Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Tamil Nadu Accident : ખાનગી એન્જિનિયરિંગ કોલેજની બસ અને માલગાડી વચ્ચે ટક્કર, 25 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

Tamil Nadu Accident : તમિલનાડુના કરુર જિલ્લામાં શનિવારે સાંજે એક હૃદયદ્રાવક અકસ્માત (Accident) સર્જાયો હતો. એક ખાનગી એન્જિનિયરિંગ કોલેજની બસ (College Bus) રેલવે ટ્રેક ઓળંગતી વખતે માલગાડી (Goods Train) સાથે અથડાતા અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં કુલ 25 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
tamil nadu accident   ખાનગી એન્જિનિયરિંગ કોલેજની બસ અને માલગાડી વચ્ચે ટક્કર  25 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત
Advertisement
  • Tamil Naduમાં બસ અને માલગાડી સાથે સર્જાયો Accident
  • અકસ્માતમાં 25થી વધારે વિદ્યાર્થી ઈજાગ્રસ્થ થયા
  • ઈજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડાયા

Tamil Nadu Accident : તમિલનાડુના કરુર જિલ્લામાં શનિવારે સાંજે એક હૃદયદ્રાવક અકસ્માત (Accident) સર્જાયો હતો. એક ખાનગી એન્જિનિયરિંગ કોલેજની બસ (College Bus) રેલવે ટ્રેક ઓળંગતી વખતે માલગાડી (Goods Train) સાથે અથડાતા અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં કુલ 25 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.

Tamil Nadu Accident : બસમાં સવાર 25 વિદ્યાર્થીઓ થયા ઈજાગ્રસ્ત

ઘટનાની વિગતો મુજબ, વીરરક્કિયમ અને પલયમ વચ્ચે આવેલા એક માનવરહિત રેલવે ક્રોસિંગ (Unmanned Railway Crossing) પર આ ટક્કર થઈ હતી. અકસ્માત બાદ તરત જ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે જિલ્લા સરકારી હોસ્પિટલ (Government Hospital) માં ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

Advertisement

ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડાયા

ડીએમકે (DMK) નેતા સેન્થિલ બાલાજીએ હોસ્પિટલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓના ખબર-અંતર પૂછ્યા હતા. તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, બસ ટ્રેક ક્રોસ કરી રહી હતી ત્યારે માલગાડીએ પાછળના ભાગે ટક્કર મારી હતી. 23 વિદ્યાર્થીઓ હાલ સરકારી હોસ્પિટલમાં છે, જ્યારે અન્ય બેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.

દક્ષિણ રેલવે (Southern Railway) એ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ દુર્ઘટના તેમના અધિકારક્ષેત્રમાં આવતી નથી. આ રેલવે લાઇન ચેટ્ટીનાડ સિમેન્ટ્સ (Chettinad Cements) ની માલિકીની ખાનગી લાઇન છે, જેનો ઉપયોગ ક્લિંકરની હેરફેર માટે થાય છે.

આ પણ વાંચો : Gaumata Poshan Yojana માં મોટા સુધારા, જાણો હવે કોને-કોને મળશે લાભ? 

Tags :
Advertisement

.

×