવી દઈએ કે 2 જૂન 2025એ અયોધ્યામાં મંગળ કળશ યાત્રા કાઢવામાં આવી, જે આ ભવ્ય આયોજનનું શુભારંભ હતું. આ યાત્રા સરયૂ નદીના કિનારા પર સ્થિત સંત તુલસીદાસ ઘાટથી બપોરે 4 વાગ્યા શરૂ થઈ. જેમાં 400 મહિલાઓએ સરયૂના પવિત્ર જળથી ભરેલા કળશને લઈ આ યાત્રામાં ભાગ લીધો. આ દરમિયાન માતા સરયૂની પૂજા અને યજમાનોની પ્રાયશ્ચિત કર્મ પણ સંપન્ન થયું.

આ  પણ  વાંચો -NEET-PG 2025ની 15 જૂને યોજાનાર પરીક્ષા સ્થગિત કરાઈ, જાણો શું છે કારણ

101 વૈદિક આચાર્યોની આગેવાનીમાં સમારોહ સંપન્ન થશે

3 જૂને સવારે 6.30 વાગ્યાથી અનુષ્ઠાન શરૂ થશે, જે 12 કલાક સુધી ચાલશે. આ દિવસે પંચાગ પૂજન, યજ્ઞ મંડપ પૂજન, ગ્રહ યજ્ઞ, અગ્નિ સ્થાપના, હવન અને મૂર્તિઓનો જળાભિષેશ થશે. 4 જૂને દેવ સ્નાન, પ્રદક્ષિણા જેવા અનુષ્ઠાન થશે. મુખ્ય સમારોહ 5 જૂને ગંગા દશેરાના દિવસે થશે. જ્યા સવારે 11.25થી 11.40 વાગ્યાની વચ્ચે અભિજીત મુહૂર્તમાં રામ દરબાર અને અન્ય મંદિરોની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને બપોરે 1 વાગ્યે આરતીની સાથે અનુષ્ઠાનની પૂર્ણાહૂતિ થશે. આ સમારોહ કાશીના વિદ્વાન પંડિતની આગેવાનીમાં 101 વૈદિક આચાર્યો દ્વારા સંપન્ન થશે.

આ  પણ  વાંચો -Ranchi એરપોર્ટ પર વિમાન સાથે અથડાયું પક્ષી, 175 મુસાફરોના જીવ અધ્ધર

કેટલા મંદિરમાં મૂર્તિઓ થશે સ્થાપિત ?

આ સમારોહમાં રામમંદિરના પ્રથમ માળ પર રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા થશે, જેમાં ભગવાન રામ, માતા સીતા, લક્ષ્મણ, હનુમાન, ભાતર અને શત્રુઘ્નની મૂર્તિઓ સામેલ છે. આ મૂર્તિઓ જયપુરના સફેદ સંગમરમરથી બની છે. જેની ઉંચાઈ લગભગ 4.5 ફૂટ છે. ખાસ વાત એ છે કે રામ અને સીતાની મૂર્તિઓ એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે. જે તેમના અતૂટ બંધનને દર્શાવે છે. આ સિવાય મંદિર પરિસરમાં 6 મંદિરમાં ભગવાન ગણેશ, સૂર્ય, માતા જગદંબા, અન્નપૂર્ણા, હનુમાન અને શિવલિંગની મૂર્તિઓ સ્થાપિત થશે. આ સિવાય સપ્ત મંડપમમાં 7 મંદિરોમાં મહર્ષિ વાલ્મિકિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, અગસ્ત્ય, નિષાદરાજ, માતા શબરી અને દેવી અહિલ્યાની મૂર્તિઓ હશે. શેષાવતારમાં મંદિરમાં લક્ષ્મણજીની મૂર્તિની પણ પ્રાણ પ્રતિષ્ઠા થશે. કૂલ 14 મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે.

Tags :
Advertisement

.

×