Delhi : કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, AAP છોડનારા નેતાઓને પણ મળી ટિકિટ...
- Delhi વિધાનસભા ચૂંટણીને લઈને પાર્ટીઓ એકશનમાં
- કોંગ્રેસે બીજી યાદીમાં 26 ઉમેદવારોના નામ જાહેર કર્યા
- AAP છોડનારા નેતાઓને પણ કોંગ્રેસે આપી ટિકિટ
કોંગ્રેસે દિલ્હી (Delhi) વિધાનસભા ચૂંટણી માટે બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસે આ યાદીમાં 26 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં આમ આદમી પાર્ટી (AAP) છોડનારા નેતાઓને પણ ટિકિટ મળી છે. આ પહેલા કોંગ્રેસે 12 ડિસેમ્બરે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. દિલ્હીની 70 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસે અત્યાર સુધીમાં તેના 47 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.
કોંગ્રેસની બીજી યાદી જાહેર...
કોંગ્રેસની બીજી યાદીમાં બે મહત્વના નામ દિલ્હી (Delhi) સરકારના પૂર્વ મંત્રી અસીમ અહેમદ ખાન અને પૂર્વ ધારાસભ્ય દેવેન્દ્ર સેહરાવત છે. આસિમ અહેમદ ખાનને મતિયા મહેલથી અને દેવેન્દ્ર સેહરાવતને બિજવાસન વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. આ બંને નેતાઓ તાજેતરમાં આમ આદમી પાર્ટી (AAP) છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા.
આ પણ વાંચો : Governor : કેન્દ્રે 5 રાજ્યોના રાજ્યપાલ બદલ્યા, અજય ભલ્લાની મણિપુર માટે પસંદગી...
કોને ક્યાંથી ટિકિટ મળી?
આપને જણાવી દઈએ કે, દિલ્હી (Delhi) વિધાનસભા ચૂંટણીની તારીખો આવતા વર્ષે ફેબ્રુઆરીમાં નક્કી થઈ શકે છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સીધો મુકાબલો જોવા મળી શકે છે. દિલ્હીમાં કોંગ્રેસની સ્થિતિ છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં નબળી પડી હતી, પરંતુ પાર્ટી હવે આ ચૂંટણીમાં પોતાની પકડ મજબૂત કરવા માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે. આ સાથે જ ભાજપ પણ જોરદાર ટક્કર આપવાની તૈયારી કરી રહ્યું છે.
આ પણ વાંચો : Allu Arjun વિવાદમાં રાજકીય ગરમાવો, BJP એ CM રેવંત રેડ્ડી પર કર્યા પ્રહાર