Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Commercial Gas Cylinder Supply: કોમર્શિયલ ગેસ સિલિન્ડર ના પુરવઠા માટે નવી ગાઈડલાઈન: જાણો કોને મળશે પહેલા સપ્લાય

વૈશ્વિક યુદ્ધના પડઘા હવે તમારા રસોડા અને વ્યવસાય સુધી પહોંચી રહ્યા છે. પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે કોમર્શિયલ ગેસના વિતરણ માટે એક નવું અને કડક માળખું તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ચોક્કસ ક્ષેત્રોને જ પહેલા સિલિન્ડર મળશે. અછતની અફવાઓ અને લાંબી કતારો વચ્ચે સરકારે જે લિસ્ટ બહાર પાડ્યું છે, તે વેપારીઓ માટે ચિંતાનો વિષય બની શકે છે.
commercial gas cylinder supply  કોમર્શિયલ ગેસ સિલિન્ડર ના પુરવઠા માટે નવી ગાઈડલાઈન  જાણો કોને મળશે પહેલા સપ્લાય
Advertisement
  • યુદ્ધના તણાવ વચ્ચે ગેસ સપ્લાય માટે સરકારી માર્ગદર્શિકા જાહેર (Commercial Gas Cylinder Supply)
  • હોસ્પિટલ અને એરપોર્ટ જેવા સેક્ટરને વિતરણમાં પ્રથમ પ્રાથમિકતા
  • હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સને યાદીમાં નીચલા ક્રમે મૂકવામાં આવ્યા
  • દેશમાં પૂરતો સ્ટોક હોવાનો સરકારનો દાવો, અફવાઓથી બચવા અપીલ

મધ્ય પૂર્વ (Middle East) માં વધતા જતા ભૌગોલિક-રાજકીય તણાવને કારણે વૈશ્વિક સ્તરે ઉર્જા પુરવઠો ખોરવાયો છે. ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષની સીધી અસર ભારત પર પણ જોવા મળી રહી છે, જેના કારણે ક્રૂડ ઓઈલ (Crude Oil) અને પેટ્રોલિયમ ઉત્પાદનોના સપ્લાયમાં મુશ્કેલીઓ ઉભી થઈ છે. આ સ્થિતિને પહોંચી વળવા દિલ્હી સરકાર (Delhi Government) ના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર (Commercial LPG Cylinder) ના વિતરણ માટે નવી પ્રાધાન્યતા યાદી જાહેર કરી છે.

Advertisement

Commercial Gas Cylinder Supply:  કોમર્શિયલ ગેસ સપ્લાયની નવી માર્ગદર્શિકા

સરકારે વિવિધ ક્ષેત્રોની જરૂરિયાત મુજબ આઠ સ્તરમાં પ્રાથમિકતા નક્કી કરી છે. આ વ્યવસ્થા હેઠળ હોસ્પિટલ (Hospitals), શૈક્ષણિક સંસ્થાઓ, રેલ્વે (Railways) અને એરપોર્ટને પ્રથમ ક્રમે રાખવામાં આવ્યા છે. ત્યારબાદ સરકારી કેન્ટીન અને સંસ્થાઓને બીજી પ્રાથમિકતા મળશે. રેસ્ટોરન્ટ (Restaurants) અને ખાણીપીણીની દુકાનોને ત્રીજા સ્થાને, જ્યારે હોટેલ્સ (Hotels) અને ગેસ્ટ હાઉસને ચોથા ક્રમે રાખવામાં આવ્યા છે.ત્યારબાદ ડેરી, બેકરી, કેટરર્સ અને બેન્ક્વેટ હોલને ક્રમશઃ પાંચમી અને છઠ્ઠી પ્રાથમિકતા આપવામાં આવશે. ડ્રાય ક્લીનિંગ યુનિટ્સ અને સ્પોર્ટ્સ સ્ટેડિયમ (Sports Stadiums) યાદીમાં છેલ્લા ક્રમે છે. આ તમામ પુરવઠો મુખ્યત્વે 19 કિલોગ્રામ (19-kg Cylinder) ના કોમર્શિયલ સિલિન્ડરમાં પૂરો પાડવામાં આવશે.

Advertisement

અછતની અફવાઓ અને વાસ્તવિકતા

બજારમાં ગેસની અછતને લઈને ચાલી રહેલી અફવાઓ પર સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં પૂરતો સ્ટોક (Gas Stock) ઉપલબ્ધ છે. જોકે, પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિને કારણે પુરવઠા સાંકળમાં સામાન્ય અસર થઈ હોવાનું સ્વીકાર્યું છે. બીજી તરફ, ગ્રાહકોમાં ગભરાટ હોવાથી અનેક સ્થળે સિલિન્ડર માટે લાંબી કતારો જોવા મળી રહી છે અને કાળાબજાર (Black Marketing) ની ફરિયાદો પણ ઉઠી રહી છે. સરકાર આ કાળાબજાર રોકવા માટે કડક પગલાં ભરી રહી છે.

આ પણ વાંચો:  PNG Gas Users : એલપીજીના સંકટ વચ્ચે કેન્દ્રનો માસ્ટર પ્લાન, લાખો પરિવારોને થશે મોટો ફાયદો

Tags :
Advertisement

.

×